________________
૩િ૭૯
શારદા સિદ્ધિ આદિ કહી દે છે, પરંતુ મન:પર્યવજ્ઞાની તે મને વર્ગણાના ચોક્કસ આકૃતિના પુદ્ગલને જોઈને તે વખતે મનના અધ્યવસાયને કહી શકે છે. આજે મને વગણના, કર્મવર્ગણના પુદ્ગલ પકડવાની વાત થઈ રહી છે, પણ તે થવું અસંભવિત છે. મને વર્ગણ કરતાં કમવગણના પુદ્ગલે બારીક હોય છે. મને વર્ગણના પુદ્ગલે એક વાર પકડવા કઠિન છે, તો પછી કર્મવગણના પુદ્ગલે શી રીતે પકડી શકે ! આજના કાળમાં કોઈને મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન થતું નથી. જે બુસ્વામી મોક્ષે પહોંચ્યા પછી તે વિચ્છેદ ગયું છે. આજની સાયકોલોજી ઇંગિત આકાર મુજબથી માણસના સ્વભાવને કહે છે પણ તે વાત સાયકોલેજી બેટી પણ પાડે છે. ચોરને પકડવા માટે અમેરિકાએ આજે મશીન શેવ્યું છે. તેની નાડીના ને છાતીના ધબકારા દ્વારા તે ચોરને પકડી શકશે, પરંતુ તે મશીન પેટવાઈ જાય કે ખોટી ગણતરી થઈ જાય તે નિર્દોષ માણસ કઈ વાર માર્યો જાય પણ વિશિષ્ટ અવધિજ્ઞાની કે મન:પર્યવ જ્ઞાનીની વાતે કયારે પણ ખોટી નહિ પડે. મનઃ પર્યાવજ્ઞાની તે કયા માણસે શું શું વિચાર કર્યા હતા ને શું શું વિચાર કરવાને છે અને શું શું વિચાર કરી રહ્યો છે તે બધું જાણે છે. મન:પર્યવજ્ઞાન દીક્ષા લીધા પછી થાય છે.
નંદીસૂત્રમાં ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! મનપાના જિ મજુરક્ષા , ૩પvg અમgar? મન:પર્યવજ્ઞાન મનુષ્યને ઉત્પન્ન થાય કે અમનુષ્યને ? ભગવાને કહ્યું હે ગૌતમ! મનુષ્યને થાય પણ અમનુષ્યને ન થાય. મનુષ્યમાં પણ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના પર્યાપ્તાને થાય, પણ અસંજ્ઞી મનુષ્ય અને અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અકર્મભૂમિને ન થાય. ગર્ભજ મનુષ્યમાં પણ પર્યાપ્તા હોય, સમક્તિ દૃષ્ટિ હોય, અપ્રમત સંયતિ હેય ને લબ્ધિધારી હોય તેને થાય પણ મિથ્યાદષ્ટિ કે મિશ્રદષ્ટિ હોય, પ્રમત્ત સંયતિ હોય ને અલબ્ધિધારી હોય તેને ન થાય. તીર્થંકર થનાર આત્માને જન્મથી ત્રણ જ્ઞાન હોય છે. જ્યારે દીક્ષા લે ત્યારે ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં આપણને જ્ઞાની એ સમજાવે છે કે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સંયમ માર્ગની જરૂર છે. આ જ્ઞાન છઠ્ઠા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. સર્વવિરતિ સંયમી સાધકનું ગુણસ્થાનક છઠું છે. સંયમી આત્માએ અનેક જીવોને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ ભાવના શીખવાડે છે. આ પંચમ કાળમાં જગતના જીવે ઉપર સૌથી મહાન ઉપકાર સાધુઓને છે. દેશના વડાપ્રધાન કરતા સંયમી આત્મા આ રીતે દેશનું ઉત્થાન વધારે કરે છે. મન:પર્યવજ્ઞાની એટલે મને ગત ભાવને જાણનારા સ્પેશ્યાલીસ્ટ ડોકટર. મન પર્યાવજ્ઞાન પછી પાંચમે નંબર આવે કેવળજ્ઞાનને. જે જ્ઞાન ચાર ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કર્યા પછી થાય છે. કેવળજ્ઞાની સર્વ ટૂથપથપુ પર સર્વ દ્રવ્ય અને સવ પર્યાને જાણે છે. કેવળજ્ઞાનમાં પ્રથમ ચારે જ્ઞાનને સમાવેશ થઈ જાય છે. જેમ