________________
શારદા સિદ્ધિ
૩૭ટે ગુને કર્યો છે? ભાવ મન કહે છે ના..ના.... તારા એક ખાતર બીજા નિર્દોષને શા માટે મરવા દેવા? રામસીંગ બહારવટિયે હતો પણ દિલમાં કરૂણ ભરી હતી. નિર્દોષ ચોકીદારોના જીવન મરણની ચાવી રામસીંગને હાથમાં હતી. પોતે એક જે મૃત્યુ વહોરી લે તે અનેક નિર્દોષના જીવન સહીસલામત રહી શકે. તેનું ખમીર ઉછળ્યું. ભાવ મને વિજય મેળવ્યો અને પિતે ફાંસીના માંચડે લટકી જઈને ચોકીદારોના જીવન બચાવવાનો નિર્ણય કર્યો. એ અભણ હતે પણ સમજ હતો કે પાપ કર્યા પછી એના કડવા ફળ મારે ભેગવવા પડશે, તેથી સમજીને સામા પગલે મૃત્યુદંડને સ્વીકાર કરવા અને અનેક જીવોની રક્ષાનું પુણ્ય બાંધવા તૈયાર થશે.
શેતાન કે સંત” :- બીજે દિવસે સવારે રામસીંગ પિતાને વેશ પહેરીને રાજ દરબારમાં હાજર થઈ ગયે ને પિતાની ઓળખાણ આપતા કહ્યું કે દરબાર ! જેલમાંથી ભાગી છૂટવાના જેના અપરાધને કારણે આપ ૪૦ નિર્દોષ ચોકીયાતને ફાંસી આપવાના અફર નિર્ણય પર આવ્યા છે એ બહારવટીયો રામસીંગ હું પોતે જ છું. જેલની દીવાલ તેડીને ભાગી છૂટવાને ગુને મેં કર્યો છે તેથી ગુનેગાર હું છું. ચોકીદાર તે બિચારા સાવ નિર્દોષ છે. એમની શિક્ષા રદ કરે. ફાંસીના માંચડે મને ચઢાવી દે, અને બધાને જીવતદાન આપે. મરતા મરતા ય આટલા માણસોનો સંહાર અટકાવવાનું કાર્ય થશે તે માનીશ કે હું કંઈક પુણ્ય કરી શકો છું. દરબાર પૂછે છે કે શું તું સાચે રામસીંગ છે? હા. મહારાજા! મેં બધી વાત સાંભળી છે તેથી અહીં આવ્યો છું. એક શેતાનના દિલમાં જાગેલી સંતવૃત્તિ બધાને અજબગજબની લાગી. દરબારને હજુ વિશ્વાસ બેસતું ન હતું કે આ રીતે રામસીંગ પિતાની જાતે પકડાઈ જઈને પિતે મેત વહેરીને બીજાને બચાવવા તૈયાર થાય! પાકી ખાતરી કરવા ચેકીયાતને પૂછ્યું આ રામસીંગ છે ને ? ચેકીયાતો કહે-હા. તે દિવસે જેલમાં પૂર્યો હતો તે જ છે.
“જીવદયાનું ફળ”:- રામસીંગની આ જીવદયા કાજેની પિતાની જાન કુરબાની જેઈને રાજા ચકિત થઈ ગયા. ભૂલ તે દરેક કરે છે પણ ભૂલને ભૂલ માને તે માનવમાંથી મહામાનવ બની શકે છે. રામસીગે પિતાની ભૂલ કબૂલ કરી. રાજા તેના પર પ્રસન્ન થયા ને પિતાના નિર્ણયને સાવ બદલી નાંખે. મૃત્યુની શિક્ષાને બદલે અભયદાન આપતાં કહ્યું હે રામસીંગ! ધન્ય છે તારા જીવનને! તારી આ કરૂણાને પૂરો બદલો આપવા તે હું સમર્થ નથી છતાં આજથી તને હું મારા રાજ્યને એક સારો હોદ્દો આપવાનું વચન આપું છું. તારા જેવા કરૂણવંત અને દયાળુને હું દંડું તે કુદરત મારા પર રૂઠવામાં બાકી ન રહે! આમ કહી રાજાએ તેને બાથમાં લઈ લીધે ને તેને ભેટી પડયા. એક વખતન પાપી પુનિત બની ગયે. ડાકુ મટીને ધમ બની ગયે, માટે પાપીને ધિક્કારશે નહિ.