________________
શારદા સિદ્ધિ
૩૭૧
મેળવવા જેવા મેક્ષ છે,” પણ મેળવવા જેવુ' ધન નથી. ગમે તેટલુ' મેળવશે પણ આંખડી મીંચાયા પછી તમારું' કઈ નથી. જે ધન સ્વધીની સેવામાં, દુઃખીના આંસુ લૂછવામાં, પરદુ:ખભજન બનવામાં ને જ્ઞાન પ્રચારમાં વાપરશેા તે તમારુ' છે. જીવદયાના ધર્મ અલૌકિક છે. સમક્તિના પાંચ લક્ષણમાં અનુકપા તે પણ એક લક્ષણ છે. અનુક'પા હોય તે જીવાની દયા કરી શકે. જ્ઞાની કહે છે કે તમે પાપને નિજો પણ પાપીની નિંદા કરશે! નહિ. આજના પાપી કાલે પવિત્ર બની જાય છે. આજના ક્રૂર કાલે કમળ ખની જાય છે. શેતાન સંત અને છે ને હેવાન માનવ મને છે. રામપુર ગામમાં રામસીંગ નામે એક બહારવિટયા થઈ ગયા. તે ચારે બાજુ લૂંટ ચલાવે, ધાડ પાડે ને પ્રજાને હેરાન પરેશાન કરી દે. રામસીંગ બહારવિટયા હતા છતાં એના હૈયામાં ઊંડે ઊંડે કરૂણા ભરી હતી. ઘણી વખત કહેવાતા શાહુકારામાં જોવા ન મળે એવી કરૂણા બહારવિટયા તરીકે ૫'કાયેલા વ્યક્તિના જીવનમાં જોવા મળે છે. આ રામસીંગ બહારવટિયા બિનહરીફ બહાદુરી ધરાવતા. તેની બહાદુરી કરૂણાસભર હતી.રામસીંગના ત્રાસથી રાજા અને પ્રજા કકળી ઉઠયા. રાજાએ ઈનામ બહાર પાડયુ' કે જે રામસીંગ બહારવિટયાને પકડી લાવશે તેને મહારાજા પાંચ હજાર રૂપિયા ઈનામમાં આપશે. રામસીગને પકડવા એટલે પવનને પકડવે. જેમ પવનને પકડવા મુશ્કેલ છે તેમ આ રામસીંગને પકડવા મુશ્કેલ હતા, છતાં જ્યારે પુણ્ય પરવારે છે ત્યારે તે ગમે તે રીતે છટકવા જાય છતાં પકડાઈ જાય છે.
રામસી'ગ માટે એક વાર આવુ' બન્યું. એક દિવસ ગોઝારો આવી ગયા કે સિપાઈ એની નજરમાં અનેક વાર છટકી ગયેલો રામસી'ગ એક વાર સિપાઈ એના સાણસામાં સપડાઈ ગયેા. ઈનામ મેળવવાની આશામાં રાચતા સિપાઈએ એને રાજદરબારમાં લઈ ગયા. એને જોતાં મહારાજાની આંખમાંથી આગ વરસવા લાગી. તેમના મનમાં થયુ* કે જો આને ફ્રાંસીની શિક્ષા આપીશ તે ઘડીનું દુઃખ ભોગવી ચાલ્યેા જશે પણ એને એવી શિક્ષા કરુ` કે તે રિખાઈ રિબાઈ ને મરે. આમ વિચારી રાજાએ કહ્યુ` કાળી કાજળ જેવી અધારી કોટડીમાં એને કેદ કરે. પવન કે પ્રકાશ એની કોટડીમાં પ્રવેશી ન શકે એવી કેદમાં પૂરે. એને અન્ન-પાણી પણ હમણાં આપશે નહિ. એના અપરાધાની લાંબી હારમાળા જોતાં મારા અતરમાં આગ વ્યાપી જાય છે. દેહાંત ક્રૂડ કરતાં ભય કર સજા આના માટે અપૂરતી છે. જેલમાં ચકલુ' ય પ્રવેશી ન શકે એવી જેલના મહેમાન બનેલા રામસીંગ જેલમાંથી છટકી જઈ ને દરબારની આબરૂને ધૂળધાણી કરવાના કિમિયા વિચારવા લાગ્યા. એના મનમાં થયું કે જો હું આવી જેલમાંથી ભાગી છૂટુ તે બહારવિટયાની નાતમાં મારી બહાદુરીની પ્રશંસા થાય. આ બહાદુર બહારવિટયાને એકાદ ખારી કે ખાકારુ' મળી જાય તેા ખારી કે ખાકેારાને બારણું બનાવીને છટકી જવાની અગમ્ય કળા એને આવડતી હતી.