________________
શારદા સિલિ
કરે છે કે જે હું આ મગર જેટલો માટે હેત તે એક પણ જીવને બહાર કાઢત નહિ. આ મગર કે મૂર્ણ છે કે પાણીની સાથે છે પણ બહાર કાઢે છે. બસ, મનથી એણે દુષ્ટ કર્મો બાંધ્યા અને પરિણામે સાતમી નરકે ૩૩ સાગરોપમના આયુષ્ય ઉત્પન્ન થયે, માટે જ્ઞાની કહે છે કે મનમાં સડો પ્રવેશે કે તરત એને દૂર કરજો. આગળ વધવા દેશે નહિ. વાણી પ્રિય અને હિતકારી બેલજો પણ બીજાને દુઃખ થાય તેવી કટુ વાણી બોલશે નહિ. કાયાથી કોઈનું અહિત ન કરશો. મન, વચન અને કાયા એ ત્રણ યુગ દ્વારા જે કર્મબંધ થાય છે તે નિકાચીત થાય છે માટે મન, વચન અને કાયાને પવિત્ર ને નિર્મળ રાખે.
અકબરે કરેલી બીરબલની મશકરી”-એક વખત અકબર બાદશાહ અને બીરબલ બંને ઘોડે બેસીને ફરવા જતા હતા. રસ્તામાં અકબર બાદશાહ કહે. પ્રધાન ! હું તને એક વાત કરું. પ્રધાન કહે સાહેબ ! કરે. અકબરે કહ્યું બીરબલ! આજે રાત્રે મને એક સ્વપ્ન આવ્યું. બીરબલ સમજતું હતું કે બાદશાહ ઘણી વાર પાયા વિનાની ભીંત ઉભી કરે છે અને વગર પાણીએ સરોવર ઉભું કરે છે. બીરબલ ખૂબ ગંભીર હતું. તેણે કહ્યું બાદશાહ! શું સ્વપ્ન આવ્યું ? જહાંપનાહ! આપ જલ્દી કહો. આપને શું સ્વપ્ન આવ્યું હતું? બીરબલ ! બહુ વિચિત્ર સ્વપ્ન હતું. હું અને તું બંને ઘોડા પર બેસીને ક્યાંક ફરવા જઈ રહ્યા છીએ, ફરતાં ફરતાં આપણે એક વિકટ વનમાં પહોંચી ગયા. ત્યાં બે કુંડ હતા. બીરબલે પૂછયું આપે એ કુંડમાં શી વિચિત્રતા જોઈ? ત્યારે અકબર બાદશાહ કહે છે, એ બે કુંડમાં એક કુંડ કીચડ અને ગંદકીથી ભરેલો હતો ને બીજા કુંડમાં અમૃત ભરેલું હતું. ઘડાએ આપણને બંનેને પછાડયા. હું અમૃતના કુંડમાં પડે ને તું કીચડથી ભરેલા કુંડમાં પડશે. આ વિચિત્ર સ્વપ્ન જોઈને મારી નિદ્રા એકદમ ઉડી ગઈ. બાદશાહના સ્વપ્નની વાત સાંભળી બધા હસવા લાગ્યા. તેમાં પણ જેમને બીરબલ પ્રત્યે ઈર્ષા હતી તેઓ તે ખડખડાટ હસ્યા ને તાળીઓ પાડવા લાગ્યા. તેમના મનમાં થયું કે ઠીક થયું. તેમને જેટલો આનંદ બાદશાહ અમૃતના કુંડમાં પડયા તેને ન હતું તેથી વધુ આનંદ બીરબલ કીચડના કુંડમાં પડયે તેને હતે.
બંધુઓ ! બીરબલે રાજાની વાત સાંભળી. બીરબલ ચતુર અને બુદ્ધિશાળી હતે. તે રાજાથી ઉતરે તે ન હતું પણ મહા વિચિક્ષણ હતે. ઈર્ષ્યાળુઓના મનમાં જે આનંદના ફુવારા ઉડી રહ્યા હતા તેમની વચમાં તે બેલી ઉઠ મહારાજઆપે જેવું સ્વપ્ન જોયું તેવું જ મેં પણ ગઈ રાત્રે એક વિચિત્ર સ્વપ્ન જોયું, પણ છેલ્લે શેડો ફરક છે. આપણે બંને ફરવા નીકળ્યા. એક નિર્જન વનમાં પહોંચ્યા. ત્યાં કીચડને ને અમૃતને કુંડ આવ્યો. હું કીચડના કુંડમાં પડયો ને તમે અમૃતના કુંડમાં પડ્યા. એ પણ સત્ય છે પણ મેં આપનાથી એટલું વિશેષ જોયું કે આપ અમૃતના કુંડમાં