________________
શારદા સિદ્ધ નરકગતિને ભયંકર માર મળ્યા. મોક્ષ એટલે જ્યાં માર ખાવાની તે વાત જ નહિ પણ માલ મળવાનું નકકી. જ્યાં કર્મો છે ત્યાં જીવને માર ખાવું પડે છે પણ મોક્ષમાં ગયા એટલે આત્મા સર્વથા કર્મથી રહિત થઈ ગયો એટલે માર ખાવાનું બંધ થયો. કર્મથી રહિત થયો એટલે એને અનંતજ્ઞાન, અનંતદર્શન, સુખ, વીર્ય આદિ આત્મિક માલ મળવાનો. હવે હું તમને પૂછું છું કે તમારે શું જોઈએ છે? જ્યાં માલની નકકર વાત છે ને માલ પિઠળ છે તે ખપે ? કે જ્યાં માર નકકી છે ને માલ પોકળ છે તે જોઈએ છે? અનાદિ અનંતકાળથી આ આત્મા કર્મબંધનના કારણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે ને કર્મોના માર ખાઈ રહ્યો છે. જે આત્માને મોક્ષ મેળવવાની જિજ્ઞાસા જાગી છે તે આત્મા પિતાના સમ્યફ પુરૂષાર્થ દ્વારા મોક્ષ મેળવવા માટે પ્રયત્ન કરશે.
એક સામાન્ય ન્યાય આપું. વહેપારીના દીકરાને સામાન્ય રીતે બધા શેઠ કહીને બોલાવે, પરંતુ જે છોકરો લેવડદેવડના કામમાં સમજતો નથી, નામું જાણતો નથી તેને તમે ગલ્લા પર બેસાડે ખરા ? ન બેસાડો કારણ કે એનામાં ચગ્યતા નથી. ચોથું ગુણસ્થાનક એ મોક્ષને ગલ્લો છે. આ ગલા ઉપર તે તે જ બેસી શકે કે જેનામાં મોક્ષની સાધ્યતા પ્રત્યે વિવેક હોય. જે જૈનકુળમાં જન્મે છે તે મહાન ભાગ્યશાળી છે પણ જે ભામાં આ મોક્ષને વિવેક છે, મોક્ષ એ જ એક સાધ્ય છે. એવી જેના આત્મામાં શુધ શ્રદ્ધા થઈ છે તે ચેથા ગુણસ્થાનને એગ્ય છે. યુદ્ધમાં લડાઈને કેદી તરીકે શત્રુના કબજામાં ગયેલો માણસ શત્રુના રક્ષણ માટે કિલ્લો ચણે છે, પરંતુ તેના હૃદયમાં તે એ જ ભાવના હોય છે કે કયારે લાગ મળે અને આ કિલ્લાને ઉડાવી દઉં ! આ ન્યાય આપણા આત્માને લાગુ પડે છે. આત્મા શરીરના આશ્રયે રહેલો છે. પરંતુ તે આત્માની ઇચ્છા એક જ હેવી જોઈએ કે કયારે સમય મળે ને આ શરીર આદિને વ્યવહાર છોડીને એક માત્ર મેક્ષની આરાધના કરું. ચોથા અવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાનકથી આ ભાવનાની શરૂઆત થાય છે. તે ભાવના ૧૩ મા ગુણસ્થાનક સુધી રહે છે. જ્યારે કર્મના કિલાને નાશ થાય છે ત્યારે આ ભાવના પણ જાય છે. આત્મા ૧૩ માં ગુણસ્થાનકે આવે છે ત્યારે તેના ઘાતી કર્મોને નાશ થઈ જાય છે પછી આવી ભાવના રહેવા પામતી નથી. જે આત્મા તેરમાં ગુણસ્થાનકે પહોંચે છે તેને એવા વિચારની જરૂર હોતી નથી કે મારા લશ્કરને વિજય થાઓ કે કર્મના કિલ્લાને નાશ થાઓ. મોક્ષને વિચાર પણ તેને કરવાનો હોતો નથી, કારણ કે ત્યાં આત્મા ઘાતી કર્મોથી નિવૃત્ત થયો છે ને મેક્ષના દ્વારમાં ઉભે છે પછી તેને મોક્ષને વિચાર કરવાનું ન હોય એ તે સહેજે સમજી શકાય તેવું છે. સાથે એક વાત યાદ રાખજે કે જે વાત તેરમાં ગુણસ્થાનકે છોડવાની છે તેને પહેલેથી છોડી દેશે તે પછી તમારે કયાંય પત્તે નહિ લાગે. આત્મા તેરમા ગુણસ્થાનકે પહોંચે એટલે કેવળી બની ગયે. જેમ ૌદ પોતે નિરોગી હોવા છતાં બીજાને માટે પોતે દવાને બાટલો હાથમાં લે છે તે રીતે કેવળી ભગવતે પણ બીજા માટે મનને ઉપગ કરે છે. રેગીને માટે