________________
શારદા સિદ્ધિ
૩૬૫ દેખાય પણ તેના મૂળીયાં ન દેખાય તેથી એમ માનવું કે મૂળીયું નથી ! ઝાડ છે તે મૂળીયું છે જ. એમ શ્રદ્ધા રાખવી પડે. ભગવાન બેલ્યા છે કે “સવા
ધ્યું, રધ્ધા પરમ ગુદા” | કદાચિત વીતરાગ વાણીનું શ્રવણ કરવાનું મળી જાય પણ તેના પર શ્રદ્ધા થવી બહુ મુશ્કેલ છે. જેને શ્રદ્ધા થાય છે તેને બેડે પાર થાય છે. એકલવ્ય દ્રોણાચાર્ય પાસે વિદ્યા મેળવવા ગયે. ગુરૂદેવ ! મને વિદ્યા આપો. દ્રોણાચાર્યે પૂછયું તું કઈ જાતિને છે? હું કોળી જાતિને છું. ગુરૂદેવે કહ્યું કેળીને ધનુર્વિદ્યા નહિ આપું. એકલવ્યના મનમાં થયું કે જ્ઞાન આપવામાં પણ જાતિભેદ? તે નિરાશ થઈ ગયા. થેડી વારે નિરાશામાં આશાનું કિરણ પ્રગટયું. ગુરૂદેવે ભલે મને ના પાડી પણ મેં તેમના દર્શન કરી લીધા. તેમની આકૃતિ મારા હૃદયમાં સ્થાપિત થઈ ગઈ છે, તેથી તેણે દ્રોણાચાર્યની આકૃતિ જેવું માટીનું પૂતળું બનાવ્યું. તે રોજ તેની પાસે જઈને ચોપડી મૂકે ને પોતે પાઠ લે. આ રીતે હૃદયમાં શ્રદ્ધાપૂર્વક ગુરુનું સ્થાપન કરી ધનુર્વિદ્યા શીખી ગયા, અને અર્જુન કરતાં પણ ચઢી જાય એવી વિદ્યા પ્રાપ્ત કરી. આ છે શ્રદ્ધાને પ્રભાવ.
આજના મંગલ દિવસે એક શિષ્ય ગુરુદેવને પ્રશ્ન કર્યો કે ગુરૂદેવ! મેક્ષ એટલે શું ? મોક્ષ કેવી રીતે મળે ? જે આત્માને જાણવાની જિજ્ઞાસા થઈ તે કંઈક પામી શકશે. જિજ્ઞાસા થઈ એટલે બીજના ચંદ્ર સમાન બને. બીજના ચંદ્રમાંથી છેવટે પુરૂષાર્થ વધતાં પૂર્ણિમાનો ચંદ્ર બની શકશે. ભગવતી સૂત્રમાં પૃચ્છા થઈ કે ભવી કેને કહેવાય અને અભવી કેને કહેવાય ? ત્યારે ભગવાને કહ્યું જેના મનમાં સંશય થાય છે કે હું ભાવી છું કે અભવી ? તે ભવી સમજ. અભવીને આવી શંકા થાય નહિ. શિવે જ્યારે ગુરુદેવને આ પ્રશ્ન કર્યો ત્યારે ગુરૂદેવ કહે છે “ ક્ષો મોક્ષઃ હે શિષ્ય ! આઠે કર્મોને સર્વથા નાશ થઈ જ તેનું નામ મોક્ષ. જ્યાં સુધી આત્મા ઉપર કર્મો લાગેલા છે ત્યાં સુધી તેને મોક્ષ થતું નથી. જેને મોક્ષની ચાહના છે તેને સંસારના સુખ સારા લાગતા નથી. જેને મોક્ષ જોઈએ તેને સંસાર સુખ ન ગમે. મોક્ષના અભિલાષી જીની પાસે સંસારના વૈભવ વિલાસની ગમે તેવી મોટી વાતો ચાલતી હોય તે પણ એના દિલમાં ઉમળકો કે ઉલ્લાસ ન આવે. એ તે એ જ વિચારે કે જે સંસારના ભેગ ૦૧ કલાક હસાવી પાંચ કલાક રડાવે છે તેમાં આનંદ શું? સંસારના ભેગ એટલે પુણ્ય બધું વટાવી ખાવાનું અને શિરપાવમાં અઢાર પાપસ્થાનકની રમતના ગે અઢળક પાપના વારસા મળે. સંસાર એટલે શું? માલ ખાવાની વાત પોકળ (બાજુમાં રહી) પણ દુર્ગતિમાં માર ખાવાનું નક્કી. સંસાર સુખો ભોગવતાં આત્મિક માલ તે ન મળે પણ નરક, તિર્યંચ આદિ દુર્ગતિના દુઃખો ભોગવવાના નકકી. દા. ત. બ્રહાદત્ત ચક્રવતિએ છ ખંડની સાહ્યબી ભેગવી, ચક્રવર્તાિના મહાન સુખ ભોગવ્યા પણ તેના પરિણામમાં શું? કંઈ માલ મળ્યા ? અરે, આત્મિક માલ મળવાની વાત તે બાજુમાં રહી પણ