________________
શારદા સિદ્ધિ
૧૭૯ હોય? એ ભલે ગીરાજ હોય, તને બીજે વર મળી રહેશે. બહુરત્ના વસુંધરા છે.” ત્યારે મને રમા કહે છે, “હે માતા-પિતા ! સતી સ્ત્રીને પતિ એક જ હેય. એમને મધુર સ્વર સાંભળીને મને એમ લાગ્યું કે આ પુરુષ રસમાધુર્યથી ભરેલો હશે. મેં એમને જોયા ન હતા તેથી મનથી પતિ તરીકે માની લીધા. એમને મારા પ્રત્યે કઈ રાગ નથી. હવે તો એમને જે માગે છે તે જ મારો માર્ગ. એ જ મારા સાચા ગુરુ છે. તેમણે ઉપદેશ આપતા મને સમજાવ્યું છે કે,
આ આતમ તારે તરવું છે તો સદ્દગુરુ શરણ સ્વીકારી લે, વીતરાગી પદને વરવું છે તે વીરનો માર્ગ વિચારી લે, તું અખંડ સુખને સ્વામી છે તારી આત્મબધિને પાર નથી,
સ્વરૂપનું સાચું ભાન થતાં, સિદ્ધિ મળતા કંઈ વાર નથી,
તારે આત્મદશામાં કરવું છે તે વીરને માર્ગ વિચારી લે.” “હે માતા-પિતા ! આ વાત મને બરાબર સમજાઈ ગઈ છે. મારા હદયતલને સ્પશી ગઈ છે. શૃંગાર રસનું ખરું માધુર્ય અને વીતરાગ દશાની પરમ શાંતિનું સ્વરૂપ આ મારા પરમ ઉપકારી ગુરુએ મને સમજાવ્યું છે, માટે હવે હું દીક્ષા લઈશ. મારે પરણવું નથી. મને દીક્ષાની આજ્ઞા આપો.” એનો તીવ્ર વૈરાગ્ય જોઈને માતાપિતાએ એને દીક્ષાની આજ્ઞા આપી અને મનેરમાએ દીક્ષા લીધી. એક વખતની .. કેડ ભરેલી, રંગભરેલી, યૌવનની મસ્તીથી મદમસ્ત બનેલી મનોરમા વરણાગી વરને શોધવા માટે નીકળી હતી તે વીતરાગ માર્ગની ઉપાસિકા સાધ્વી બની ગઈબંધુઓ! મને રમાએ તે જૈન મુનિને કદી જોયા ન હતા એટલે મુનિને પતિ તરીકે સ્વીકારવા તૈયાર થઈ પણ સાચી વાત સમજાતા વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. પણ તમે તે કેટલા સંતેના દર્શન કર્યા ને કેટલો ઉપદેશ સાંભળ્યો છતાં તમારા હૃદયમાં વીતરાગ વાણી ઊતરતી નથી. તમારા હૃદયની ભીંત કેવી મજબૂત બનાવી દીધી છે કે વીતરાગ વચનની એક નાનકડી ખીલી પણ અંદર જતી નથી. મને તે લાગે છે કે તમે બધા પથરણું ખંખેરે છે તેમ હૃદયને ખંખેરીને જતા લાગે છે, એટલે વૈરાગ્ય નથી આવતે. સાંભળીને એકાદ શબ્દ પણ જીવનમાં અપનાવશે તો કલ્યાણ થશે. બાકી તે આવ્યા તેમ જવાનું છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયનની વાત ચાલે છે. સનતકુમાર ચક્રવતિ મુનિઓના દર્શન કરીને પિતાના મહેલે પાછા ફર્યા. પછી તેમને વિચાર થયે કે ક્ષમાના સાગર, ભવ્ય જીના તારણહાર, જ્ઞાન-ધ્યાન અને તપમાં મસ્ત રહેનારા આવા પવિત્ર સંતેને કોણે સંતાપ્યા હશે? મારું કર્તવ્ય છે કે સંતને સતાવનારની શોધ કરી તેને શિક્ષા કરવી જોઈએ કે જેથી કરીને આવું કામ કઈ કરે નહિ. મુનિના દર્શન કરવા માટે ખુદ ચક્રવતિ આવ્યા, નગરીના બધા લોકો આવ્યા પણ નમુચિ પ્રધાન ન આવ્યો. તેના મનમાં ભય હતે. સનસ્ કુમાર ચકીએ તપાસ કરાવી તે જે માણસોએ