________________
૨૭૭
શારદા સિદ્ધિ તમે આ શું બોલો છો? તમને મારા પતિએ જે દીકરાનું અને રાજ્યનું રક્ષણ કરવા માટે રાખ્યા તેના બદલે રક્ષક જ ભક્ષક બનવા ઊઠયા ! ખેતરનું રક્ષણ કરવા માટે વાડ હોય છે પણ જ્યારે વાડ જ ચીભડાં ગળી જાય તે ફરિયાદ કોને કરવી? હું તમારા પ્રેમમાં મુગ્ધ બનીને ભાન ભૂલી પણ જે મારા દીકરાને તમે મારવા ઊડ્યા છો તે હવે મારે તમારી જરૂર નથી, ચાલ્યા જાઓ. જે એનામાં સુધારો થયો હતો તે પિતાના પુત્રને મારી નાંખવા તૈયાર ન થાત. જે બેમાંથી એક પણ વ્યક્તિ સારી હત તે ભાન ભૂલ્યાં પણ ઠોકર વાગતાં ઠેકાણે આવી જાત, પણ આતે બંને જણ પતનના પંથે ગયેલાં છે એટલે કોણ કોને સુધારે ?
ચલણીએ દીર્ઘરાજાને કહ્યું: ઓ મારા હૈયાના હાર ! મારી આંખની કીકી સમા વહાલા પ્રાણનાથ ! હું દીકરાને મેહ છોડી શકીશ પણ તમારો મેહ નહિ છોડી શકું. દીઘરાજાએ જાણ્યું કે ચુલણી બરાબર પોતાનામાં મુગ્ધ બની છે. માછલી બરાબર જાળમાં સપડાઈ ગઈ છે એટલે હવે વાંધો નહિ આવે. એમ માનીને ખડખડાટ હસી પડ્યા. ચલણ રાણી પણ મેહથી ભરેલા ચેનચાળા કરવા લાગી અને દીર્ઘરાજાને કહે છે, હે પ્રિયતમ! બ્રહ્મદત્તને ખતમ કરવાનો ઉપાય તમે જ બતાવે, એટલે હું એને જલદી ખતમ કરી નાંખ્યું. સમય ઘણે થઈ ગયો હતો એટલે દીર્ઘરાજાએ કહ્યું , કે, હું આજે મારા મહેલમાં જાઉં છું. કાલે એ કાંટાને ખતમ કરવાનો ઇલાજ જરૂર શોધી લાવીશ.
બંધુઓ ! સંસાર જીવને મધ જે મીઠે લાગ્યો છે પણ જોઈ લે, સંસાર કેટલો સ્વાર્થી છે! જ્યાં સ્વાર્થ આવીને ઊભું રહ્યો ત્યાં માતા એ માતા ન રહી ને પાલક એ પાલક ન રહ્યો. સંસારમાં કોને કેની પ્રીત છે? કોણ કોને ચાહે છે એ ખબર પડતી નથી. આખી દુનિયા આવા શંકામાં વર્તુળમાં ફસાયેલી છે. દીર્ઘરાજા પિતાના મહેલે જઈને સૂઈ ગયા પણ ઊંઘ આવતી નથી, કારણ કે માણસના મનમાં જે ઝેર પ્રગટયું છે તેને જે કાર્ય કરવું છે તે કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી એને બીજું કંઈ દેખાતું નથી. એની ઉંઘ ઊડી જાય છે ને ભૂખ ભાંગી જાય છે. તેમાં પણ બ્રહ્મદત્ત કુમારને મારી નાંખવે એ કંઈ સહેલ વાત નથી. દીર્ઘરાજા ચલણી રાણીમાં આસક્ત બન્યું હતું પણ એ સમજતા હતા કે આ બ્રહ્મદત્તકુમાર એ કોઈ સામાન્ય નથી. મહાતેજસ્વી ને મહાપરાક્રમી છે. હવે યૌવનને આંગણે આવીને ઊભે છે. પ્રજાના તેના ઉપર ચાર હાથ છે. રાજાને એકને એક પુત્ર છે. એને એકદમ મારી નાંખવે એ કંઈ સહેલી વાત નથી. એને માટે તે કંઈક ઉપાય શોધવે જોઈએ કે જેથી કોઈને ખબર ન પડે. આમ વિચાર કરતાં પોતાના સુખની આડે આવનાર, પિતાના છિદ્ર જેનાર બ્રહ્મદત્તકુમાર ઉપર દીર્ઘરાજાને એ ક્રોધ આવી ગયું કે સૂતા સૂતા દાંત પીસવા લાગ્યા ને મુઠ્ઠીઓ વાળીને કંઈક બબડવા લાગ્યા, ત્યારે બાજુમાં સૂતેલી