________________
વ્યાખ્યાન ન. ૨૯ શ્રાવણ વદ ૫ ને રવિવાર
તા. ૧૨-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! શાસનપતિ ત્રિલોકીનાથ, વૈલોક્ય પ્રકાશક, જગત ઉદ્ધારક, રાગ-દ્વેષ વિનાશક, એવા અનંતાનંત ઉપકારી ભગવાન જગતના જીવોને આત્મકલ્યાણને માર્ગ સમજાવતા કહે છે કે, હે જી ! જે તમારે પરિભ્રમણને પરિમીત કરવું હોય ને કર્મબંધનથી અટકવું હોય તે જ્ઞાનીએ બતાવેલા માર્ગને સહારો લો. ભવવનની અંદર માર્ગ ભૂલેલા માનવીને ભગવાનને માર્ગ એ એક સાચે સથવારે છે. જે ભૂલેલાને સાચા રહે ચઢાવે છે, પણ એ માર્ગને સહારે હજુ આત્માએ લીધે નથી. માનવીને લાંબી મુસાફરી કરવી હોય અથવા કેઈ અજાણ્યા સ્થળે જવું હોય તે તેના મનમાં એ ભાવ થાય છે કે મને કઈ સારે સથવારે મળે તે માર્ગમાં કોઈ મુશ્કેલી કે આપત્તિ આવે તે મને આશ્વાસન મળે તે માટે લાંબે પ્રવાસ આનંદપૂર્વક પૂર્ણ થાય. પગે ચાલીને પ્રવાસ કરે હોય, રેલ્વેની કે બસની મુસાફરી કરવી હોય તે સારા સથવારાને બધા ઈચ્છે છે. માનવીએ સથવારે સારો માનીને લીધે પણ પછી જે તે પ્રવાસમાં સહારા રૂપ ન બનતા બેજારૂપ બની જાય તે મુસાફરીમાં કંટાળો આવે છે. અહીં જ્ઞાનીઓ આપણને સમજાવે છે કે જે આત્મા સામાન્ય મુસાફરીમાં પણ સારા સથવારાને ઈચ્છે છે તે પછી આ આત્માને તે અહીંથી પરલોકની લાંબી મુસાફરી કરવાની છે તે તેના માટે કે સથવારે જોઈશે? જેના સહારાથી આત્મા સુખી બને તે સથવારે જોઈએ છે કે આત્મા દુઃખી બને તે સથવારે જોઈએ છે?
આ જીવને હજુ સારો સથવારે કોને કહેવાય ને ખોટો કેને કહેવાય તેની ખબર નથી. સંસાર સુખમાં મસ્ત બનેલા કંઈક જીવો એમ માને છે કે જીવન તે બહુ અલ્પ છે. આ ટૂંકા જીવનમાં જે ભૌતિક સુખ નહિ જોગવીએ તે મનની મનમાં રહી જશે. તે સુખ મેળવવા માટે ધનની જરૂર છે, માટે જીવનને સાચે સથવારે ધન છે. કેઈ પિતાને સુંદર મનગમતી અનુકૂળ પત્ની મળે એને જીવનને સાચે સથવારે માને છે. કેઈ કીતિને સહારે માને છે. જે કીતિ ન હોય તે બધાં સુખ ઝાંખાં દેખાય છે. કેઈ મનગમતા મિત્રને જીવનને સાચે સથવારે માને છે. માનવી આવી અનેક કલ્પના કરે છે પણ જ્ઞાની કહે છે તારા માનેલા આ બધા સથવારા શું ચિરસ્થાયી છે? જે પાપને ઉદય થાય તે ધન વરાળ માફક વેરાઈ જાય ત્યારે તે દુઃખી થાય છે. અનુકૂળ સૌંદર્યવાન પત્ની પણ સંસારમાં કયારેક અધવચ્ચે કાળના અંધકારમાં અદશ્ય થઈ જાય છે. શરીર એ રોગનું ઘર છે. કયારે એના પર દર્દના હુમલા આવશે ને આરોગ્ય વિદાય લેશે તેની ખબર નથી. કીર્તિ પણ કયારેક એક ભૂલના કારણે નાશ થઈ જાય છે. આ રીતે સત્તા, બળ, સંપત્તિ વગેરે આકર્ષક જણાતી વસ્તુઓ ચિરસ્થાયી રહેવાની નથી. કાં તે આપણે