________________
શારદા સિદ્ધિ તે નીચું જોઈને ઊભી રહી. ભીમસેન અને શેઠ પણ આ વાત સાંભળીને સજજડ થઈ ગયા. સુશીલાને મૌન ઊભેલી જોઈને ભદ્રા પાછી તાડૂકી ઉઠી. બિચારી શેની બોલે? બોલે તે બે ખાય ને? મને તે એના લક્ષણ પહેલેથી સારા દેખાતાં ન હતાં. આજે તે મારા વાસણ ચર્યા ને કાલે મારા ઘરેણાં નહિ રે કોને ખબર છે? નાથ ! હું એકલી પડે ઘરમાં કેટલું ધ્યાન રાખું ? હું ગમે તેટલું ધ્યાન રાખ્યું પણ હું એકલી ને એ ચાર જણે છે. એમને ક્યાંથી પહોંચી શકું? માટે હવે હું તમને સાચું કહું છું કે તમે આ લોકોને ઘરમાં રાખશે નહિ. કાઢી મૂકે. જે આજે તમે મારી વાત નહિ માને તે પસ્તાવાને વખત આવશે, ત્યારે મને યાદ કરશે, પણ શેઠે એ વાતમાં ધ્યાન આપ્યું નહિ, ત્યારે શેઠાણી વધુ કોપાયમાન થઈને કહે છે કે મારા વાસણે તે ચેરી ગઈ. લાવ, તપાસ કરું દાગીના તે ચેરી ગઈ નથી ને ? એમ બોલીને પોતાના દાગીના અને વસ્ત્રોની તપાસ કરવા લાગી. દાગીને ન મળે એટલે છાતી અને માથા કૂટતી જોરજોરથી રડતી રડતી બોલવા લાગી કે, અરેરે આ રડે તે મારાં દાગીના અને ભારે કપડાય ચોરી લીધાં. હાય..હાય હવે હું શું કરીશ? જાણે સાત બેટને ભરયુવાન દીકરો મરી ગયે ન હોય તે રીતે છાતી ફાટ રડવા લાગી.
ભદ્રાને રડવાનો અવાજ સાંભળીને આડોશી પાડોશી બધા દેડીને આવ્યા. તમાસાને કંઈ તેડું હાય! વગર આમંત્રણે એક પછી એક આવવા લાગ્યા ને એકબીજાને પૂછવા લાગ્યા કે, શું થયું? શેઠાણું કેમ રડે છે ? માણસોને જોઈને ભદ્રા વધુ જોરથી રડવા લાગી એટલે શેઠ એને છાની રાખવા શાંતિથી કહે છે ભદ્રા ! આ બિચારા એવા માણસે નથી. ગરીબ ગાય જેવા છે. મને તે લાગે છે કે આ કેઈ ઉત્તમ કુળના પુણ્યવંત માણસો છે પણ એમના પાપનો ઉદય છે તેથી આપણું ઘેર આવ્યા છે. તે એમના પર બેટી આળ ન ચઢાવીશ. કેઈન ઉપર ખોટી આળ ચઢાવવાથી મહાન પાપકર્મ બંધાય છે. હસીહસીને પાપ બાંધીએ છીએ તે રડી રડીને ભેગવતા પણ પાર આવતો નથી. માટે તું શાંત થા. વાસણ ઘરમાં જ હશે. ઘરમાંથી કયાં જવાનાં છે. કયાંક આડાંઅવળાં મૂકાઈ ગયા હશે. શેઠે આમ કહ્યું એટલે શેઠાણ તે વધુ વિફર્યા. કોધથી લાલઘૂમ આંખો કરીને કહે છે હા..હા..હું તે એમના ઉપર આળ ચઢાવું છું. અરેરે.. તમે મને ન ઓળખી ! હું તે વર્ષોથી તમારી સેવા કરું છું ને આ તે હજી આજકાલ આવી છે. હું જૂઠું બોલું છું ને આ તે જાણે સત્યવાદી હરિશ્ચંદ્રની દીકરી! અરેરે.. હું મારું દુઃખ કોને કહું? જ્યાં ધણું જ એક ગુલામડીના રૂપમાં આંધળે હોય ત્યાં મારું શું ચાલે? આ દાસીએ તે મને બરબાદ કરી નાંખી. એક તે મારા વાસણ એણે વેચી નાંખ્યાં. ઘરેણાં ને કપડાં ચોરી ગઈ ને હવે મારા ધણીને વશ કરવા બેઠી છે.
ભદ્રાનું નવું સ્વરૂપ જોઈને સુશીલા, ભીમસેન અને શેઠ એ ત્રણેય સજજડ થઈ