________________
૩૪૬
શારદા સિદ્ધિ
લાગ્યા. આમ કરતા ઘણી વાર થઈ એટલે હાથી તા થાકી ગયા પણ કુમાર ન થાકયા. છેવટે થાકીને હાથી શાંત થઈને મંદમંદ ગતિએ ચાલવા લાગ્યા. કુમાર પણ એની પાછળ ચાલવા લાગ્યા. હાથી ચાલતા ચાલતા પૂર્વ દિશા તરફ વળ્યા. ઘેાડે દૂર ચાલ્યા ત્યાં એક જીણુ નગર આવ્યુ. નગર તેા ઘણુ વિશાળ અને સુંદર હતું પણ શૂન્ય હતું. જેમ મેરખી શહેર ગાજતુ ને ગૂ જતુ હતુ. પણ આજે પાણીએ વિનાશ સર્જ્યો ને મારખી શહેર વેરવિખેર થઈ ગયુ' છે. માણસાની બેહાલ દશા થઈ ગઈ છે. જ્યાં ને ત્યાં માણસાની લાશે પડેલી છે. ઘણાં ઘરો પડી ગયાં છે. માલ-સામાન પાણીમાં તણાઈ ગયા છે, પણ ધર્મસ્થાનકાને આંચ નથી આવી. તેમ જ કંઈક ખચી ગયા છે. અહાહા....આ શુ' ? પુણ્યપાપના ખેલ.
જ્યાં કુમાર જાય છે ત્યાં ગામ સલામત છે પણ વસ્તી નથી. આથી તેને વિચાર થયા કે નગર કેમ શૂન્ય દેખાય છે ? આશ્ચર્યચક્તિ બનીને ચારે બાજુ નજર નાંખત નગરના દરવાજેથી તેણે પ્રવેશ કર્યાં. નગરમાં જતાં રસ્તામાં વાંસની જાળ પાસે એક આણુ અને તલવાર જોયા, એટલે કુમારના મનમાં થયુ` કે આવી આ—વ'શજાળવાંસડાની જાળ કાણે રચી હશે ને આ તલવાર કેાણે મૂકી હશે ? એમ વિચાર કરીને તલવાર ઉંચકીને વાંસડાની જાળ ઉપર ફેકી એટલે તરત વાંસડાની જાળ કપાઈ ગઈ ને તેમાંથી એક માણસનું ધડ કપાઈને નીચે પડયું. તલવાર લોહીથી ખરડાઈ ગઈ. આ જોઈને બ્રહ્મદત્ત કુમારના મનમાં થયું કે, અહા ! આ શુ ? આ નગરમાં તે એક ચકલું પણ ફરકતું નથી ને આ જાળમાં માણસ કયાંથી ? કુમારે ઝીણવટથી તપાસ કરીને જોયું તે જેનું ધડ એક બાજુ પડયુ' હતુ ને મસ્તક બીજી ખાજી પડ્યું' હતું. એ કોઈ સુદર પુરુષ હતા. એના હાથમાં પાન, કર્યાં, નાડાછડી વગેરે વસ્તુઓ હતી. આ બધુ જોઈને બ્રહ્મદત્ત કુમારના દિલમાં ખૂબ દુ:ખ થયું. અહા, હું કેવા પાપી છુ'! અધમ છું! વગર વિચાયે મે આ કાઈ નિરપરાધી મનુષ્યને કાપી નાંખ્યા. એના મનમાં થયું કે નક્કી આ કોઈ વિદ્યાસાધક પુરુષ હશે. એ કેટલી હાંશથી, મનના કેટલા મનારથા સાથે વિદ્યાની સાધના કરી રહ્યો હશે! મે એના તલવારના એક ઝાટકે એ ટુકડા કરી નાંખ્યા !
બ્રહ્મદત્તને આ માણસને મારવાના ભાવ ન હતા. એને ખબર ન હતી કે આ વાંસડાની જાળ નીચે કોઈ પુરુષ છે. એણે તે સ્હેજે તલવાર વાંસડાની જાળ ઉપર ફૂંકી અને નિરપરાધી પુરુષ કપાઈ ગયેા, તેથી બ્રહ્મદત્તના દિલમાં ખૂબ દુઃખ થયું. તે પેાતાના પાપને પશ્ચાતાપ કરતા પેાતાને હજારા વાર ધિક્કારતા આગળ ચાલ્યા. પેાતાની ચાર દૃષ્ટિ ચારે તરફ ફેરવતા નગરને જોતા આગળ ગયા. ત્યાં તેણે એક સુદર મઝાના ર'ગબેર'ગી સુગંધિત પુષ્પો અને વિવિધ પ્રકારના ફળના વૃક્ષેાથી યુક્ત બગીચે જોયા એટલે તરત તે ખગીચામાં જવાનું મન થયું. બગીચા ખૂબ આકર્ષક ને