________________
શારદા સિદ્ધિ એટલે જ ઘરઘરમાં ગૌચરી નીકળવું પડે. જે અભિગ્રહ પૂરો થાય તે પારણું નહિતર ઉપવાસ કરે પડે.
આપણા શાસનપતિ ભગવાન પાંચ માસ ને ૨૫ દિવસથી ફરે છે પણ અભિગ્રહ પૂરો થતું નથી. દેવે પણ વિચાર કરે છે કે જગત ઉદ્ધારક, શાસનનાયક ભગવાનનું પારણું કયારે થશે ? આમ ફરતાં ફરતાં ભગવાનને છેલે દિવસ આવી ગયો અને એક ઘરના આંગણે જઈ ચઢયા. તે ત્યાં નિર્દોષ બાળા ઉંબરામાં બેઠી છે. એક પગ ઉંબરામાં છે ને બીજો પગ ઉંબરા બહાર છે. મુખે અદ્રુમ છે, હાથપગમાં બેડીઓ છે, માથે મુંડન છે. ભગવાનના અભિગ્રહના બધા બેલ પૂરા છે. એક બેલ અધૂરો છે તેથી ભગવાન પાછા વળ્યા, એટલે સતી ચંદનબાળાના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ ને આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. ચીસના અવાજે ભગવાને જોયું તો સતીની આંખમાં આંસુ જેતા ભગવાન પાછા વળ્યા. ભગવાનને પાછા વળતા જોઈ ચંદનબાળાના હૃદયમાંથી રણકાર નીકળ્યો
આવ આવ દેવ મારા સૂના સૂના દ્વાર મારા આંગણુ સૂના, રોતી રોતી ચંદનબાળા વિનવે છે આજ મારે આંગણા સૂના,
અહો પ્રભુ શું ઓછું આવ્યું દડદડ આંસુ પડ્યા મારે,
આંખના આંસુએ પાછા વળેલા ભગવાન” – હે ભગવાન! આપ પધારે. મારા મનના આંગણીયા સૂના પડી ગયા છે. બંધુઓ! આ ચંદનબાળાના માથે કષ્ટોના પહાડ તૂટી પડયા છતાં તેની આંખમાં આંસુ આવ્યા નથી, પણ પ્રભુને પાછા વળતા જોયા ત્યાં એનું હૈયું હાથ ન રહ્યું ને આંખમાંથી આંસુની ધાર થઈ. ચંદનબાળા એક સામાન્ય ઘરની દીકરી ન હતી પણ એક રાજકુમારી છે. મહાન રાજસુખમાં ઉછરેલી છે. યુદ્ધમાં પિતા મરી જવાથી ધારણી માતા અને પુત્રી ચંદનબાળા શીલ સાચવવા ત્યાંથી ભાગી છૂટ્યા. સારથીની ધારણી રાણી પર કુદષ્ટિ થતાં રાણી શીલ સાચવવા ગળે ટૂંપો દઈને મરી ગઈ. માતાના પ્રેમ અને વાત્સલ્ય ગુમાવેલી ચંદનાને આઘાત લાગ્યો. સારથીએ ચંદનાને વેશ્યાને ત્યાં વેચી પણ ચંદનાને શીલ સાચવવા માટે અંતરને પિકાર શાસનના દેવેએ સાંભળ્યો ને તેને ત્યાંથી છોડાવી, પછી શેઠ તેમના ઘેર લઈ આવ્યા.
ખમાં સુખને અનુભવ કરતી ચંદના” :- ત્યાં મૂળા શેઠાણીએ તેના હાથપગમાં બેડીઓ નાંખી માથે મુંડન કરી ભેંયરામાં પૂરી દીધી. કર્મની ફિલોસોફીને સમજેલી ચંદના ભોંયરામાં બેઠા બેઠા મહાવીરાય નમઃ ને જાપ કરતી દુઃખમાં પણ સુખને અનુભવ કરતી હતી. મૂળ શેઠાણીએ માથે મુંડન કર્યું ત્યારે એણે એ જ વિચાર્યું કે મારી પાલક માતાએ મારા પર કેટલો ઉપકાર કર્યો કે માથું ઓળવામાં સમય બગડે છે તે સમય ન બગડે ને હું પ્રભુ સ્મરણ વધુ કરી શકું તે માટે માથે શા. ૪૬