________________
શારદા સિદ્ધિ
૩૫૯ એક શ્રીમંત શેઠને ત્રણ દીકરાઓ હતા. વૃદ્ધાવસ્થાને કારણે શેઠનું શરીર ધીમે ધીમે અશક્ત થવા લાગ્યું. શેઠના મનમાં થયું કે હવે કાળરાજાની નોબત વાગી રહી છે. તે આ લક્ષમી ઉપર મારે મમત્વ શા માટે રાખવું? એટલે શેઠે ત્રણ દીકરાઓ અને પુત્રવધૂઓને બોલાવી બધી મિલ્કત સરખા ભાગે વહેંચી આપી. શેઠની પાસે હવે એક ચંદ્રકાંત મણું છે. શેઠે કહ્યું હું જ્યાં સુધી જીવતે છું. ત્યાં સુધી આ મણી મારી પાસે રાખી ! મારા મૃત્યુ બાદ તમે ત્રણે જણ વારા ફરતી ચાર ચાર મહિન રાખજે. મણીના ગુણ, તેની વિષેશતાઓ સમય આવ્યે હું બતાવીશ.
આસો માસની શરદ્પૂર્ણિમાની રાત્રી આવી. શેઠે આજે રાત્રે ત્રણે પુત્રોને બેલાવીને ચંદ્રકાંત મણીનું મહત્ત્વ બતાવવાનું નક્કી કર્યું. શેઠે રાત્રે ૧૧ વાગે ત્રણે પુત્રોને જગાડવા મોકલ્યા. પિતાની મિલકત તે મળી ગઈ હતી એટલે સૌથી મોટા અને બીજા નંબરના બે ભાઈઓએ વિચાર કર્યો કે અત્યારે મજાની સુવર્ણ ઊંઘ આવે છે તે આવી ઊંઘ બગાડીને આપણે જવું નથી. કાલે સવારે જશું, એમ વિચારીને આળસ કરીને તેઓ પિતાજી પાસે ન ગયા. નાને કરે વિચાર કરે છે પિતાજી હવે વૃદ્ધ અને ખૂબ અશક્ત બની ગયા છે. તેમણે બોલાવ્યા ને જે હું ન જાઉં તે તેમને કેટલું દુઃખ થાય? એમ વિચારી તે રાત્રે પિતા પાસે પહોંચી ગયે. દીકરે ગમે ત્યારે બાપા માળા. ગણતા હતા એટલે છોકરાને થયું કે, બાપાજીની તબિયત તે સારી છે તે શું કામ માટે બોલાવ્યા હશે? તેણે વિનયપૂર્વક પિતાજીને પૂછયું–પિતાજી! ફરમાવે. આપની શું સેવા છે? વિનયી સંતાને માતા પિતા પાસે જઈને વિનયપૂર્વક તેમની ચરણરજ માથે ચઢાવી પૂછે છે કે અહો કૃપાળુ માતાપિતા ! આપની શું સેવા છે? મારા લાયક સેવા ફરમાવે. અહીં નાના પુત્રે પણ એમ જ પૂછયું કે પિતાજી! અમારા લાયક આજ્ઞા ફરમાવે. એમ ન કહ્યું કે અડધી રાત્રે તમે મારી ઊંઘ બગાડી. ભાષામાં પણ વિનય છે જોઈએ. શત્રુને મિત્ર અને મિત્રને શત્રુ બનાવનાર ભાષા છે.
| નાના દીકરાને વિનય વિવેક જોઈને પિતાજી ખુશ થયા ને કહ્યું તારા બંને ભાઈઓ કેમ નથી આવ્યા? આજે મને મારું મૃત્યુ સૂજી આવ્યું છે. તે હું તમને બેલાવીને આ ચંદ્રકાંત મણીના વિધિવિધાન સમજાવી દઉં. શેઠ રાત્રે ૧૨ વાગે નાના પુત્રને લઈને અગાશીમાં ગયા. અડધે પાણી ભરેલે કુંભ મંગાવ્યું. ચંદ્રકાંતમણું મંગાવ્યું અને ઘરમાં જેટલું લેતું હતું તે બધું મંગાવી ઢગલો કર્યો. ચંદ્રકાંતમને પાણીથી ભરેલા કુંભમાં મૂકી દીધો. ચંદ્ર અને મણીને કિરણે જ્યારે એક થાય છે, ત્યારે મણીમાંથી સુવર્ણરસ નીકળીને વેઢા ઉપર ફેંકાય છે અને લોઢું સુવર્ણ બની જાય છે. નાના પુત્રને આ મણીની ઓળખાણ થઈ ગઈ. તેને વિધિવિધાને બધા સમજી લીધા. પિતાએ આ ચંદ્રકાંતમણી તેને સોંપી દીધું અને દરેક ભાઈને ઘેર ત્રણ ત્રણ મહિના રાખવાનું કહ્યું, પછી પિતાજી બધું આલોવી, વ્રત નિયમ લઈને તરત પરલોકવાસી