________________
૩૫૮
શારદા સિદ્ધિ
આજે પયુંષણ પર્વના પ્રથમ દિવસ છે. આ પત્ર આપણા અંતરના આરણ્ ટકોરા વગાડીને કહે છે, હું આત્મા ! આ પર્વના દિવસેામાં તું કષાયેના ઉપર વિજય મેળવ, આપણે વાત ચાલતી હતી કે કષાયે આપણું કેટલું અહિત કરે છે. અને એનડીએ ગુરૂદેવ પાસે આવીને વંદન કરીને પૂછે છે ગુરૂદેવ ! અમારા દીક્ષિત બનેલા ભાઈ કય ગયા ? ત્યારે ગુરૂદેવ કહે છે તેઓ જગલમાં ગયા છે. ગુરૂદેવની વાત સાંભળી બંને બહેને તે મુનિના દન કરવા જંગલમાં ગઈ. જંગલમાં મુનિને શેાધે છે પણ કયાંય દેખાતા નથી. છેવટે તેમની દૃષ્ટિમાં એક સિહુ પડે છે, મુનિને ન જોવાથી બહેનેા પાછી આવીને ગુરૂદેવને કહે છે, ગુરૂદેવ! અમે જંગલમાં ગયા પણ કયાંય મુનિ જોવામાં ન આવ્યા. એક સિ'હુ ઊભેલો જોયા. ગુરૂદેવ સમજી ગયા કે આ શિષ્યને જ્ઞાન પચ્યું નથી. તેમણે લબ્ધિથી સિંહનું રૂપ કયુ હશે. તેમને જ્ઞાનનું અભિમાન આવી ગયું લાગે છે. હવે આ શિષ્યને વિદ્યા આપવાથી તેને જ્ઞાન પાચન થશે નહિ. જ્ઞાન પચે તેને અપાય છે, માટે માનને જીતવાની જરૂર છે. માયા અને લોભ પણુ કષાય છે. હજારા વર્ષોં સુધી તપ કર્યાં પણ જો કષાયે પર વિજય મેળવ્યે નથી તેા કેવળજ્ઞાન થવાનુ નથી. તપ કરનારા પણ કષાયા પર વિજય નહિ મેળવનારા રહી ગયા અને કષાય વિજેતા, ક્ષમાસાગરો કલ્યાણ કરી ગયા, તેવા કાંઈક દાખલાઓ છે.
આ પÖમાં ચાર ખેલની આરાધના કરવાની છે: દાન,શીયળ, તપ અને ભાવ. પરિગ્રહ સંજ્ઞાના વિષઉતારવા માટે દાન છે. જેમ કોઈને સર્પ કરડયા ને ઝેર ચઢયું તે તે ઝેર ઉતારવા ગારૂડી કે ગરૂડ પક્ષી આવે તે તે ઝેર ઉતરી જાય તેમ પરિગ્રહના ઝેર ઉતારવા માટે દાન એ સંજીવની છે. દાન કઈ ફેકી દેવા જેવા કે લૂંટાવી મારવા જેવા ત્યાગ નથી. એ તેા જીવન રૂપ ધરતીમાં ધાન્યનુ' વાવેતર છે. જે અનેક ગણુ થઈ ને પાછું મળવાનું છે. મૈથુન સ`જ્ઞાને તેાડવા માટે શીયળ છે. આહાર સ'જ્ઞાને તાડવા અને અણુાહારિક પદને પ્રાપ્ત કરવા તપ છે. અને ભયસ’જ્ઞાને તેાડવા માટે ભાવ છે. આ રીતે ધમ ચાર પ્રકારથી થઈ શકે છે. આજે જેની પાસે અઢળક સપત્તિ છે તેઓમાં ઘણાં વ્યસની અને ઉડાઉ નજરે પડે છે. જરૂરિયાત વિનાની નકામી વસ્તુએ પાછળ ધન વેડફી દેવાય છે. સ‘સારના કાર્ડમાં કરકસર કરો પણ દાન આપવામાં નહિ. ધર્માંના ક્ષેત્રે ધનનો સદુપયોગ કરો. માત્ર સંગ્રહ કરવાની ભાવના ન રાખતા દાન ત્યાગની શુદ્ધ ભાવનાથી પણુ જીવન પવિત્ર બને છે. શુદ્ધ ભાવનાથી પણ મહાન લાભ થાય છે. ભરત મહારાજાએ અરિસા ભવનમાં શુદ્ધ ભાવના ભાવતા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ, પવિત્ર ભાવનાઓથી પર્યુષણ પર્વની આરાધના થઈ શકે છે. સમય ચાલ્યા જશે પછી પસ્તાવાના પાર નહિ રહે. જે સમયને ઓળખીને એના ખરાખર લાભ લઈ લે એ બુદ્ધિમાન કહેવાય છે.