________________
શારદા સિદ્ધિ
કપs મોટી સભા કે કોંગ્રેસ જેવી મોટી સંસ્થાના પ્રમુખ તરીકેનું પદ મળવું અતિ મુશ્કેલ નથી. સાધારણ કુટુંબમાં જન્મેલા માણસને રાજ્ય મેળવવાની ઈચ્છા થાય અને પરાક્રમથી સતત પુરૂષાર્થ કરે તે સૈન્ય એકઠું કરી શત્રુની સાથે લડી કદાચ રાજ્ય પણ મેળવી શકે. શિવાજીએ સાધારણ સ્થિતિમાંથી પુરૂષાર્થ કરી મરાઠા સૈન્યને ભેગું કરી પરાક્રમથી લડાઈ કરી રાજ્યને વિસ્તાર વધાર્યો. તપના બળથી ઈન્દ્રની પદવી પણ પ્રાપ્ત થાય છે. તામલિ તાપસે ઈશાનેન્દ્રની અને કાર્તિક શેઠે શકેન્દ્રની પદવી, તપોબળથી મેળવી છે. પ્રમુખપદ, રાજ્યપદ અને ઈન્દ્રપદ એ ત્રણ પદવીઓ પ્રયત્ન દ્વારા મેળવી શકાય છે. આ ત્રણ પદવીઓ ભભકાદાર અને મોટી લાગે છે પણ બધિરત્ન એટલે સમ્યક્ત્વ જેટલી તેની મહત્તા નથી. તે પદવીઓ થોડા માસ કે થોડા વર્ષો સુધી પિતાને ચળકાટ બતાવે છે. તે એક ભવ પૂરતી છે. જ્યારે બોધિરત્નને પ્રકાશ ભવભવ સુધી રહે છે. એટલું જ નહિ પણ અનંત, અક્ષય, અવ્યાબાધ, મોક્ષને શાશ્વત આનંદ આપનાર પણ તે જ છે.
- આજને દિવસ કેવો પવિત્ર ને મંગલકારી છે કે ઉપાશ્રયે નહિ આવનારા પણ આજે બધા આવે છે. આ પવિત્ર દિવસોમાં દે નંદીશ્વર દ્વીપે જઈને મહત્સવ - ઉજવશે. જ્યારે તમને સામાયિક લઈને બેઠેલા દેખે કે તપ કરતા દેખે કે સંયમી આત્માને દેખે ત્યારે જે સમકિતી દે છે તે બેલે છે કે ધન્ય છે આ મહાન ત્યાગી સંચમી આરાધકેને! ધન્ય છે આ તપસ્વીઓને અને દેશવિરતિ શ્રાવકોને ! કે જેઓ ઉગ્ર તપશ્ચર્યાઓ કરી રહ્યા છે. સંયમી સાધકે રત્નત્રયીની સાધના વડે પ્રબળ પુરૂષાર્થ ખેડી કર્મની કાતીલ જજીને તેડી રહ્યા છે. હે ભગવાન! અમને આ અવસર કયારે આવશે? દેવેની પાસે ગમે તેટલા ભૌતિક સુખ હોય પણ તેમની પાસે વિરતિ નથી. સમ્યક્ત્વ પામેલા હોવા છતાં અવિરતિના ઘરમાં બેઠા છે. સમકિતી દેવે રેજ શું ભાવના ભાવે છે? અહો હે પ્રભુ!
આવો અવસર અમને ક્યારે આવશે, કયારે પામીશું આ નર અવતાર છે, સર્વ દુઃખેનું અંત કરવાનું સ્થાન જ્યાં, જન શાસનમાં લેશું સ યમ ભાર જે.
અમને એ સુંદર અમૂલ્ય અવસર ક્યારે આવશે કે આ અવિરતિના બંધન તેડી વિરતિને પામવા કીમતી માનવદેહ કયારે પામીશું? જે શરીર દ્વારા સર્વવિરતિ એટલે ચારિત્ર માને અંગીકાર કરી સમ્યફ પુરૂષાર્થ દ્વારા કર્મબંધને તેડી મોક્ષના મહાન સુખને મેળવી શકાય છે. એ આર્ય ભૂમિમાં માનવદેહ કયારે પામીશું? સમક્તિી દેવ આર્યભૂમિ, માનવદેહ, જૈનશાસન, જૈનધર્મ અને સંયમ માર્ગને ઝંખતા હોય છે. તેમને દેના ભૌતિક સુખોમાં આનંદ નથી આ તે. મિથ્યાત્વી દેવાને એ સુખો છેડવાના થાય ત્યારે દુઃખ થાય છે, માટે ચતુર્ગતિમાં રખડતા આત્માને ઠેકાણે લાવવા સમ્યક્ત્વ રૂપી રત્નને પ્રાપ્ત કરવાની જરૂર છે.