________________
શારદા સિદ્ધિ
૩૫૫ જીવન પ્રિય છે ને મરણ અપ્રિય છે. એટલે બૂમાબૂમ ન કરતાં તે દીકરાને ઘરમાં લઈ ગઈ, હંસકુમારને ધીમે ધીમે શરીરમાં ઝેર ચઢવા લાગ્યું. કુમાર સપના કાતીલ ઝેરથી બેભાન બની ગયો. માતા ખૂબ ગૂરવા લાગી ને રડવા લાગી. છેવટે પુત્રનું
ળું માથામાં લીધું. ઘણું ઉપચાર કર્યા છતાં મૂછ ન વળી, આંધળાની લાકડી સમાન, જીવનદીપક સમાન પિતાના એકના એક પુત્રની આવી દશા જોઈ માતા ખૂબ ગભરાઈ ગઈ, તે રડતી રડતી કહે છે હે વહાલા હંસ! તને શું થયું ? તું એક વાર તે બેલ. હે હંસ ! તારી આ વૃદ્ધ માતાનું શું થશે? તારી માતાને પોકાર તે સાંભળ. આમ કરૂણ સ્વરે કપાંત કરતી બલી રહી છે. તેને અવાજ સાંભળીને આડોશીપાડોશી બધા ભેગા થઈ ગયા. તે બધા કહે, મા! તારા દીકરાને સર્પદંશ થયેલ છે. તેને ભયંકર ઝેર ચઢી ગયું છે. તે ઝેર ઉતારવા ઘણું ઉપચાર કર્યા પણ ઝેર લેહીમાં ભળી ગયું લાગે છે.
હંસને જોઈને તેની માતા તે કાળો કલ્પાંત કરે છે. હું મારા લાલ! તું એક વાર તે બેલ. આંખ ખોલીને એક વાર મારા સામું તે જે. શું તું તારી પ્રેમાળ, મમતાળુ માતાને મૂકીને ચાલ્યા જઈશ? હે પુત્ર! આ તારી રાંક માતાનું શું થશે? શું આ રાંક માતાનું રત્ન રોળાઈ જશે ! તારા વિના હું એક ક્ષણ પણ કેવી રીતે જીવી શકીશ? હે હંસ! તું શું મારાથી રિસાઈ ગયો છે કે જવાબ પણ આપને નથી ! આમ આખી રાત રડતી રડતી માતા “હે હંસ ! હે હંસ !” એમ પુત્રનું નામ લઈને કપાત કરી રહી છે. આમ થતાં આખી રાત પૂરી થઈને સવારને સમય થયે ત્યાં પુત્રની લીલીછમ કાયા ધોળી થઈ ગઈ. થોડી વાર પછી ઉલ્ટી થઈ એટલે બધું ઝેર નીકળી ગયું ને હંસ ધીમે ધીમે ભાનમાં આવ્યો. આથી માતાના આનંદની અવધિ ન રહી. હંસને સર્પનું ઝેર ઉતરવાનું કારણ એ હતું કે માતા પિતાના પુત્રનું નામ હંસ હોવાથી વારંવાર કલ્પાંત કરતી હંસનું નામ બોલતી હતી, પરંતુ હૂં અને ર એ બંને અક્ષરે ગારૂડિક મંત્રના બીજક હોવાથી વારંવાર એ અક્ષરેને પ્રવેગ થતાં ઝેર ઉતરી ગયું. માતા એ જાણતી ન હતી કે હંસ એ ગારૂડિક મંત્રના બીજક અક્ષરે છે. પુત્ર બેભાન અવસ્થામાં પડેલે હતે. આવા સંગોમાં પણ હંસ એવા અક્ષરેનું વારંવાર ઉચ્ચારણ કરવા માત્રથી હંસ શબ્દ મંત્ર રૂપ બની ગયો ને તેથી ઝેર ઉતરી ગયું.
બંધુઓ! શબ્દ તેના તે હોય પણ તેમાં જે ભાવ જોડાય અને શ્રદ્ધા સહિત તેનું સ્મરણ કરવામાં આવે છે તે મંત્ર રૂપ બની જાય છે. મોતી પડીકામાં હોય તે તેને ખેતી કહેવાય પણ તે જ મોતને દોરામાં પરોવાય તે તેને મોતીની માળા કહેવાય છે. તેમ જૈનદર્શન પણ એમ કહે છે કે જેના જીવનમાં એક વાર સમ્યક્ત્વને દરે પરવા તેણે મોક્ષની ટિકિટ મેળવી લીધી. તે વીતરાગ બનવાને લાયક બન્યું. દેરા