________________
૩૫૪
શારદા સિદ્ધિ એક વખત બે બેનડીએ ગુરૂદેવના દર્શન કરવા ગઈ. દર્શન કરી ગુરૂદેવને વંદન નમસ્કાર કરીને પૂછે છે અહ ગુરૂ ભગવંત! અમારા દીક્ષિત બનેલા ભાઈ કયાં છે?
જ્યારે ચૌદપૂર્વનું જ્ઞાન અપાતું હતું તે સમયની આ વાત છે. તે મુનિએ ખૂબ વિનય વિવેકપૂર્વક ગુરૂદેવ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. જ્ઞાની કહે છે કે જે જ્ઞાન વિનય અને સમજણપૂર્વક ભણાય તે તે મંત્રરૂપ બની જાય છે. નવકારમંત્ર એ મહાનમંત્ર છે. જે તેને શ્રદ્ધાથી વિનય સહિત ભણવામાં આવે તે એ મહાનમંત્ર બની જશે. શબ્દ તેને તે છે પણ ભાવમાં ફરક છે.
એક ગામમાં એક વૃદ્ધ માતાને એક દીકરે હતે. માતા ખૂબ દુઃખીયારી છે. મહેનત મજૂરી કરીને આજીવિકા ચલાવે છે. ગરીબી છે પણ ગરીબાઈમાં અમીરી ઘણું છે. તેના છોકરાનું નામ હંસ હતું. માતાએ પિતાના લાડકવાયા પુત્રનું જીવન ઘણાં સુંદર સંસ્કારોથી ઘડયું હતું તેથી હંસનું જીવન પણ સદ્ગુણેની સુવાસથી મહેકી રહ્યું હતું. હંસ મોટો થતાં માતાએ તેને ઘણાં કટ વેઠીને ભણુ. હંસ ભણીગણીને હોશિયાર છે, પણ માતૃભક્તિ તે ભૂલતું નથી. માતાની સેવા ખૂબ કરે છે. આથી માતાને ખૂબ સંતોષ થયે. હંસ ભણીગણીને તૈયાર થયે એટલે તેને કોઈ સારી મીલમાં નોકરી મળી ગઈ. હવે મા દીકરે સુખપૂર્વક જીવન નિભાવવા લાગ્યા. માતાને પુત્ર પ્રત્યે ખૂબ લાગણી છે, વાત્સલ્યના વહેણ વહે છે. માતા તે સદા સંતાને માટે હિત ઈચ્છતી હોય છે. તેને પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. આ પુત્રને માતા ઉપર ખૂબ પ્રેમ અને પૂજ્યભાવ છે, માતૃદેવો ભવઃ એ સૂત્ર તેના હૃદયમાં કેતરાઈ ગયું છે. ખરેખર જે સંતાનોથી માતાપિતાને શાંતિ મળે અને તેમનું હૈયું ઠરે તે સાચા દીકરા પણ જે સંતાને મા-બાપને અશાંતિ કરે, તેમનું હૈયું બાળે, તેમની આજ્ઞાને અનાદર કરે તે દીકરી નહિ પણ ઠીકરા છે. એ સંતાન નથી પણ શેતાન છે. આ હંસને જે પગાર મળે છે તેમાંથી બંનેને સંતોષથી જીવનનિર્વાહ થઈ શકે છે. આ બંનેની ધર્મ પ્રત્યેની ભાવના અને શ્રદ્ધા પણ ખૂબ છે.
એક વખતના પ્રસંગમાં એવું બન્યું કે હંસને નેકરીએથી આવતાં મોડું થઈ ગયું. સૂર્યાસ્ત થઈ ગયે. અમાસ જેવું ઘમઘેર ભયંકર અંધારું છવાઈ ગયું, તે સમયમાં અત્યારના જેવી લાઈટ ન હતી. આવા અંધારામાં આવતાં ઘરની બહાર તેને એક ઝેરી સર્ષે આવીને ડંખ માર્યો એટલે તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ હંસની ચીસ સાંભળીને તેની માતા એકદમ ઘરમાંથી બહાર દોડી આવી અને પૂછ્યું કે દીકરા ! તને એકદમ શું થયું? હસે કહ્યું માતા ! મને સર્પ કરડ્યો છે. માતાએ અંધારામાં સર્પને જતાં પણ બૂમાબૂમ ન કરી, કારણ કે કદાચ કોઈ બૂમ સાંભળે તે સર્પને મારી નાંખે. તેના જીવનમાં અહિંસા ધર્મ વસેલું હતું. તે સમજતી હતી કે જગતના સર્વ જી જીવવાને ઇચ્છે છે. કોઈ મૃત્યુને ઈચ્છતું નથી. બધાને