________________
શારદા સિદ્ધિ
૩૫૩ જરા ક્રોધ કર્યો, માન, માયામાં ફસાયા કે લોભમાં લલચાયા ત્યાં બસ એ તમારા પર ચઢી બેસી દુર્ગતિમાં રોળી નાંખવા તૈયારી થઈ જાય, માટે હવે એ કષાયે સામે આપણા આત્માનું રક્ષણ કરવું જોઈએ કે એના શરણે જવું જોઈએ? હજુ કષાયોની ભયંકરતા અને એને પીછે પકડવાની કટ્ટરતા પિછાની નથી એટલે બેફિકર થઈને ફરીએ છીએ નહિતર તે મવાલી ગુંડાની જેમ એના પડછાયાથી દૂર ભાગતા હત.
બંધુઓ ! દૂધમાં સાકરને બદલે મીઠું પડી ગયું તે અરરર....આ શું કર્યું? એમ થઈ જાય. દવા પીવા માટે દવાની બાટલી બેલી દવા પીવા લીધી ત્યાં બાટલી પર નજર ગઈ કે આ પોઈઝન છે તે ત્યાં એકદમ અરેરે...મેં આ દવા કયાં પીવા લીધી એમ થાય છે. મકાનની સીડી ચઢતાં એક પગથિયું ભૂલથી ચૂકાઈ ગયું ને ગબડી પડયા તો અહાહા થાય છે પણ જીવનમાં ક્રોધ, માન, માયા, લોભ આવી જાય ત્યારે અરરર....મેં આ શું કર્યું? એ અકસેસ ભર્યો રણકાર આત્મામાં થાય છે? લૌકિક નુકસાનને ખટકારે છે એટલો આત્મિક નુકસાનને નથી. તમે જૈનકુળમાં જન્મ્યા છે. જિનશાસનને માનનારા છે તે જિન એટલે શું? ખબર છે? કષાયોને જીત્યા તે જિન અને કષાયે રૂપી પરદેશી શાસકેને ભગાડવા માટે ઝંડા લઈને ફરે તે જૈન. કષાની સામે તેની આંખો લાલચળ હોય. જેમ પરદેશી પ્રજા તમારા દેશ પર આક્રમણ કરે ત્યારે તેની સામે કેટલા પાવરવાળે અને ખૂનસવાળા રહે છે? બસ, એ પરદેશીઓને તે ભારતની બહાર ભગાડી મૂકીએ. એમણે તે અમને કચરી નાંખ્યા છે. આ ન્યાયે સમજે. કપાયે શું પરદેશી નથી ? કષાય એ આત્માની વિભાવ દશા છે એટલે એ પરદેશી છે. એણે શું આત્માના ગુણેને સત્યાનાશ નથી સર્યો ? આ કષાય રૂપી દુમનેની સહાયથી આત્મા પોતે જ પોતાનું નિકંદન કાઢે છે. કક્ષાના પરિણામે સંસાર અખંડ રહે છે. સંસારને પુષ્ટ કરનારા પાપને જેને ખપ નથી તેણે કષાયથી દૂર રહેવું જોઈએ. કષાય આવે કે સમજવું કે પાપને પહેરેગીર આવ્યો. કષાયથી પાપ, પાપથી કર્મ અને કર્મથી સંસાર ઉભું રહે છે. સંસાર ઉભે છે તેને તે પછી પૂછવાનું શું ?
સંસારમાં દુઃખાના મોટા સમુદાય ખડકાયેલા છે, દુઃખોના ટોળા ફરે છે માટે જે કષાયથી કંટાળ્યા હોય તેમણે કાને છેડી દેવા જોઈએ. અનંતકાળથી કષાયની ચાલી આવતી કુટેવ સામે કિલ્લેબંધી કરવી જોઈએ, એટલે કોઈની સામે ક્ષમા. માનની સામે નમ્રતા, માયાની સામે સરળતા અને લોભની સામે સંતેષ રૂપ કિલ્લેબંધી થાય તો આ કષાય રૂપી ડાકુઓ આત્મામાં પ્રવેશી શકે નહિ, માટે ભગવત કહે છે કે, આ આંતરદુશ્મનની મસ્તી અને દસ્તી કરતા નહિ. જે કરશે તે અનંત ભવ સુધી ઠેકાણું નહિ પડે. કપાયે કેટલું અહિત કરે છે તે ન્યાય આપીને સમજાવું. શા. ૪૫