________________
પર
શારદા સિતિ
મુક્તિનગરીને મેળવી શકે, ત્યારે ગુરૂએ કહ્યુ' હે શિષ્ય ! સાંભળ. કષાયેા ઉપર સપૂર્ણ વિજય મેળવે તે જીવને મેાક્ષની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં ભગવાનને પ્રશ્ન કર્યાં છે હે ભગવત! કસાય પશ્ચ ખાણેણુ ભંતે! જીવે કિ જયઈ? કષાયેાના પચ્ચક્ખાણથી જીવને શુ ફળ પ્રાપ્ત થાય ? ત્યારે ભગવાને કહ્યું ‘કસાય પચ્ચક્ખાણેણુ' વિયરાગભાવ' જયઈ, વીયરાગભાવ' પડિવન્ને વિયણું જીવે સમસુહદુખે યાવિ ભવઈ !! કષાયના પચ્ચક્ખાણુથી જીવને વીતરાગ ભાવની પ્રાપ્તિ થાય છે. વીતરાગ ભાવને પામેલા જીવને સુખ અને દુઃખ અને સમાન હાય છે.
કષાયાને દૂર કરવાથી આત્મસાધના થાય છે. જેમ જેમ કષાયેા ઘટતી જાય, દૂર થતી જાય તેમ તેમ આત્મા ગુણુસ્થાનક ઉપર ચઢતા જાય છે. કષાય અગિયારમા વીતરાગી ગુણસ્થાનક સુધી છે. ૧૧ મા ગુણસ્થાનક સુધી ચઢેલો જીવ જો સુક્ષ્મ લોળના ઉદય થાય તે કષાય અગ્નિ પ્રગટતાં નીચે છેક પહેલાં ગુણસ્થાનક સુધી પટકાઈ જાય છે. તમારુ· ગુણસ્થાનક પાંચમુ છે ને અમારુ· ગુણસ્થાનક છઠ્ઠું છે. અહીં પણુ કષાયેા છે, પણ પુરૂષાર્થ કરવાથી તે ધીમે ધીમે મ'દ થઈ જાય છેઃ આ મ'ગલ પર્વની આરાધના સારા મૂલ્યવાન વસ્ત્રો અને કીમતી અલકારો પહેરવાથી થતી નથી પણ કાચા ઉપર વિજય મેળવવાથી થાય છે. ક્રોધે સર્જેલો આજ સુધીના કરૂણ ઇતિહાસ જો કોઈ ખુલ્લી આંખે એક વાર વાંચે તે એને ક્રોધ ઉપર ક્રોધ આવ્યા વિના રહે નહિ. જેટલો ક્રોધ ભયંકર છે તેટલા માન, માયા અને લોભ પણુ ભયંકર છે. જીવતું જ્યાં માન હણાય ત્યાં ક્રોધ અગ્નિ પ્રજળી ઉઠે છે. માનરૂપી અજગરને જીતવા સહેલો નથી. માયા અને લોભ પણ ભયંકર છે. કાયા શત્રુ ઉત્પન્ન કરાવે છે ને પરસ્પર મિત્રતાને તોડાવે છે, માટે ભગવાન પણ કહે છે કે આત્માએ ! જો તમે વમે ચત્ત િયોનો ૭ મુઇન્તે દિયમqળો । આત્માનુ હિત ઇચ્છતા હૈા તે ચાર કષાય રૂપ દોષાનું વમન કરી દો. કષાયા પાપી છે, એ સંસારરૂપી વૃક્ષના મૂળમાં પાણી સી'ચવાનુ કામ કરે છે તેથી સ'સાર વૃક્ષ ફાલ્યુ. ફૂલ્યુ રહે છે, માટે કષાયેા રૂપી આંતરશત્રુ સામે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે.
જેમ ખધા એટલે પાકટ માણસ એક વખત ઘરમાં પેઠો કે પછી નીકળે નહિ તે રીતે કષાયા પણ ખ'ધા માણસ જેવી છે. તેની ખધાઈ તેા કેટલી બધી છે કે સાધુપણાની ઉચ્ચ કક્ષાએ પહેાંચવા છતાં આ કષાયા એમને ગળચીમાંથી પકડે છે. એક સામાન્ય દુશ્મન હોય તે પણ આપણે એનાથી સાવધાન રહીએ છીએ. જો જરા ગાફેલ રહ્યા તા એ લાકડી મારી જાય છે ત્યારે અહીંયા કષાય એ તે સામાન્ય દુશ્મન નહિ પણ ગળાવાઢ દુશ્મન છે. પાછે તે એક વખતનો કે એક ભવના દુશ્મન નહિ પણ ભવાભવને દુશ્મન છે. તે તેના ભય કેટલો હોવા જોઈએ ?