________________
૩૫૦
શારદા સિદ્ધિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાડાબાર વર્ષને એક પખવાડિયા સુધી અઘેર સાધના કરી કમ જંજીને તોડવા સમ્યક્ પુરુષાર્થના કુહાડા ઉપાડ્યા અને ઘાતી કર્મોને ક્ષય કરી કેવળ જ્ઞાનની દિવ્ય જ્યોતિ પ્રગટાવી. એવા ભગવાને આરાધના કરવા માટે આ પનોતું પર્યુષણ પર્વ રજૂ કર્યું. આ પર્વ લોકેાર પર્વ છે. જે પર્વની આરાધના કરવાથી આત્મા લોકના માથે એટલે કે મોક્ષ મંજિલે પહોંચી જાય છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ એટલે આત્માને પાપથી પેલે પાર પહોંચાડનાર પાવન પર્વ. સમસ્ત સંસારને સંગ્રામ નહિ પણ ક્ષમાને સંદેશ સુણાવતું, હિંસાના ઘોર વટવૃક્ષને મૂળને ઉખેડીને અહિંસાને અંકુર પાવતું, આ મહાન મંગલકારી પર્વ આપણને એલાન કરીને કહે છે કે શત્રુના હૃદયમાં રહેલી શત્રુતાને પ્રેમની તલવારથી તેડી નાંખે, પ્રેમનું પાણી પીવડાવો, ક્ષમાનું સરબત ધરો તે શત્રુ પણ તમારો મિત્ર બનીને તમારા ચરણમાં આળોટશે. પ્રેરણવંતુ પાવનકારી પર્યુષણ પર્વ જેના પુનિત પગલે માનવમાં પડેલી સુષુપ્ત શક્તિઓ જાગ્રત બને છે. વર્ષમાં કંઈ ન કરનાર આ પર્વની પ્રેરણા પામી પાવનકારી બને છે. એક શહેર, એક ગામ કે જેનું એક ઘર એવું નહિ હોય કે જે પાવનકારી મહાપર્વના પનોતા પગલાથી નવપલ્લવિત ન બન્યું હોય ! આકાશમાં કરડે તારાઓને પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય તેમ આ મહાપર્વને પ્રકાશ બહારની રોશનીને ઝાંખી પાડી અંતરના અંધકારને નાશ કરી આત્મપ્રકાશની દિવ્યજતિ પ્રગટાવે છે. કે આ પર્વાધિરાજ પર્વનું મંગલ આગમન થતાં નાના મોટા સૌના અંતરમાં આનંદની સરવાણીઓ ફૂટે છે. નવપલ્લવિત ગુલાબ પિતાની મઘમઘાટ ભરી સુવાસને ચારે બાજુ પ્રસરાવે તેમ ધર્મ રૂપી પુષ્પની સુવાસને પ્રસરાવતું આ પર્વ આપણા આંગણે આવીને ઊભું છે. આ પર્વ સૌના દિલમાં મૈત્રીભાવનું તથા અહિંસાનું પવિત્ર ઝરણું રેલાવે છે. વિષયમાં પાગલ બનેલાઓની શાન ઠેકાણે લાવે છે. મેહની ગાઢ નિદ્રામાં પોઢી રહેલા આત્માઓને જાગૃત કરે છે. અનાદિકાળના મહિના તથા કુવાસનાના સંસ્કારને દૂર કરી આત્મારૂપી ઉપવનમાં ધર્મની પમરાટ પ્રસરાવે છે. આત્મામાં અપૂર્વ ઉત્સાહ અને બળ પ્રગટાવે છે. આત્મા સાથે ચિરકાળથી સંગ્રામ ખેલી રહેલા આઠ કર્મો રૂપી મહા બળવાન ધાને સામને કરી આત્માને જવલંત વિજય પ્રાપ્ત કરાવી મોક્ષના મહાસુઓને ભોક્તા બનાવે છે.
પર્વ બે પ્રકારના છે. લૌકિક અને લોકેત્તર. જે પર્વોમાં કેવળ રંગરાગનું પ્રાધાન્ય હોય છે તે લૌકિક પર્વ. આ પર્વોનું આધ્યામિક દૃષ્ટિએ મહત્વ નથી. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્માને ઊદર્વગતિના રોપાન સર કરાવનાર લેકોત્તર પર્વ છે. આ પર્વમાં રંગરાગનું મહત્વ નથી. રંગરાગને તે તિલાંજલી આપવામાં આવે છે. આ પર્વમાં તે મહત્ત્વ છે વિરાગ અને ત્યાગનું. આ પર્વની આરાધના કરવાથી લોકેત્તર