________________
શારદા સિદ્ધ
૩૪૯ બાજુ પર બેઠે છે ને આંખમાંથી આંસુ પડે છે. તે વખતે ત્યાંથી એક સજજન પુરુષ નીકળે. એણે ભીમસેનને ગ્લાન ચહેરો જોઈને પૂછ્યું કે, તું કેણ છે ? તારી મુખમુદ્રા જેતા એમ લાગે છે કે તારા ઉપર ઘણી મોટી આફત આવી ગઈ છે. ભાઈ ! જે હોય તે તું મને કહે. મારાથી બનતી સહાય કરીશ. સજજન માણસની પવિત્રતા અને ગંભીરતા જોઈને ભીમસેને પિતાની વીતકકથા કહી સંભળાવી. એની કહાનીએ સજજન માણસના દિલને ડેલાવ્યું. અરેરે...માનવી જેવા માનવીની આ દશા ? વિધિના લેખ અલૌકિક છે. ખરેખર, કર્મ સત્તા ઘણી નિષ્ફર છે. ભીમસેનની વાત સાંભળીને એને ખૂબ દયા આવી એટલે કહ્યું –ભાઈ! તમારું દુઃખ દૂર કરવા માટે એક ઉપાય બતાવું. સાંભળો.
બારહ યોજન આપ પધારે, નગરી પુરપઈઠાન,
બત્રીસ રૂપિયા રાજા દેવ, રહને કાજે મકાન. અહીંથી બાર જોજન દૂર પઠાણપુર નામનું એક નગર છે. એ નગરમાં ઘણું ધનવાન અને ઉદાર પુરુષો રહે છે. એ નગરમાં અરિજય નામે રાજા રાજય કરે છે. એ રાજા ઘણું દયાળુ ને પરોપકારી છે. તે દર છ મહિને પ્રજાના દુઃખ દર્દ જાણવા બહાર નીકળે છે, અને અનેક દુઃખીઓને મદદ કરી તેમનો ઉદ્ધાર કરે છે. જરૂરિયાતવાળાને ધન આપે છે. ભૂખ્યાને ભજન અને નવસ્ત્રાને વસ્ત્ર આપે છે. ઘરબાર વિનાનાને રહેવા માટે ઘર આપે છે, બેકારને નેકરી આપે છે, અપંગોનું રક્ષણ કરે છે, સાધુસંતોની સેવા કરે છે. પિતાના કર્મચારીઓને યોગ્ય ઈનામ આપે છે. જીવનનિર્વાહ માટે તે દરેક કર્મચારીઓને પ્રતિમાસે બત્રીસ રૂપિયા આપે છે. આમ અનેક રીતે દયા ધર્મનું પાલન કરે છે. આ રાજાના જમાઈ તે તેમનાથી પણ વધુ સહાય આપે છે. દર મહિને તે ચેસઠ રૂપિયા આપે છે. જમાઈનું નામ જિતશત્રુ છે. તે ભાઈ! બધી ચિંતાઓ છેડી તમે પુરપઈઠન નગરે પહોંચી જાઓ. ત્યાં તમારું જલ્દી કલ્યાણ થશે. હવે આ બાબતમાં ભીમસેન સુશીલાને પૂછશે ત્યારે સુશીલા શું કહેશે તે અવસરે.
બંધુઓ ! સમય તે થઈ ગયો છે. આવતી કાલે આપણા મેંઘેરા મહેમાન પર્યુષણ પર્વની પધરામણ છે. આજ દિવસ આપણને મંગલ વધામણી આપે છે. હવે આ પર્વના દિવસોમાં શું કરવું તેને વિચાર કરી આરાધનામાં ઉજમાળ બનશે. ૐ શાંતિ
HT
વ્યાખ્યાન નં. ૩૫ શ્રાવણ વદ ૧૩ ને સેમવાર “અઠ્ઠાઈ ધર”
તા. ૨૦-૮-૭૯ “આરાધનાનું એલામ” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાસાગર, શાસન સમ્રાટ