________________
શારદા સિદ્ધિ
૩૪૭ મનોહર હિતે. કુમારે બગીચામાં પ્રવેશ કર્યો. બગીચાની શોભા નિહાળતે તે આગળ ચાલ્યા. જેમ જેમ આગળ ચાલતો ગયો તેમ તેમ તેનું આશ્ચર્ય વધતું ગયું કે, અહો! આવા નિર્જન અને ઉજજડ શહેરમાં આવો સુંદર નંદનવન જે બગીચે કયાંથી? વસ્તી વગર બગીચે નવપલ્લવિત કયાંથી? આમ અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરતે આગળ ચાલ્યો. ત્યાં તે એણે સાત માળને એક ભવ્ય મહેલ જે. આથી કુમારનું આશ્ચર્ય વધ્યું. આશ્ચર્ય મુગ્ધ બનેલા બ્રહ્મદત્ત મહેલમાં પ્રવેશ કર્યો. સીડી ચઢતા ચઢતા સાતમા માળે પહોંચ્યો. ત્યાં શું આશ્ચર્ય જેશે તે વાત અવસરે.
ચરિત્ર – ભદ્રાએ સુશીલા અને તેના બાળકોને ઢસેડીને ઘરની બહાર કાઢી મૂક્યા. પિતાની પત્નીની ને પુત્રની આ દશા જોઈને ભીમસેનનું હૃદય કંપી ઊયું. અરેરે.... કર્મે મને છિન્નભિન્ન કરી નાંખે. રાજરાણી સુશીલાની આ દશા ! મારા જીવતાં એને આવાં દુઃખ ભોગવવા પડે છે! ભીમસેન પણ આ અપમાન સહન ન કરી શકે. કુલિન પુરુષો ભૂખનું દુઃખ સહન કરી શકે છે, ગરીબાઈને જીરવી શકે છે પણ આવું કલંક અને અપમાન સહન કરી શકતા નથી. આથી ભીમસેન રડતી આંખે ને બળતા હૈયે સુશીલા તથા બાળકને રડતા કકળતા લઈને શેરીની બહાર નીકળે. તે વખતનું દશ્ય ખૂબ કરૂણ હતું. લોકે બોલવા લાગ્યા કે આ બિચારા નિર્દોષ માણસોના માથે ભદ્રાએ કેર કર્યો. ભૂખ્યા તરસ્યા બિચારા કયાં જશે ? એમ મેઢથી બેલીને દયા કરવા લાગ્યા.
“નિષ્ફર હૃદયી ભદ્રા” :- ભીમસેન અને સુશીલાને રડતા જોઈને દેવસેના અને કેતુસેન પણ હીબકાં ભરીને રડવા લાગ્યા ને સુશીલાના ગળે વળગીને પૂછવા લાગ્યા હે બા ! શેઠાણીએ આપણને કેમ કાઢી મૂકયા ? એ લાંબા લાંબા હાથ કરીને તને કેમ વઢતી હતી ? ત્યાં તે નાને કેતુસેન પૂછે છે : બા-બાપુજી! હવે આપણે કયાં જઈશું? બેટા! ભાગ્ય લઈ જશે ત્યાં જઈશું. ચારે જણને નિરાધાર જતા જોઈને શેઠનું દિલ દ્રવી ઊઠયું. અરેરે...આ શું કરશે? શું ખાશે ? આ કુમળાં ફૂલ જેવાં બાળકનું હવે શું થશે ? લાવને થોડું અનાજ આપું. તે ગમે ત્યાં જઈને રાંધી ખાશે. એમ વિચાર કરીને ભેડા ઘઉં, બાજરી, ચોખા, દાળ વગેરેની એક પોટલી બાંધીને શેઠાણીથી છાનામાના પિોટલી સંતાડીને ભીમસેનને આપવા માટે બહાર નીકળ્યા.
ત્યાં ભદ્રાને જોઈ ગઈ એટલે તરત વાંદરાની જેમ કુદકે મારીને એણે શેઠના હાથમાંથી પિટલી ઝૂંટવી લીધી ને કહ્યું, હું બેટું કહું છું કે તમારી દાનત જ ખરાબ છે. એમ કહીને એક સળગતા લાકડાને જોરથી શેઠ ઉપર પ્રહાર કર્યો તેથી શેઠનું મન ઉદ્વિગ્ન બની ગયું. શેઠ કંટાળીને દુકાને ચાલ્યા ગયા ને ભદ્રા તે જાણે કંઈ બન્યું નથી એ દેખાવ કરીને સૂઈ ગઈ
ભીમસેન, સુશીલા અને બંને બાળકે ચારે જણ રડતી આંખે ગામની ભાગોળે