________________
શારદા સિદ્ધિ
૩૪૫ હોય પણ એના તેજ છાનાં રહેતાં નથી. એમ કુલપતિ બ્રહ્મદત્તનું મુખ જોઈને સમજી ગયા કે આ કઈ પુણ્યવાન આત્મા છે.
“ કલપતિના સમાગમથી બ્રહ્મદત્તને થયેલો સંતોષ” :- કુલપતિએ બ્રહ્મદત્તકુમારને પૂછયું ભાઈ! તમે ક્યાંથી આવે છે? આજે ઘણાં વખતે બ્રહ્મદત્ત ભાઈ શબ્દ સાંભળે. એના મે મે આનંદ થયે. એણે કહ્યું, ભગવન! ખૂબ ભૂખ્યા તરસ્યો છું. મારાથી ભૂખ-તેરસ સહન થતી નથી. મને કંઈક ખાવાનું આપે એટલે તાપસીએ એને ભેજન કરાવ્યું ને ઠંડુ પાણું આપ્યું. એની ભૂખ તરસ શાંત થયા પછી કુલપતિએ પૂછયું, હવે તમે કહો કે આ વનમાં તમારું આગમન કયાંથી થયું? બ્રહ્મદત્તને વાત કરવાનો કોઈ વિસામો ન હતો. એને થયું આ તો મહાત્મા લેકે છે એટલે મારી ગુપ્ત વાત કઈને કરશે નહિ. એમ સમજીને પિતાના પિતાજી ગુજરી ગયા પછી માતા દીર્ઘરાજમાં મોહાંધ બની છે ને પિતાને બાળી મૂકવા જેવું કપટ કર્યું ને પોતે અહી કેવી રીતે આવ્યો તે બધી વાત કુલપતિને કહી. કુમારની વાત સાંભળીને કુલપતિએ કહ્યું બેટા ! હું તારા પિતા બ્રહારાજાને મોટો ભાઈ છું. મેં બાળપણથી તાપસપણું અંગીકાર કર્યું છે. તો હવે આ તારા પિતાનું જ ઘર છે. હવે તું કઈ જાતની ચિંતા ન કરીશ. આ તારું ઘર માનીને આનંદથી રહે. તાપસના આશ્વાસનભર્યા મધુર વચને સાંભળીને જાણે એના બાપ મળ્યા હોય એ બ્રહ્મદત્તને આનંદ થયો અને સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યો. પતે તે અહી શાંતિથી રહે છે પણ પોતાના જીવન સાથી વરધનુનું શું થયું હશે? એની કઈ દશા હશે? એની કુમારને ખૂબ ચિંતા થવા લાગી. બ્રહ્મદત્ત કુમારને તાપસના આશ્રમે લગભગ એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયે.
કુમારનું અજોડ પરામ” – ગમે તેમ તોય ક્ષત્રિયને બચ્ચે છે ને! એટલે એને નવરા બેસી રહેવું ગમે નહિ. આ તાપસને ધનુર્વિદ્યા આવડતી હતી. તેમની પાસેથી કુમારે એક વર્ષમાં ધનુર્વિદ્યા બરાબર શીખી લીધી. એક વખત શરદુઋતુના દિવસે ચાલતા હતા. તાપસે પિતાની ભજન સામગ્રી મેળવવા માટે બહાર જતા હતા ત્યારે બ્રહ્મદત્તકુમાર પણ એમની સાથે ચાલ્યો. વનની શોભા જોતા જોતા બધા ચાલ્યા જતા હતા ત્યાં અચાનક એક ગાંડેતૂર બનેલો મદોન્મત હાથી દોડતે એની સામે આવ્યું. તાપસોએ કહ્યું કુમાર! તમે બાજુમાં ખસી જાઓ પણ કુમાર ખસ્યા નહિ. હાથી દોડતે એની પાસે આવ્યા. ઘણું જોરથી ચીત્કાર કર્યો. ચીત્કાર સાંભળીને કુમારે પોતાનું ઉત્તરીય-ઉપરનું વસ્ત્ર ઉતારીને તેના પર ફેંકયું. તે હાથીએ પિતાની સૂંઢથી પકડીને ઊંચે આકાશમાં ઉછાળ્યું ત્યારે કુમારે એ વસ્ત્રને કુશળતાથી અદ્ધર ઝીલી લીધું. કોધથી ધમધમતા હાથીને પોતાના તરફ દોડી આવતે જઈને કુમાર આમથી તેમ ગોળ ગોળ ફરવા લાગ્યું, એટલે હાથી પણ એની પાછળ ફરવા શા. ૪