________________
૩૪૮
શારદા સિદ્ધિ એક ઝાડ નીચે જઈને બેઠા. પછી ભીમસેન શેઠની દુકાને આવી હાથ જોડી પ્રાર્થના કરવા લાગે કે, શેઠજી ! શેઠાણીએ તે અમને ધકકા મારીને કાઢી મૂક્યા. તમે દયા કરીને અનાજ આપવા આવ્યા તે પણ શેઠાણીએ ઝૂંટવી લીધું. તે હવે અમારે શું ખાવું? મારે એક મહિનાને પગાર ચઢયે છે તે તમે મને આપી દે, તે અમે કંઈક લાવીને ખાઈ શકીએ. ભીમસેનની વાત સાંભળીને શેઠ તે વિચારમાં પડી ગયા, કારણ કે એમણે નક્કી કર્યું હતું કે દુકાનમાંથી એક રાતી પાઈનો ખર્ચ ન કરે, અને બીજી જે કંઈ રકમ હતી તે બધી ઘેર છે ને તે ભદ્રાને ખબર છે તેથી લઈ શકાય તેમ નથી. આ તે ચઢેલો પગાર દેવાને હતું છતાં શેડ મૌન રહ્યા. શેઠ દયાળુ ખૂબ હતા પણ સાથે લોભી ઘણા હતા. એટલે ગાંઠેથી પૈસા છૂટતા ન હતા, પણ ચઢેલો પગાર તે આપ પડેને ? શેઠે બે રૂપિયા આપીને કહ્યું : લે આ તારે પગાર..
“લોભી શેઠના દિલમાંથી વિદાય લેતી દયા” – શેઠે પગારના બે રૂપિયા આપ્યા તેમાંથી ભીમસેને એક રૂપિયામાં થાળી-વાટકો ને લોટ ખરીદ કર્યા, અને એક રૂપિયામાંથી લેટ દાળ, ચોખા, ઘઉં વગેરે અનાજ લાવ્યા. હવે રહેવા માટે ઘર ન હતું એટલે એમણે લાકડા, ઘાસ વગેરે શોધી લાવીને એક ઝૂંપડી બનાવીને તેમાં રહેવા લાગ્યા. એક રૂપિયામાંથી જે અનાજ લાવ્યું હતું તેનાથી છ દિવસ ટૂંકા થયા પછી બધું ખલાસ થઈ ગયું, એટલે આજીવિકાને પ્રશ્ન તે પાછો ઊભો જ રહ્યો. હવે કયાં જાઉં, શું કરવું તે ભીમસેનને સૂઝતું નથી. છતાં વિચાર કર્યો કે લાવ, મારા ઉપકારી શેઠ પાસે જાઉં એ જરૂર મને મદદ કરશે. એમ વિચારી પાછે શેઠની પાસે આવ્યા ને બે હાથ જોડીને આજીજી કરતે કહે છે : શેઠ! તમે આપેલા બે રૂપિયા ખલાસ થઈ ગયા. હવે અમારું શું ? અમે કયાં જઈએ ? શેઠજી ! આપ તે ખૂબ દયાળુ છે, સજજન પુરુષો તે હંમેશા દુઃખી ઉપર દયા કરે છે. આપ મારા ઉપર દયા કરે ને મને ભોજન માટે કંઈક વ્યવસ્થા કરી આપે. કાં તે મને તમારે ત્યાં ફરીથી નોકરીએ રાખી લો. શેઠે કહ્યું કે મારાથી હવે કાંઈ બને તેમ નથી. શેઠની વાત સાંભળીને ભીમસેન વિચાર કરવા લાગ્યું કે અમે બંને માણસોએ આ શેઠને ત્યાં તન તેડીને કામ કર્યું છતાં આજે મારા સામું જોતા નથી. એમના ઘેરથી હાથે પગે નીકળ્યા છીએ છતાં મારા પગાર ઉપરાંત રાતી પાઈ આપી નથી. ભીમસેન શેઠને ખૂબ કરગર્યો પણ શેઠે દાદ ન દીધી એટલે ભીમસેન દીન વદને ખાલી હાથે શેઠની દુકાનેથી પાછો ફર્યો ને ચિંતા કરતે કરતે ચાલવા લાગે.
દુઃખ દૂર કરવા બતાવેલો રસ્તે” – એના મનમાં હજારે પ્રશ્નો ઊઠતા હતા કે હવે મારે કયાં જવું, શું કરવું? જઈશ એટલે બાળકે પૂછશે કે બાપુજી ! કંઈ ખાવાનું લાવ્યા, તે હું શું આપીશ ? અરેરે...ભગવાન ! આ દુખેને અંત કયારે આવશે ? આમ ચિંતાતુર બનીને ભીમસેન લમણે હાથ દઈને રસ્તામાં એક