________________
૩૪૪
શારદા સિદ્ધિ આકુળવ્યાકુળ થઈ ગયું હતું. આંખે અંધારા આવતા હતા. એક પગલું પણ ચાલવાની શક્તિ ન હતી પણ સૈનિકને જોયા એટલે લાગ્યું કે હું પકડાઈ જઈશ તે બધો મામલો ખતમ થઈ જશે, એટલે ભૂખ તરસને ભૂલીને પિતાને જાન બચાવવા મૂઠીઓ વાળીને ભાગ્યે ને મહા ભયંકર જંગલમાં પહોંચ્યો. ભૂખ તરસથી પીડાતે કુમાર ત્રણ ત્રણ દિવસ સુધી જંગલમાં ભટકશે પણ એને ખાવા પીવાનું મળ્યું નહિ. હવે ચલાતું નથી. કયાં જવું ને શું કરવું એ સૂઝ પડતી નથી. છેવટે થાકેલો બ્રહ્મદત્તકુમાર એક ઝાડ નીચે બેઠે ને મનમાં વિચાર કરવા લાગ્યું કે, હે ભગવાન! મેં પૂર્વભવમાં એવાં શું પાપ કર્યા હશે કે આ દુનિયામાં મારું કોઈ ન રહ્યું! હરીફરીને એક મિત્ર મારો હવે, મારા સુખ દુઃખને વિસામે હતો તે પણ મારાથી વિખૂટો પડી ગયો ! હવે હું કયાં જાઉં ? મારા કર્મો કેવાં કઠણ છે! ખરેખર, મેં પૂર્વભવમાં પુણ્ય કર્યું હશે તેથી રાજાને ઘેર મારો જન્મ થયે પણ સાથે પાપ ઘણું કર્યું હશે જેથી દુઃખ ભોગવવાનો સમય આવ્યો. નહિતર આવું દુઃખ મને ક્યાંથી આવે? ખરેખર આ સંસારમાં બે પ્રકારની વ્યક્તિઓ હોય છે. એક ધર્મ કર્યા વગર સંસારમાંથી લૂંટાઈને જાય છે ત્યારે બીજા સંસારમાં ધર્મ કરીને પોતાના કર્તવ્યનું પાલન કરીને પુણ્ય લૂંટીને જાય છે. આવી રીતે હું પૂર્વભવમાં ધર્મ કરીને પુણ્ય લૂંટીને તે આવ્યો છું પણ સાથે પાપ લુહીને લાવ્યો છું. નહિતર મારી આ દશા હોય ખરી? આમ વિચાર કરીને બ્રહ્મદત્તકુમાર જંગલમાં આમ તેમ ફરી રહ્યો હતે. ત્યાં ત્રીજે દિવસે એક તાપસને જે.
જંગલમાં ઘૂમતા બ્રહ્મદત્તને મળેલા તાપસ” – ત્રણત્રણ દિવસથી બ્રહ્મદત્ત એકલો જંગલમાં ઘૂમતે હતે. કેઈ માણસ જોયું ન હતું. આજે એણે તાપસને જે, એટલે એના મનમાં થયું કે નક્કી આટલામાં કોઈ આશ્રમ હોવો જોઈએ. તેથી મને કંઈક આશ્રય મળશે એવા વિચારથી બ્રહ્મદત્તને કંઈક શાંતિ વળી ને પિતાના જીવનની આશા બંધાઈ. બ્રહ્મદત્તકુમારે તાપસની પાસે જઈને પૂછયું ભવન ! આપને આશ્રમ કયાં છે? ત્યારે તાપસે કહ્યું ભાઈ! અમારો આશ્રમ અહીં નજીકમાં જ છે. ચાલો, હું તમને લઈ જાઉં. એમ કહીને તાપસ બ્રહ્મદત્તકુમારને લઈને પોતાના કુલપતિ પાસે આશ્રમે આવ્યા. કુલપતિને જોઈને બ્રહ્મદત્તકુમારે નમસ્કાર કર્યા. એનું મુખ જોઈને તાપસના કુલપતિના મનમાં થયું કે નક્કી, આ કોઈ રાજકુમાર લાગે છે, પણ દુઃખને માર્યો આ જંગલમાં આવી પહોંચે છે. બંધુઓ! અત્યારે બ્રહ્મદત્તકુમાર કર્મના ઉદયે દુઃખમાં છે પણ ભવિષ્યમાં ચક્રવતિ બનનાર છે. ભૂતકાળમાં ખૂબ તપ કરીને આવ્યા છે એટલે એમના મુખ ઉપરના તેજ છાનાં રહે ખરાં? ચંદ્ર-સૂર્ય ગમે તેવા વાદળ નીચે ઢંકાઈ ગયા હેય પણ એના તેજ છૂપા રહે ખરાં? “ના, એ તે દેખાઈ જ આવે છે, એવી રીતે પુણ્યવાન છે ઉપર ગમે તેવા વિપત્તિને વાદળાં આવી ગયાં