________________
૩૪
શારદા સિદ્ધિ પુણ્યતિથિને દિવસ આવ્યા એટલે માતાને યાદ કરી ખૂબ રડી. તે દિવસે તેણે ઉપવાસ કર્યો હતો ને નિશ્ચય કર્યો કે આજે ગમે તેમ કરીને મારે ઉપાશ્રયે જવું છે ને સામયિક કરવી છે. ઘરનું કામકાજ બધું કરી લીધું. પછી મામીને કઈને ઘેર લગ્નમાં જવાનું હતું એટલે એ લગ્નમાં ગયા ને ગુણવંતી એની સખીને સાથે લઈને ઉપાશ્રયે ગઈ ઉપાશ્રયમાં સાદવજી બિરાજતા હતા. સાદવજીને વંદન કરી સામાયિક લઈને એક બાજુ બેસીને ગુણવંતી માળા ગણવા લાગી, ત્યારે સાદવીજીની નજર એના ઉપર પડી. સાદવીજી ખૂબ ગુણિયલ ને ગંભીર હતા. એનું મુખ જોઈને પારખી ગયા કે આ કઈ હળુકમી જીવ લાગે છે, પણ એના માથે સંકટ હોય તેમ લાગે છે. ગુણવંતીને તે સામાયિક પૂરી થાય એટલે તરત જવાનું હતું. મામીના ભયથી સામાયિક પૂરી થતાં ઘેર જાય છે ત્યારે સાધ્વીજી કહે છે, બહેન ! સંસારમાં કંઈ સાર નથી. ગુણવંતીના ભાવ ઊંચા હતા. લગ્ન કરવાની એની ઈચ્છા ન હતી એટલે કહ્યું સતીજી! આપની વાત સત્ય છે.
કટુ વચનેના પ્રહાર વેઠતી ગુણવંતી”:- ગુણવંતી ઘેર આવી ત્યારે મામી સાહેબ તે આવી ગયા હતા. તે ગુસ્સે કરીને કહે છે, કયાં ભટકવા ગઈ હતી ?, ત્યારે ગુણવંતી નમ્રતાથી કહે છે મામી ! હું ક્યાંય ગઈ ન હતી. હું અહીં નજીકમાં ઉપાશ્રયે ગઈ હતી, પણ મામીએ તે ગાળેની ઝડી વરસાવીને કહ્યું કે, હવે તને ઝટ પરણાવી દઉં તે ભટકતી તે અટકે. ગુણવંતી કહે, મામી! હું લગ્ન કરવાની નથી. જીવનભર બ્રહ્મચારી રહેવાની છું ને સંયમી બનવાની છું. મામી કહે-હા, તારે તે ન જ પરણવું હોય ને! પણ મારે તને પરણાવવી છે. એના મામા દુકાનેથી સાંજે ઘેર આવ્યા એટલે કહે છે હવે આ ગુણવતીને જેમ બને તેમ જલદી પરણાવી દે. એ બહુ ભટકતી થઈ ગઈ છે, ત્યારે એના મામા કહે છે કે તું જે બેલ તે વિચારીને બોલ. મારી ભાણેજ એવી નથી. આ તે કઈ પવિત્ર અને હળુકમી જીવ છે. આપણાં મહાન પુણે આપણા ઘેર એના પગલાં થયાં છે. સાચું કહું તે જ્યારથી એ આપણે ઘેર આવી ત્યારથી આપણે ખૂબ સુખી થયા છીએ, માટે તેને તું કંઈ કહીશ નહિ. ગુણવંતી કહે, મામા ! મારે બ્રહ્મચારી રહીને દીક્ષા લેવી છે. હા, બેટા ! તું કહીશ તેમ કરીશ.
ગુણવંતીને પરાણે પરણવતી મામી” થેડા વખત બાદ મામાને બહારગામ જવાનું થયું. પાછળથી મામી સગપણ નક્કી કરીને આવ્યા ને ખોટું બોલી ભાણેજને નાનકડા ગામમાં લઈ ગઈ. ત્યાં એક છોકરા સાથે લગ્ન કરવાની તૈયારી કરી. ગુણવંતી ખૂબ રડી. મામી! મારે જીવનભર બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા છે પણ બળજેર કરી પરણાવીને ચાલી ગઈ. સમય થતાં તેના પતિને કહ્યું કે તમે મારા ભાઈ છે. મારે પ્રતિજ્ઞા છે. ઘણું સમજાવવા છતાં જ્યારે તે માનતું નથી ત્યારે તેણે આઠ દિવસની મુદત માંગી. આઠ દિવસ પતિને ઘણું સમજાવ્યો છતાં તે ન માને. તેની વહાલી સખીને ખબર