________________
૩૪
શારદા સિદ્ધિ
ભલે ગમે તેવા ગરીબ મા–બાપ હાય પણ મા-બાપને પિતાના સંતાને વહાલા હોય છે. મીઠી હૂંફ આપનાર મા–બાપ ચાલ્યા જતાં સંતાનોને કેઈ સગું રહેતું નથી. આ ગુણવંતી માતા-પિતાના વિવેગમાં ગૂરી ઝૂરીને શેષાઈ ગઈ. એના મામા મામી કહે છે, ગુણવંતી! તું અમારે ઘેર ચાલ, ત્યારે ગુણવંતી કહે છે મામા! તમે અહીં જ રહે ને. મામા કહે, બેટા! અમારાથી કાયમ તારે ઘેર રહેવાય નહિ ને તને એકલી મૂકાય નહિ, માટે તું અમારે ઘેર ચાલ. એમ કહી સમજાવીને મામા-મામી ગુણવંતીને પોતાને ઘેર લાવ્યા. મામા તે બહુ ભલા છે પણ મામી તે કાફર છે. ગુણવંતીના મા-બાપની બધી મિલ્કત પોતાના કબજે કરી દીધી ને ગુણવંતીની પાસે ઘરનું કામકાજ કરાવવા લાગી. આજ સુધી એણે કંઈ કામ કર્યું ન હતું. તે હવે મામીનું બધું કામકાજ કરવા લાગી. આ તે ખૂબ સંસ્કારી હતી. દરરોજ સામાયિક કરવાની, ચૌવિહાર કરવાને વિગેરે એને નિયમે હતા. ઘરનું કામકાજ કરીને નિવૃત્ત થયા પછી ગુણવંતી સામાયિક લઈને બેસી જતી પણ મામીને એ સામાયિક કરે તે બિલકુલ ગમતું ન હતું. એ સામાયિક લઈને બેસે એટલે કહે કે રોજ સામાયિક લઈને શું બેસી જાય છે? મારા ઘરમાં આવું બધું ધતીંગ નહિ ચાલે. આ બિચારી કહે છે, મામી! મારે સામાયિક કરવાનો નિયમ છે. હું ઘરનું બધું કામ કરીને પછી સામાયિક કરું છું. મને શા માટે આમ કરે છે? આમ કહે એટલે મામીને ક્રોધ વધી .
ગુણવંતી તે ગુણવંતી જ હતી. જેવા નામ તેવા જ ગુણ હતા. આજે કંઈક બહેનનું નામ ચંદનબહેન હોય પણ એનામાં શીતળતાને છાંટે હેત નથી, પણ ગુણવંતી તે એના નામ પ્રમાણે ગુણથી ભરેલી હતી. એણે નક્કી કર્યું કે મારા નિમિત્તે મામીને જે આટલી બધી કષાય થાય છે તે હવે મારે એ સૂઈ જાય અગર બહાર જાય ત્યારે જ સામાયિક કરવી, એટલે એ મામી ઊંઘી જાય ત્યારે સામાયિક લઈને બેસતી પણ મામી ખૂબ ભારે કમી હતા. ઘણી વાર ઊંઘમાંથી ઉઠીને જોવા આવતા કે સામાયિક લઈને તે નથી બેઠી ને? જે જોઈ જાય તે ગુણવંતીના બાર વાગી જાય. કદાચ મામી બહાર ગયા હોય ને સામાયિક લઈને બેસે તે મોડા આવવાના હોય તે વહેલા આવી જાય અને કાળો કેર મચાવી દે, ત્યારે ગુણવંતીની આંખમાંથી ટપટપ આંસુ સરી પડતાં, અને એની માતા યાદ આવી જતી. અહે મા ! તું મને મૂકીને ચાલી ગઈ ત્યારે મારી આ દશા થઈને? મામાના ઘરની બાજુમાં વસતા પાડોશીની દીકરી ગુણવંતીના જેવી જ હતી, એની સાથે એનું મન ખૂબ મળી ગયું હતું એટલે ગુણવંતી એના સુખદુઃખની વાત એની પાસે કરતી. આ બહેનપણી મામી બહાર જાય ત્યારે એના ઘેર આવતી ને મામી આવતા પહેલાં ચાલી જતી.
આમ કરતાં ગુણવંતીની માતાને ગુજરી ગયા એક વર્ષ પૂરું થયું, એના માતાની