________________
શારદા સિદ્ધિ અંધારું થયું. મનમાં થયું કે અંધારી ફોજ પેસી ગઈ. લાકડી લઈને અંધારાને ઝૂડવા લાગી. ઘરમાં ઘણું નુકસાન થયું. સાસુજી આવ્યા, બધી વાત સમજી ગયા. દવે પ્રગટાવી ઘરમાં અજવાળું કર્યું ને વહુને સાચું સમજાવ્યું.
આ જ રીતે આત્મામાં અનંતકાળથી અજ્ઞાનને ગાઢ અંધકાર છવાયેલું છે. એને દૂર કરવા માટે સમ્યજ્ઞાનની એક નાનકડી દીવડી બસ થઈ જશે. સમ્યગજ્ઞાનને પ્રકાશ પાથરવા માટે આવતી કાલથી પર્વાધિરાજ આવે છે. એક મહિના અગાઉથી આપણને ચેતવણી આપી દીધી છે કે, હે આત્માઓ! તમે તપ અને ત્યાગથી તમારા આત્માને નિર્મળ બનાવો. અજ્ઞાનના અંધારા ઉલેચી જ્ઞાનની ઝળહળતી રોશની પ્રગટાવે. આત્મસ્થાનના સાધનો લઈને પર્યુષણ પર્વની સવારી રૂમઝુમ કરતી આવે છે. જન્મ મરણની મહાબીમારીને દૂર કરવા તપ ત્યાગની અનુપમ જડીબુટ્ટી લઈને આવે છે. અનેક વર્ષોથી નહિ પણ અનેક જન્મથી એકઠાં કરેલાં કર્મોના સમૂહને હલકે કરવા માટે તપ-ત્યાગ સંયમ દાન વિગેરે વિવિધ અનુષ્ઠાને લઈને લોકેત્તર મહાપર્વ પર્યુષણની પધરામણી થઈ રહી છે. મેહરૂપ મદિરાની પ્યાલી પીને એના ઘેનમાં ચકચૂર બનેલા માનવીને જાગૃતિ આપવા પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવી રહ્યા છે. કર્મરૂપ કરોળિયાની જાળમાંથી આત્માને મુક્ત કરવા પર્યુષણ પર્વની પધરામણી થઈ રહી છે. બેલો, આ મેંઘેરા મહેમાન કેટલું બધું કીમતી ભાતું લઈને આવે છે! તે તમે એના વધામણાં કેવી રીતે કરશે ? પર્વાધિરાજનું સ્વાગત કેવી રીતે કરવું એ તે તમે વિચારી રાખ્યું હશે.
પર્વાધિરાજ આપણને આત્માની સ્મૃતિ કરાવવા આવ્યા છે. એ કહે છે કે હે જીવ ! આત્માની સન્મુખ થયા વિના ધર્મસાધનાને આનંદ નહિ અનુભવાય, કારણ કે ધર્મસાધના આત્માની સન્મુખ થવા માટે છે. આત્માના લક્ષપૂર્વક થતી ધર્મક્રિયા જ ધર્મક્રિયા કહેવાય. જે આત્માનું લક્ષ કેળવ્યા વિના જીવનને અંત આવી જશે તે પરલોકમાં શું થશે ? માટે દાન કરે, બ્રહ્મચર્યનું પાલન કરે, સંયમ લો. આ પ્રત્યેક ક્રિયાઓ કરતાં પહેલાં હું આત્મા છું. મારે મારા આત્માને વિશુદ્ધ કરે છે આ વિચાર હવે જોઈએ. પર્યુષણ પર્વમાં પેટ ભરીને આત્માની સાધના કરી લો. કાલ કેવી ઉગશે તેની ખબર નથી.
એક મોટા શહેરમાં એક સંપત્તિવાન સુખી શેઠ રહેતા હતા. પાસે ધનની કઈ કમીના ન હતી. શેઠ-શેઠાણીને એક દીકરી હતી. તેનું નામ ગુણવંતી હતું. ધીમે ધીમે ગુણવંતી આઠ વર્ષની થઈ. ગુણવંતી ખરેખર ગુણોની ખાણ હતી, દેખાવમાં રૂપવંતી હતી ને ગુણમાં ગુણવંતી હતી. માતા પિતાને એ હૈયાના હાર જેવી વહાલી હતી. ત્રણે જણા આનંદથી રહેતા હતા. શેઠ શેઠાણી ધનવાન હતા ને સાથે ધર્મવાન પણ હતા, એટલે પિતાની દીકરીને પણ બાળપણથી ધર્મના સંસ્કારોનું સિંચન કરતા. બધા