________________
૩૩૭
શારદા સિદ્ધિ - જ્યારે શરીર શિથિલ થાય છે, આયુષ્યને દીપક બૂઝાવાની તૈયારી થાય છે ત્યારે મેં કંઈ ન કર્યું. હું આવું માનવજીવન પામીને હારી ગયો! એ અફસોસ થાય છે ખેદ થાય છે. આ ખેદ થવાનું કારણ તમને સમજાય છે? હું આપને એક ન્યાય આપીને સમજાવું. જેમ કેઈ માણસ પોતાને દેશ છેડીને પરદેશ કમાણી કરવા ગયા. પચ્ચીસ વર્ષ સુધી સતત પરિશ્રમ કરીને ઘણું ધન કમાયે. એ લઈને હર્ષભેર પિતાના વતન તરફ પાછો ફર્યો. રસ્તામાં લૂંટારા મળ્યા ને એની પચ્ચીસ વર્ષની કમાણી લૂંટી લીધી. બેલો, હવે એની દશા કેવી થાય? કેવી કરુણ પરિસ્થિતિ સર્જાય! એનું રહયું રડી ઉઠે. એને કેઈ આશ્વાસન દેવા જાય તે પણ રડી ઉઠે છે, પણ શું કરવાનું? જ્યાં ભાગ્યે જ રૂઠયું હોય, પુણ્ય પરવારી ગયું હોય, શાંતિ સળગી ગઈ હોય ત્યાં આનંદ કે હર્ષ કયાંથી હોય? ભૌતિક સંપત્તિને વિયોગ માનવીને કેવું રૂદન કરાવે છે! વિનશ્વર સંપત્તિના વિયોગની ચિંતાને ભગવાન આર્તધ્યાન કહે છે. તેમાં જે આયુષ્યને બંધ પડે તે દુર્ગતિમાં ઉતારા થાય ને? આવી રીતે અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરતા આપણા જીવે મહાન કષ્ટ વેઠીને પુણ્યની મૂડી ભેગી કરી. તેનાથી મનુષ્યભવ પામે પણ સાચી સમજણ આવી નહિ, સાવધાન બન્યો નહિ તેથી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ રૂપી લૂંટારાઓએ એની કમાણું લૂંટી લીધી. પછી પશ્ચાત્તાપ, અફસોસ–દુઃખ અને રૂદન વિના બીજું શું હોય? માટે શરીરમાં જેમ છે, હૈયામાં હોંશ છે, ભામાં જેશ છે ને અંતરમાં વિવેક છે ત્યાં સુધી ધર્મની આરાધના કરી લો. આવા શુભ સમયે જે ધર્મકાર્ય નહિ થાય તે પછી વૃદ્ધાવસ્થામાં તે કયાંથી કરી શકાશે? કારણ કે આયુષ્ય અલ્પ છે, જિંદગી ટૂંકી ને ક્ષણભંગુર છે. આ તમારે ને મારો દેહ કયારે દગ દેશે તેની ખબર નથી. જ્યારે મરણની ઘડીઓ ગણાતી હોય ત્યારે કેઈભાગ્યશાળી આત્માને જ એમ થાય કે અરેરે.... મેં જિંદગીમાં કઈ ન કર્યું. હાથમાં આવેલા અમૂલ્ય અવસરને હાથે કરીને ગુમાવ્યો. કમાણીના સમયે મેં બેટને બંધ કર્યો, પણ હવે શું થાય? કાલે કરીશ. જેમ ભરતી કોઈની રાહ જોતી નથી તેમ કાળ પણ કોઈની રાહ જોતું નથી. એ તે આયુષ્ય પૂરું થતાં સૌ કોઈને ઉપાડી જાય છે.
જ્ઞાની પુરુષે વારંવાર કહે છે કે, હે જીવડા ! જે જન્મે છે તે મરે છે, માટે દેહલક્ષી મટી આત્મલક્ષી બને તે જતી વખતે ખેદ નહિ થાય. માનવજીવન પામીને કંઈક કર્યાને આનંદ થશે. કહ્યું છે કે “કાઉનિદ્રા ન હૃાારિત, તાવ ધર્મ સમારે ”
જ્યાં સુધી ઇન્દ્રિયે ક્ષીણ થઈ નથી ને પાંચે ઈન્દ્રિયો પિતાનું કામ એગ્ય રીતે કરે છે ત્યાં સુધી ધર્મની આરાધના કરી લો. પછી ગમે તેટલો અફસોસ કરશે તે પણ કામ નહિ આવે, જ્યાં સુધી આયુષ્યને દીપક જલે છે ત્યાં સુધી આત્માના સ્વરૂપને ઓળખી આત્મસાધના સાધી લો. જેમ યુવાનીમાં કમાયેલું ધન વૃદ્ધાવસ્થામાં કામ શા, ૩.