________________
૩૩૮
શારદા સિદ્ધિ લાગે છે, શાંતિ અને સમાધિ આપે છે તેમ યુવાનીમાં કરેલી ધમની આરાધના આ ભવના અંતિમ સમયે સમાધિ અને શાંતિ આપે છે ને પરલોકમાં પણ જીવને મહાન સુખને ભાગી બનાવે છે. આ વાતને બરાબર સમજવા માટે સર્વ પ્રથમ જીવે જ્ઞાન મેળવવું પડશે. જ્ઞાન નહિ હોય તે માર્ગ નહિ સૂઝે. તમારે કોઈ પણ જાતને વેપાર કરે હોય તે તે વિષયનું જ્ઞાન મેળવવું પડે છે ને? કે માલ કેટલા ભાવે વેચવે, કયારે ખરીદી કરવી ને ક્યારે વેચાણ કરવું, કઈ કવોલિટીને માલ છે, આ બધું જ્ઞાન મેળવવું પડે છે. જે જ્ઞાન મેળવ્યા વિના બંધ કરે તે છેતરાઈ જાય. એને ન મળવાની વાત તે દૂર રહી પણ ઉપરથી ખોટ જાય છે તે રીતે આત્મિક ધન કમાવા માટે એ વિષયનું જ્ઞાન મેળવવું જોઈએ ને? જ્ઞાન સહિતની ક્રિયા મહાન ફળ આપનારી બને છે. માટે જ્ઞાન મેળવો. બાહ્યા ભણતર ગમે તેટલું હોય પણ એની આત્મિક દષ્ટિએ કઈ કિંમત નથી. આજે ભણતર ઘણું વધ્યું છે, જ્ઞાન ઘણું વધ્યું છે પણ જ્ઞાનને વિકાસ કે પ્રકાશ નથી. અંતરને ઉકેલ નથી. ગણતર અને ચણતર વિનાનું ભણતર નકામું છે. કહ્યું છે ને કે,
ભણ્યા પણ ચિત્ત ન કરતું, ભૂલ પડી એ ભણતરમાં
મહેલ ચણાવ્યો પણ જે હાલે, ભૂલ પડી એ ચણતરમાં.” છે. ગમે તેટલું જ્ઞાન મેળો પણ ચિત્ત સ્વસ્થ ન થાય, અંતરમાં શાંતિ ન થાય
અને હૈયાની સૂઝ ન આવે તે એ જ્ઞાન શા કામનું? લાખના ખર્ચે મોટો સાત માળને હવાઈ મહેલ ચણો પણ પાયે મજબૂત ન હોય તે ભયંકર વરસાદ, વાવાઝોડું કે આંધી આવતાં એ મકાન હચમચી ઊઠે છે ને મહેલ જમીનદોસ્ત થઈ જાય છે. આવું ચણતર શા કામનું? એવી રીતે જે જ્ઞાનથી આત્મામાં પવિત્રતા ન પ્રગટે, દુઃખમાં સ્થિર રહેવાની શક્તિ ન પ્રગટે એ જ્ઞાન શા કામનું? આગળના માણસે ભણેલા ન હતા પણ એમનામાં અંતરની સૂઝ, વિવેક ઘણે હતે.
એક વખત એક શ્રીમંત ઘરમાં ગ્રેજ્યુએટ થયેલી વહુ પરણીને આવી. સાસુના મનમાં થયું કે મારી વહુ રૂપાળી ને રંગીલી છે વળી ભણેલી ગણેલી છે પણ વ્યવહારિક જ્ઞાન કેવું છે એની હું પરીક્ષા કરું. એમ વિચારી સાસુએ વહુને કહ્યું વહુ બેટા ! હું આજે બહાર જવાની છું તે તમે ઘરમાં અંધારી ફેજ ન પેસી જાય તેને ખ્યાલ રાખજે. આમ કહીને સાસુ બહાર ગયા પણ વહુ વિચાર કરવા લાગી કે અંધારી ફેજ વળી કેવી હશે ! હું તે આટલું બધું ભણું પણ આ શબ્દ ક્યાંય નથી આવ્યું ને મારી સાસુ તે ફક્ત ત્રણ જ ચોપડી ભણ્યા છે તે એમના ભણતરમાં આવો અઘરે શબ્દ કયાંથી આવ્યો હશે? અંધારી ફરજ એટલે શું ? સાંજ પડી. સૂર્યાસ્ત થયે ને અંધારું છવાવા લાગ્યું. એ જમાનામાં લાઈટ ન હતી. વહુ ભણી હતી પણ ગણી ન હતી. તેથી બારણાં બંધ કર્યા. મુખ્ય દરવાજે ઊભી રહી. રાત પડતા ઘરમાં ઘેર