________________
૩૩૪
શારદા સિદ્ધિ ગયા. સુશીલાના શરીરમાંથી તે જાણે લોહી ઉડી ગયું. અંદરથી હદય રડી ઉઠયું. અરેરે....મારી આ દશા ! ચેરીને આક્ષેપ તો સમભાવથી સહન કરી લીધે પણ ભદ્રાએ ચારિત્ર ઉપર આક્ષેપ આપે એ એનાથી સહન ન થયું. છતાં મનને કાબૂ ગુમાવ્યા વિના ખૂબ શાંતિ અને નમ્રતાથી એણે કહ્યું બા ! તમે આ શું બોલો છો? શેઠ તે મારા પિતા સમાન છે ને હું તે તમારી દીકરી સમાન છું. બા! તમે મને આ શું કહી રહ્યા છે? આ સાંભળીને ભદ્રા બેલી, જોઈ મોટી દીકરી બનવા આવી છે! તને આ શબ્દો બોલતાં શરમ નથી આવતી ? કયાં તું એક ગુલામડી અને કયાં અમે ! આમ કાલું કાલું બોલીને જ તે મારા પતિને ફસાવ્યો છે. હું તને બરાબર ઓળખું છું. તે તે મારા જેવી કેટલીયનાં ઘર ભાંગ્યાં હશે! એક તે મારા ઘરમાં ચોરી કરી અને પાછી શાહ થવા આવે છે. આમ બોલતા બોલતા ભદ્રાનું રડવાનું ચાલુ જ રહ્યું. ત્યાં અગાઉથી નક્કી કર્યા પ્રમાણે એના પિતા અને ભાઈઓ બધા ત્યાં દેડી આવ્યા. ભદ્રાને તે રેતી તી ને પિયરિયા મળ્યાં. એમને જોઈને વધુ રડવા લાગી ને છાતી ફૂટવા લાગી. - ભદ્રાના પિયરિયા લક્ષમી પતિ શેઠ ઉપર તૂટી પડ્યાં ને કહ્યું શેઠ! તમે કંઈક તે વિચાર કરે. આવા દુષ્ટ અને નીચ માણસોને કંઈ ઘરમાં રખાતા હશે તેમને તમે અત્યારે કાઢી મૂકે ને કકળાટ શાંત કરે. પિતાના સાસુ, સસરા અને સાળાની વાત સાંભળીને શેઠે કહ્યું આ માણસો બિચારા સાદા ને સીધા છે. એ કોઈ દુષ્ટ કે ચાર નથી. એમના કમની કઠણાઈને કારણે મારે ઘેર નેકરી કરે છે. દુકાનમાં આટલો બધે માલ ભર્યો છે પણ આ માણસ એક ચીજને ઉઠાવતે નથી ને હું જે કામ બતાવું છું તે કામ તન તેડીને કરે છે. બાઈ પણ કાળી મજૂરી કરે છે. આટલું કામ કરવા છતાં એ વધારે પગાર માંગતા નથી, હું જે આપું છું તેમાં એ સંતોષ માને છે ને આનંદથી મારું તથા ઘરનું કામ કરે છે. આવા માણસોની આપણે દયા કરવી જોઈએ. ને બને તેટલી મદદ કરવી જોઈએ તેને બદલે તેમના ઉપર જુલમ ગુજારે ને તેમને કાઢી મૂકવા તે યોગ્ય નથી.
ભદ્રાએ જોયું કે, શેઠ તે એમનાં ગાણ ગાયા કરે છે ને બાજી બગડતી જાય છે. હવે હું મૌન બેસી રહીશ તે મારી બાજી બધી ઊંધી વળી જશે, એટલે આટલા બધા માણસો વચ્ચે મોટા અવાજે શેઠને કહેવા લાગી. રહેવા દે હવે. હું પણ તમારા લક્ષણ પારખી ગઈ છું. તમે આ દુષ્ટ દાસીના રૂપમાં મુગ્ધ બની ગયા છે એટલે તમે એ રૂપાળીના વખાણ કર્યા કરે છે પણ હવે હું નહિ ચલાવી લઉં. હવે આ લોકે મારા ઘરમાં એક ઘડી પણ ન જોઈએ, હમણું ને હમણાં એમને ઘરમાંથી કાઢી મૂકે. ભદ્રાના શબ્દો સાંભળીને શેઠનું મોટું પડી ગયું. એમને એટલી શરમ આવી ગઈ કે મારી પત્ની જ ઊઠીને મારા ઉપર આવું કલંક ચઢાવે છે તે મારે કોને કહેવું ? શેઠ તે લજજાઈને બીજા ખંડમાં ચાલ્યા ગયા. માણસનું મોટું ટેળું જામ્યું છે. બધા અંદરોઅંદર