________________
શારદા સિદ્ધિ
૩૧૯ બની શકે એવી લાખેણી પળ આજે સામા પગલે તિલક કરવા આવી છે. આટલું બોલીને મણિરથ અટક. એના જવાબમાં મયણરેહાએ કહ્યું આપના નાનાભાઈ આવતી કાલના રાજા છે તે હું મહારાણી બનવાની છું, ત્યારે મણીરથે કહ્યું કે, એવી આવતી કાલે કેટલીય ઊગી ઊગીને આથમી જશે. જે તું મારી વાત માને તે મારે એ કાલ જલદી ઉગાડવી છે. આટલું બોલીને મણિરથ અટક. હવે મયણરેહા વધુ જાગૃત બની. શીલ રક્ષા કાજે એનામાં જુસ્સો આવી ગયે. અહો ! મારા જેઠની આંખમાં આ વિકૃતિ આવી? આ હું શું સાંભળી રહી છું? તમારી અમૂલ્ય ભેટની પાછળ વાસનાની ડાકણ ડકિયાં કરી રહી છે. એ વાતની મને પાછળથી ખબર પડી. નહિતર હું એને સ્વીકાર ન કરત. પણ મોટાભાઈ! સાંભળે મારે જવાબ એક જ છે ને એક જ રહેવાને કે સતીને પતિ એક જ હોય. આ સૌદર્યની કમળ પરાગને પીનારે ભોગી ભ્રમર એક જ હોઈ શકે. આપણા કુળને કલંકિત કરનારે આ દુષ્ટ વિચાર તમને કેમ આ એ જ મને નથી સમજાતું. ચાલયા જાઓ અહીંથી. એના ગુસ્સાને જુસ્સો જઈને મણિરથ પ્રજી ઊઠશે ને હતાશ થઈને ચાલ્યો ગયો પણ મનમાં એને કેમ મેળવવી એના વિચારો ચાલુ રહ્યા.
ખૂબ વિચારને અંતે એણે નક્કી કર્યું કે કઈ પણ રીતે યુગબાહુનું ખૂન થાય. તે જ મને મયણરેહા મળે. જુઓ, કામવાસના કેવી ભયાનક છે! ચુલની રાણી એની વાસનાને તૃપ્ત કરવા માટે ભવિષ્યમાં ચક્રવર્તિ થનાર પિતાના એકના એક પુત્રને બાળી નાખવા તૈયાર થઈ છે. અહીં પણ મેલી વાસનાનું પિષણ કરવા માટે પોતાના નાના ભાઈનું ખૂન કરવાને વિચાર કરતાં પણ અચકાતું નથી. ધિક્કાર છે આવી કામવાસનાને ! બાકી તે જેને બાપ મરી ગયું હોય એના મોટાભાઈ તે નાનાભાઈના પિતા સમાન હેય ને તેના બદલે મોટાભાઈ નાનાભાઈનું ખૂન કરવા ઉઠે એ તે હદ થઈ ગઈ કહેવાય ને! કામાંધ બનેલો મણિરથ અવસરની રાહ જોવા લાગ્યા. આ તરફ મયણરેહા વિચારતી હતી કે મેં જે જવાબ આપે છે તેથી મારા જેઠની કુમતિ સુધરી હશે. તેના બદલે તેની વિષયવાસના વધુ પ્રજવલિત થતી જતી હતી. સમયની રાહ જોતાં સમય આવી ગયો.
દુષ્ટ વાસનાઓ કરાયેલું નાનાભાઈનું ખૂન ” એક વખત વસંતઋતુ ખીલી હતી ત્યારે યુગબાહુ અને મયણરેહા સવારથી ક્રીડા કરવા માટે બગીચામાં ગયા હતા. મણિરથે તપાસ કરી તે ખબર પડી કે તેઓ બગીચામાં રાત ગાળવાના છે. આ વાત જાણીને એનું મન ખૂબ પ્રસન્ન થઈ ગયું ને પોતાના નામવાળી કટાર કમ્મરે બેસીને બગીચા તરફ દોડતો આવ્યો ને દ્વારપાળોને પૂછ્યું કે, મારો ભાઈ કયાં છે? હું તે એની રાહ જોઈ જોઈને થાક. મોડી રાત સુધી ન આવ્યો એટલે એની તપાસ કરવા આવ્યો છું. જાણે ભાઈ ઉપર કેટલું હેત ઉછળતું હોય એ ભાવ બતાવતાં