________________
૩૨૮
શારદા સિદ્ધિ આખી સભા છક થઈ ગઈ. રાજા વિરધવળ પણ શરમથી નીચું જોઈ ગયા, અને સેમેશ્વર રાજગુરૂના તે છાતીનાં પાટિયાં બેસી ગયાં. અહો, આ શું? મેં જે કાવ્ય ગાયા તે બધાં મેં પોતે જ બનાવ્યાં છે ને તદ્દન નવા છે ને આ શાસ્ત્રીજી કઈ રીતે બોલી શક્યા? આજે મારી જિંદગીભરની કીતિની કમાણી ધૂળધાણી થઈ ગઈ. આમ વિચારતા હતા ત્યાં શાસ્ત્રીજી મોટેથી બેલ્યા એ ચોર ગુરૂ! હવે બીજો કોઈ પુરાવે જોઈએ છે? મેં તમને ચોર તરીકે પુરવાર કરી બતાવ્યા. હવે તમે તમારી જાતને શાહકાર તરીકે સિદ્ધ કરી આપે. હું પણ જોઉં.
(સેમેશ્વર રાજપંડિતને લાગેલો આઘાત” – સભામાં એકદમ શાંતિ પથરાઈ ગઈ. કઈ કંઈ બેલી શકયું નહિ. છેવટે સભા વિસર્જન થઈ. નિર્દોષ રાજગુરૂ ભારે પગે વિદાય થયા ત્યારે શાસ્ત્રીજી ગર્વથી પગ પછાડતા બહાર નીકળ્યા. દુનિયા તે દેર ગી છે. સૌ શાસ્ત્રીજીના બે મોઢે વખાણ કરવા લાગ્યા ને રાજગુરૂની ચાર મોઢે નિંદા કરવા લાગ્યા. જે સમજી ને શાણા હતા તે મૌન રહ્યા. આ બનાવ બન્યા પછી દિવસો ઉપર દિવસો વિતવા લાગ્યા. રાજગુરૂને હવે જીવવું ઝેર જેવું લાગ્યું. એમણે રાજસભામાં જવાનું બંધ કર્યું. આખો દિવસ સૂનમૂન બેસી રહેતા. જે માણસ તદ્દન નિર્દોષ હોય છતાં એના માથે ભરસભામાં ચેરીનું કલંક આવે તે કેવું દુઃખ થાય! જાણે ધરતી ફાટે તે સમાઈ જાઉં. એવી એને લજજા આવી ગઈ, પણ શું થાય? જેમ તેમ દિવસે વિતાવતા હતા.
આ વાત ફેલાતી ફેલાતી તંભતીર્થમાં મંત્રીશ્વર તેજપાલના કાને પહોંચી. તેજપાલને રાજગુરૂની વિદ્વતા ઉપર ખૂબ માન હતું. સાથે રાજગુરૂ સાથે મિત્રતા હતી. એમના દિલમાં થયું કે નકકી કઈ પ્રપંચ કરીને શાસ્ત્રીજીએ રાજગુરૂને છેતર્યા લાગે છે. તેઓ વહેલી તકે ધૂળકા આવીને રાજગુરૂને ઘેર પહોંચી ગયા ને બધી પરિસ્થિતિ જાણી લીધી. વાત જાણીને મંત્રીશ્વરના દિલમાં થયું કે નકકી આ કોઈ માયાજાળ છે. એમણે રાજગુરૂને આશ્વાસન આપતાં કહ્યું સાચને કદી આંચ આવતી નથી. તમે સાચા છે. તમારા કાળે કાચા નથી એ તમારી વાચા ઉપરથી જણાઈ આવે છે. પાપ કદી છૂપું રહેતું નથી. હવે એ પ્રપંચના પડદાનું રહસ્ય જાણવા માટે હુ હરિહર શાસ્ત્રીના ઘેર જાઉં છું. એમ કહીને તેજપાલ મંત્રી હરિહર શાસ્ત્રીને નિવાસસ્થાને ગયા. મંત્રીશ્વરને પિતાને ત્યાં આવતા જોઈને શાસ્ત્રીજી હરખાઈ ગયા કે અહો ! મારું માન વધી ગયું છે. ઠેરઠેર મારી પ્રશંસા થાય છે. ખુદ રાજા પણ મારા ગુણ ગાય છે. મારે કેટલો બધો પ્રભાવ છે કે ખુદ મંત્રીજી પણ સામે ચાલીને મને મળવા આવી રહ્યા છે. એમ હરખાતા હરખાતા શાસ્ત્રીજીએ મંત્રીશ્વરને સત્કાર કર્યો. મંત્રીશ્વરે પણ શાસ્ત્રીને કુશળ સમાચાર પૂછયા. પછી બંને એક આસને બેઠા.
મંત્રીશ્વરે શાસ્ત્રીજીની વિદ્વતાની પ્રશંસા તે ખૂબ સાંભળી હતી, પણ પ્રત્યક્ષ