________________
૩૨૯
શારદા સિદ્ધિ મળવાને તે આ પહેલો પ્રસંગ હતો, એટલે કહ્યું શાસ્ત્રીજી ! ચાલો, આપણે ડે. શાસ્ત્રવિદ કરીએ. થોડી વાર શાસ્ત્રની વાતે–ચર્ચા વિચારણા કરી પણ શાસ્ત્રીજીએ રાજગુરૂને ચેર ઠરાવીને જે વિજય મેળવ્યું છે એ વાત મંત્રીશ્વરને જણાવવી હતી પણ એવી કંઈ વાત નીકળ્યા વિના કેવી રીતે સ્વપ્રશંસા કરાય? મંત્રીશ્વર કંઈ વાત ઉચ્ચારે તે પહેલા વાતની પૂર્વભૂમિકા રચવા માટે શાસ્ત્રીએ કહ્યું મેં તે સાંભળ્યું હતું કે જોળકાની પંડિત સભા તે બૃહસ્પતિને પણ હરાવી દે તેવી છે. તેથી મને એમ હતું કે ત્યાં જઈશ તે આનંદ આવશે પણ મારી એ આશાઓ ધૂળમાં મળી ગઈ પણ આજે આપના સહવાસથી મને કંઈક આનંદ આવ્યું. મંત્રીજી પણ એ વાત કાઢવાની તકની રાહ જોતા હતા એટલે એમણે પૂછયું અમારા રાજગુરૂ તે ભલભલાને પાણી ભરાવે એવા છે. એમના જ્ઞાનને લાભ આપને નથી મળ્યો ? એટલે તરત હરિહર શાસ્ત્રીએ અભિમાનથી અક્કડ થઈને કહ્યું કેણ પેલા ચેર ગુરૂ સેમેશ્વરજી? એમણે તે મારા સાહિત્યની ચોરી કરી છે. મેં તે એમને પહેલે દિવસે જ ભરસભામાં સાહિત્ય ચેર તરીકે પુરવાર કર્યા છે. એવા ચેરની સાથે ચર્ચા કણ કરે? એ તે ઉજજડ ગામમાં એરંડો પ્રધાન એવી વાત છે. હું તે એને પંડિત કહું જ નહિ. મેં એમને ચોર તરીકે પુરવાર કર્યા ત્યારથી એક પણ દિવસ સભામાં આવ્યા નથી.
મંત્રીશ્વરે કહ્યું–હા, મેં તંભતીર્થમાં થેડા દિવસ પહેલાં એવી વાત સાંભળી હતી કે રાજગુરૂને શાસ્ત્રીજીએ ચેર તરીકે સાબિત કર્યા તે શું એ શાસ્ત્રીજી આપ પિતે જ છે? તે તે મારું આવવાનું સફળ બની ગયું કે આપ જેવા પંડિતનું મને મિલન થયું. ધન્ય છે આપના જ્ઞાનને ને કાવ્યકળાને! મંત્રીએ ખૂબ પ્રશંસા કરી એટલે પિતાની હોંશિયારી બતાવતા અભિમાનથી કહ્યું કે, મંત્રીશ્વર! આ તે સરસ્વતી દેવીની કૃપા છે. તેના પ્રતાપે મેં એકલા સોમેશ્વરને જ નહિ પણ આજ સુધીમાં તે ઘણા રાજગુરૂઓને ચેર તરીકે પુરવાર કર્યા છે. આ સાંભળીને મંત્રી તેજપાલના મનમાં થયું કે નક્કી આ શાસ્ત્રીજી સરસ્વતીની કૃપાને દુરુપયોગ કરી રહ્યો છે. નકકી મારા રાજગુરૂ સાચા છે પણ આણે એની પ્રપંચ જાળમાં પકડીને એમને બેટી રીતે ચોર ઠરાવ્યા છે. હવે એના પ્રપંચનું પિકળ ખુલ્લું ન કરું તે મારું નામ તેજપાલ નહિ. આમ વિચારી જવા માટે ઊભા થયા ને કહ્યું શાસ્ત્રીજી! આપની સામે શાસ્ત્રવિદ કરતા મને ખૂબ આનંદ આવ્યું. હવે હું જાઉં છું પણ આપની કોઈ નવી કાવ્યકૃતિ હોય તો મને આપો. જેથી હું વાંચન કરીને આપને યાદ કરું. શાસ્ત્રીજીએ પિતાની પેટી ખોલીને એક પિથી કાઢીને મંત્રીને આપતા કહ્યું- આ મારી હમણુની છેલ્લી કાવ્યકૃતિ છે તે તમે લઈ જાઓ, ત્યારે મંત્રીશ્વરે કહ્યું- શાસ્ત્રીજી ! મારે તે આજે જ થંભતીર્થ પાછા જવું પડે એમ છે. પણ આપને ત્યાં પધારવાનું મારું શા, ૪૨