________________
૩૨૭
શારદા સિહિ મહારાજા વિરધવળ દરેકની ખૂબ કદર કરનારા હતા એમના દરબારમાં સોમેશ્વર નામના એક પંડિત હતા. તેમને સૌ રાજગુરૂ તરીકે ઓળખતા. એ રાજગુરૂ પંડિત નવા નવા કાવ્ય બનાવીને રાજાને સંભળાવીને ખુશ કરતા. રાજા પણ એમની સારી એવી કદર કરીને સારું ઈનામ આપતા. રાજગુરુ કાવ્યશાસ્ત્રમાં ખૂબ પ્રવીણ હતા. વિરધવળ રાજાને એમના પંડિત માટે ખૂબ માન હતું. એક વખત રાજાની સભામાં દૂર દેશાવરથી એક નવે પંડિત આભે. એમનું નામ હરિહર શાસ્ત્રી હતું. શાસ્ત્રીજી રૂપેરંગે શેલતા હતા. કેઈ ન માણસ આવે એટલે એને સત્કાર કરે એ માનવમાત્રની ફરજ છે. એમને સત્કાર કરીને પૂછયું પંડિતજી! તમે કયાંથી આવે છે? કંઈ નવીન કાવ્ય પ્રસાદી લાવ્યા છે? મારે ત્યાં તે પંડિતની પરિષદ છે, એટલે શાસ્ત્રીજીએ નવીન કાવ્ય લલકાર્યું. એમના કંઠમાં કોમળતા હતી. એમનું કાવ્ય સાંભળીને સભાજને અને પંડિતે તેમની પ્રશંસા કરવા લાગ્યા. આનું નામ કાવ્ય કહેવાય. કાવ્ય સાંભળીને સોમેશ્વર રાજગુરૂને ખૂબ આનંદ થયે. મહારાજાએ પિતાના રાજગુરૂ સોમેશ્વરને કાવ્ય લલકારવાનું કહ્યું એટલે રાજગુરૂએ પિતાની કાવ્યગંગા વહાવી. એ સાંભળીને હરિહર શાસ્ત્રી પણ એક વાર તાજુબ થઈ ગયા પણ એના કાળજામાં ઈષ્યની આગ ભભૂકી ઉઠી, અને મોટેથી બોલ્યા રાજગુરૂ! આ કાવ્યે તમે પોતે જ રચેલાં છે? પંડિત.. કહે છે, હા. ત્યારે શાસ્ત્રીએ કહ્યું, મને તે એમ લાગે છે કે તમે સાહિત્યની ચોરી કરી છે."
ઈર્ષાની ભયંકર આગે આપેલી બેટી આળ” – હરિહર શાસ્ત્રીની વાત સાંભળીને સભા દિમૂઢ બની ગઈ. સૌને રાજગુરૂ ઉપર અતૂટ વિશ્વાસ હતો કે આપણા રાજગુરૂ કદી કોઈને કાવ્યની ચોરી કરે એવા નથી ને આ શું? રાજગુરૂને પણ દુઃખ થયું, છતાં શાંતિથી કહ્યું શાસ્ત્રીજી ! તમારી પાસે જે કોઈ પુરાવે હેય તે મને ચિર તરીકે પુરવાર કરી આપ. પછી હું મારી જાતને શાહુકાર તરીકે સિદ્ધ કરી આપીશ. રાજા વીરજવળ રાજગુરૂને પિતાની સભાની શેભા માનતા હતા. એમણે કહ્યું શાસ્ત્રીજી ! સો ગુનેગાર છટકી જાય એ પાલવે પણ એક બિન ગુનેગાર માર્યો જાય એ ન પાલવે. માટે મારા રાજગુરૂ ઉપર ચેરીની ચાદર ઓઢાડતા પહેલાં તમે પુરાવા આપે, ત્યારે હરિહર શાસ્ત્રી અભિમાનથી ઉછળીને બેલયા મહારાજા ! રાજગુરૂ બોલ્યા એ બધા કાવ્યો હું અક્ષરેઅક્ષર બેલી જાઉં એ શું એ પુરાવો છે? બોલો, રાજગુરૂ તમારા બધાં કાવ્યો હુ અક્ષરેઅક્ષર બોલી જાઉં તે તમે ચાર ખરા ને ? આ વાત તમને માન્ય છે? રાજગુરૂને પિતાની સચ્ચાઈ ઉપર પૂરો વિશ્વાસ હતો એણે છાતી ઠોકીને કહ્યું શાસ્ત્રીજી ! એ વાત મને મંજૂર છે. અત્યારે હું જે કાવ્ય બે તે તમે બોલી જાઓ ને મને ચેર તરીકે પુરવાર કરી આપો. રાજગુરુની હિંમતભરી હાકલ સાંભળીને સભાજનેની છાતી ગજગજ ઉછળવા લાગી. ત્યાં તે શાસ્ત્રીજીએ રાજગુરૂએ જે કાવ્ય ગાયા હતાં તે અક્ષરશઃ ગાઈ બતાવ્યાં. આ સાંભળીને