________________
શારદા સિદ્ધિ
૩૨૫ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા ખૂબ થાકી ગયા. રાજકુમાર બ્રહ્મદત્ત તે કદી પગે ચા ન હતે. કાંટા કાંકરા વાગે છે ને પગમાંથી લોહીની ધારા વહે છે. ભૂખ તરસ ખૂબ લાગી છે એટલે હવે પગ કામ કરતા નથી. બ્રહ્મદત્તકુમાર એના મિત્રને કહે છે ભાઈ! ખાવાનું તે દૂર રહ્યું પણ મને કયાંકથી ડું પાણી લાવી આપ. પાણી વિના મારા પ્રાણ ચાલ્યા જશે, એટલે વરધનું બ્રહ્મદત્તકુમારને એક ઝાડ નીચે બેસાડીને પાણી લેવા ગયે. વરધનુને પણ ખૂબ તરસ લાગી હતી. પગ ચાલતા ન હતા પણ પિતાના મિત્રને માટે એણે ભેખ લીધે છે. પોતાને દુઃખ સહન કરીને પણ બીજાનું રક્ષણ કરવું છે એટલે પાણી લેવા માટે ગયો.
બંધુઓ! કર્મરાજાના ખેલ તે દેખો. માણસને કયારે કેવી સ્થિતિમાં મૂકી દે છે. એક વખત જેને પાણી માંગતા દૂધ મળતું હતું તે કુમાર આજે વનવગડામાં પાણી માટે તલકવલક થઈ રહ્યો છે, પાણી માટે તરફડે છે. બીજી તરફ પિતાના સુખમાં કંટક બનેલો બ્રહ્મદત્તકુમાર બળી ગયે એમ સમજીને દીર્ઘરાજા અને ચુલની રાણું આનંદથી મસ્ત બનીને રહેવા લાગ્યા પણ એમને હત્યારો આનંદ ઝાઝે સમય ટકી શકશે નહિ. ત્રીજે દિવસે દૂરથી મારતે ઘોડે એક ગુપ્તચર આવ્યું ને દીર્ઘરાજા અને ચુલની રાણીને પ્રણામ કરીને હાંફતો હાંફતો કહેવા લાગ્યું કે મહારાજા! આપણું બ્રહ્મદત્તકુમાર બળી ગયા નથી. એ જીવતા છે. હે માતા ! તમે રડશો ગૂરશે નહિ. એમની પાછળ કપાત કરશે નહિ. એ માણસને રાણીના કાવતરાની ખબર ન હતી, પણ જ્યારે મહેલમાં આગ લાગી ત્યારે રાણી ખૂબ ઝૂરાપ કરતી હતી એટલે એમ માન્યું કે હું કુમાર જીવતા છે એવા સમાચાર આપીશ તે રાજમાતા તરફથી મોટું ઈનામ મળશે. એમ સમજીને દેડતે કહેવા આવ્યો. રાણીએ સમાચાર લઈ આવનાર માણસને કહ્યું, અરેરે....ભાઈ! મારો બ્રહ્મદત્તકુમાર તે બળીને ખાખ થઈ ગયો છે. એ હવે કયાંથી મળે? એ તે તે બીજા કોઈને જે હશે. કુમાર તે જીવતા છે જ નહિ. તારે ભ્રમ છે. એમ કહીને ચુલની માતા રડવા લાગી, ત્યારે ગુપ્તચરે કહ્યું ના...ના....મારો ભ્રમ નથી. મેં નજરેનજર અહીંથી પચાસ કેસ દૂર બ્રહ્મદત્તકુમારને જે છે. તેમની સાથે વરધનુ પણ હતા ને બંનેએ માથું મુંડન કરાવી સંન્યાસીને વેશ પહેર્યો હતે. આ મારો ભ્રમ નથી. સાચા બ્રહ્મદત્તકુમાર હતા.
આવેલો માણસ તે ઇનામની આશા રાખીને આવ્યું હતું પણ ઇનામ ન મળ્યું. એ તે સમાચાર આપીને ચાલ્યા ગયે, પણ આ વાત સાંભળીને દીર્ઘરાજા અને ચુલની રાણીના હોશકોશ ઊડી ગયા. જે એ જીવતો હશે તે પાછો આપણને હેરાન કરશે. માટે તપાસ કરવી જોઈએ. આમ તે લક્ષાગ્રહમાં આગ લાગ્યા પછી તપાસ કરતાં બે પુરુષ અને એક સ્ત્રી એમ ત્રણ શબ મળ્યા હતા એટલે આ લોકોને શંકા ન હતી. છતાં વધુ ચેકસાઈ કરવા માટે તપાસ કરાવી તે ભોંયરું નીકળ્યું, એટલે એમના મનમાં