________________
ર૪
શારદા સિદ્ધિ વનવગડામાં એકલી અટુલી ઘસઘસાટ ઊંઘતી મૂકીને ચાલ્યા ગયા. જુઓ, કર્મના ખેલ કેવા છે! અહી ચુલર્ની રાણુએ મધરાતે લક્ષાગૃહને આગ લગાડી અને પાછી શાહુકાર થઈને રડવા લાગી. આ મહેલમાં વરધનું મંત્રી બરાબર સજાગ હતે. જેવી આગ ચાંપી તે મહેલ ભડભડ બળવા લાગે. આગ ચારે બાજુ ફેલાઈ ગઈ વરધનુએ તરત જ પિતાના મિત્ર બ્રહ્મદત્તકુમારને નિદ્રામાંથી જગાડીને કહ્યું –કુમાર ! આ મહેલને તમારી માતાએ આગ લગાડી છે, માટે હવે એક ક્ષણ પણ અહીં રહેવું જોખમ ભરેલું છે, ત્યારે બ્રહ્મદત્ત કહે છે મિત્ર ! બહાર નીકળવાની દિશા સૂઝતી નથી. હવે ક્યાં જઈશું ? ત્યારે વરધનુએ કહ્યું ભાઈ, તમે ચિંતા ન કરો, હું તમને માર્ગ બતાવું છું. જુઓ, પ્રધાન પુત્ર વરધનુ પિતાના મિત્રને ખાતર કેટલો સાવધાન હતું ! એને શંકા હતી કે આજે જરૂર કંઈક નવાજૂની બનશે એટલે પહેલેથી જ બે પુરુષ અને એક સ્ત્રી એમ ત્રણ મડદા ગુપ્ત રીતે મંગાવીને પેટીમાં રાખ્યા હતા તે પેટીમાંથી કાઢીને ત્યાં મૂકી દીધાં, અને ત્રણે જણ અગાઉથી ધનુમંત્રીએ તૈયાર કરાવેલી સુરંગનું ગુપ્ત દ્વાર ખોલીને સુરંગમાં દાખલ થયા. પછી વરધનુકુમારે સુરંગનું દ્વાર બંધ કર્યું ને પછી ત્રણે જણ સુરંગની વાટે ચાલીને ગામ બહાર જંગલમાં નીકળ્યા. ત્યાં આવ્યા એટલે પ્રધાને દાસી કન્યાને અગાઉથી પ્રબંધ કર્યો હતો તે મુજબ એના પિયર મોકલી દીધી. તેમ જ તેણે એક નાઈ અને બે પાણીદાર ઘેડા તૈયાર રાખ્યા હતા એટલે જેવા આવ્યા તેવા તરત જ બંનેને માથા મુંડાવી નાંખ્યા ને વેશપલટ કરી ઘેડા પર બેસી ઝડપભેર રવાના થયા. ઘડા ચલાવતાં તેઓ ઘણે દૂર નીકળી ગયા.
આ તરફ આખો મહેલ બળી ગયા પછી તપાસ કરાવી તે અંદર ત્રણ મડદા બળેલા પડ્યા હતા તેથી દોઘરાજા અને ચુલની રાણીએ શાંતિને શ્વાસ લીધે. હાશ
હવે આપણે નિર્ભય બન્યા. એમણે તે પિતાના મહેલમાં આવીને ખૂબ આનંદ પ્રમોદ કર્યો. દેવાનુપ્રિયે ! આ સંસારનું સ્વરૂપ કેવું ભયાનક છે? મા જેવી મા ડાકણ બની અને વિશ્વાસુ પિતા સમાન દીર્ઘરાજા દ્રોહી બન્યા. બ્રહ્મદનકુમાર અને વરધનુ ઘેડાને માર માર ચલાવીને ઘણે દૂર નીકળી ગયા. પછી ખૂબ થાકયા એટલે એક ઝાડ નીચે બેઠા ને ઘડાને ઝાડ સાથે બાંધ્યા. સતત ચાલવાથી ઘડા ખૂબ થાકી ગયા હતા. ખૂબ થાકને કારણે બંને ઘોડાઓ પડતાની સાથે મરી ગયા. જુઓ, કર્મને ઉદય થાય છે ત્યારે માણસ કેવી વિપત્તિમાં મૂકાઈ જાય છે. હજુ તે પરણીને આવ્યા, પરણ્યાની પ્રથમ રાત્રે માતાએ મહેલને આગ લગાડી અને તેઓ ભાગ્યા. બંનેને ઘેડાને સહારે હતે એ ઘડા પણ મરી ગયા. કહેવત છે ને કે કર્મને ઉદય થાય ત્યારે પંડ પર પહેરેલું કપડું પણ સગું ન થાય. એ રીતે આ બ્રહ્મદત્તકુમારના કર્મને ઉદય થયે છે. એમને ગુપ્તવેશે રહેવાનું છે. જે સાચા વેશમાં રહે તે કોઈ ઓળખી જાય ને મુશ્કેલી ઊભી થાય તેથી બંને ભગવો વેશ પહેરી સંન્યાસી બન્યા ને પગપાળા