________________
૩૨૨
શારદા સિવિલ જેનું અન્ન આપણું પેટમાં પડ્યું હોય એને ઉપકાર કેમ ભૂલાય? મિત્ર હો તે આવા હેજે કે જે દુઃખમાં પણ સાથે રહે. આજે તે મિત્રો કેવા હોય છે? જેના ખિસ્સા ભારે હોય, માલપાણીની મિજબાનીઓ ઉડાવતે હાય, હોટેલો અને સિનેમા જેવા લઈ જતું હોય તે મિત્ર સારે, પણ જ્યાં ખબર પડી કે ખિસ્સા ખાલી થઈ ગયા ત્યાં બધા મિત્રો ખસી જાય છે પણ આ મિત્ર તે જાન આપે એવે છે. ધનુમંત્રીની એ જ આજ્ઞા છે કે, બેટા ! કુમારનું રક્ષણ કરતાં મારું કે તારુ મત ભલે થઈ જાય પણ કુમારને આપણે કઈ પણ રીતે બચાવ છે.
કુમાર સૂઈ ગયે. મિત્ર જાગતે જ બારણા પાસે સૂતો છે. બરાબર રાત્રીના બે વાગ્યા. ચુલનીએ જાણ્યું કે, રાજમહેલની અંદર કે બહાર કઈ જાગતું નથી. બધે તપાસ કરીને મહેલમાંથી બહાર નીકળીને લક્ષાગૃહન ગુપ્તદ્વારેથી અંદર પ્રવેશીને રાજમાતા ચુલનીએ પોતાના હાથથી જ એ લક્ષાગૃહમાં આગ ચાંપીને કેઈન દેખે તેમ ઝડપભેર રવાના થઈ ગઈ. આ તે લાખને મહેલ હતું. એને બળતા શી વાર? ચોકીદારેએ બૂમાબૂમ કરી મૂકી. દોડે દેડેમહેલમાં આગ લાગી છે. રાજકુમારને કઈ બચાવે.....બચાવે
બૂમરાટ થતાં માણસે દોડી આવ્યા ને સાથે ચુલની રાણી અને દીર્ઘરાજા પણ દોડતા દોડતા આવ્યા. ચુલની રાણી તે પછાડે પછાડે ખાવા લાગી કે આ શું થઈ ગયું? આ એ વિકરાળ આગ કયાંથી લાગી? મારા નવપરણિત દીકરા વહનું શું થશે? એમ કહીને કરુણ રુદન કરવા લાગી. ચુલની રાણીની માયાજાળ તે જુઓ ! આ સંસારમાં બધાને મારા માને છે પણ સ્વાર્થ આગળ કોઈ કોઈનું નથી. સ્વાર્થ આગળ ભવિષ્યમાં ચક્રવતિ બનનાર પુત્ર પણ માતાને વહાલ ન લાગે. આગ લાગી છે. બધા બૂમરાટ કરે છે. ચુલની રાણી અને દીર્ઘરાજા પણ દેખાવ કરવા માટે રડે છે. હવે મહેલમાં કુમાર, એની પત્ની અને વરધનુનું શું થશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૩૩ શ્રાવણ વદ ૧૦ ને શુક્રવાર
તા. ૧૭–૮-૭૯ અનંતજ્ઞાની, લોક્ય પ્રકાશક, શાસનપતિ, તીર્થકર ભગવતેએ જગતના જીવન કલ્યાણને માટે શાસ્ત્રની વાણી પ્રકાશી. ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ચુલની રાણી પિતાની વિષયવાસનાનું પોષણ કરવા માટે પિતાના એકના એક પુત્રને મારી નાંખવાના પ્રયત્ન કરતા પણ અચકાઈ નહિ. જુઓ, આ સંસાર ! સંસારી જીવે માને છે કે “માયા કે, પિયા છે, મારા છે, મથળ , મન્ના છે, પુત્તા છે, પુજા છે, દુલા છે,” માતા, પિતા, સ્વજને, ભાઈઓ, બહેને બધા મારે છે. પણ વિચાર કરે કે આ સંસારમાં કેણુ કેવું છે? કઈ કેઈનું નથી.