________________
શારદા સિદ્ધિ મુખ આડું કપડું ધરી દીધું પણ મણિરથની દષ્ટિ એના ઉપર પડી ગઈ. બરાબર એનું સૌંદર્ય નિહાળી લીધું. મયણરેહાનું સૌદર્ય અથાગ હતું. સૌંદર્યની સાથે શીલને સંગમ હતું. એટલે મયણરેહાનું રૂપ કેઈ દેવાંગના સમાન દીપતું હતું. સ્ત્રીઓનું સૌંદર્ય એ દૂધના કુંભ જેવું ગણાય. દૂધના કુંભને જોઈને બિલાડી દૂધ પીવા તરાપ મારે એમ સતી સ્ત્રીના સૌંદર્યનું પાન કરવા કામી પુરુષ એના ઉપર તરાપ મારે છે. એમ મયણરેહાને જોઈને મણિરથની દૃષ્ટિમાં વિકૃતિ અને વિકાર ઉભરાયા, એટલે એ મનમાં જ બોલી ઊઠશે. જ્યાં સુધી મયણરેહાને મારી પટ્ટરાણી ન બનાવું ત્યાં સુધી મારું જીવન વ્યર્થ છે. એ કામ પતાવીને પોતાના મહેલે ગયે. એની નજર સમક્ષ તે મયણરેહા જ દેખાવા લાગી. એને માટે કેવી રીતે મેળવવી એના વિચારમાં જ એ મશગૂલ રહેવા લાગ્યો, કારણ કે જેની દષ્ટિમાં જે ભર્યું હોય એ જ એને દેખાય છે.
મયણરેહા એક શીલવતી સન્નારી હતી. હજુ મણિધર નાગના મસ્તકેથી મણિ મેળવો સહેલ છે પણ મયણરેહાને મેળવવી મુશ્કેલ છે. એ જાણતા હતા છતાં પિતાના મનની મેલી મુરાદ પૂરી કરવા માટે એણે પિતાની એક ચતુર દાસીને બેલાવીને હીરા માણેક-મોતીને થાળ ભરીને આપે ને કહ્યું કે, તારે આ થાળ મયણરેહાને આપીને કહેવાનું કે, હે યુવરાણું ! મણિરથ રાજા તમારા ગુણે જઈને પ્રસન્ન થયા છે ને આપના ગુણોને યાદ કરે છે, અને આપને આ બહુમૂલ્ય ઝવેરાતને થાળ ભેટ મોકલાવ્યો. છે તે આપ સ્વીકારી લો. બંધુઓ! જેવી દષ્ટિ તેવું દર્શન, અને આંખ તેવું અવલોકન મયણરેહા તે પવિત્ર હતી. એને એવી કલ્પના પણ ન હતી કે આ ભેટની પાછળ કોઈ જીવલેણ વાસના રાસડા લઈ રહી હશે. ગુણવાન આત્માને બધે ગુણ દેખાય છે. એના મનમાં થયું કે મારામાં તે કંઈ એવા ગુણ નથી પણ મારા જેઠ કેવા ગુણાનુરાગી છે કે એમણે મારામાં ગુણ જોયા. એમની મારા ઉપર કેટલી કૃપા છે એમ સમજીને ભેટને પ્રેમથી સ્વીકાર કર્યો એટલે મણિરથ ખુશ થયો. પછી તે અવારનવાર જુદી જુદી ભેટે મોકલાવ લાગે ત્યારે મયણરેહા તે જેઠની મારા ઉપર કૃપા છે એમ સમજીને સ્વીકાર કરવા લાગી.
આ તરફ મણિરથ મયણરેહામાં આસક્ત બન્યું છે. એ કયાં સુધી છાને રહે? એક દિવસ લાજશરમ છોડીને એણે દાસી દ્વારા ખુલ્લા શબ્દોમાં કહેવડાવી દીધું કે મણિરથ રાજા તમારા શરીરના સરવરે ખીલેલાં સૌંદર્યના કમળ દળની પણ પીવા ખૂબ આતુર છે. આ સાંભળીને સતી મયણરેહા ધ્રુજી ઊઠી. એના દિલમાં થયું કે ચાંદનીમાંથી ચિનગારીઓ ઝરે ? જળમાંથી જવાળાઓ ભભૂકી ઊઠે ખરી? એ કદી નહિ બને. એણે દાસીને ખુલ્લા શબ્દોમાં કહી દીધું કે, મહારાજાને કહેજે કે સતી સ્ત્રીને પતિ એક જ હોય. સિંહ ભૂખે મરે પણ કદી ઘાસ ન ખાય. આ ભેટ મોકલવાની પાછળ જેઠની આવી મલિન ભાવના હશે એવી મને ખબર ન હતી. હું