________________
૩૧૮
શારદા સિદ્ધિ પેટમાં કટાર ભેંકીને હસતા મુખે મૃત્યુના મુખમાં ચાલી જઈશ પણ આ વાત કદી નહિ બને. આ તરફ દાસી શું સમાચાર લઈને આવે છે એ જાણવા કામાતુર મણિરથ આતુર બનીને ઊભે હતે.
માણસ જ્યારે કામાંધ બને છે ત્યારે એ જન્માંધ કરતાં પણ વધુ કંગાળ બને છે. જન્માંધ તે દેખતે જ નથી પણ કામાંધ તે જે નથી તે દેખે છે. જેમ સપના મુખમાં અમૃત નથી છતાં પણ કોઈ ઘેલો માણસ અમૃત છે એમ સમજીને સર્ષના મુખમાં હાથ નાંખે તે એનું પરિણામ શું આવે? મરે કે બીજું કંઈ? એવી રીતે સતી સ્ત્રીઓમાં જ્યાં દુચાચાર પ્રત્યે કેઈ આકર્ષણ કે પ્રલોભન નથી છતાં કામી પુરુષ એની કલ્પના કરીને દેડી જાય તે ઘોર અનર્થ જ સર્જાય ને? સતી સ્ત્રી પિતાના પતિ સાથે સંસાર સુખમાં પડી હોય તે પણ દુરાચાર, મર્યાદા ઉલંઘન અને પ્રલોભનેના પૂરની સામે તે પથ્થરની મજબૂત દીવાલ સમાન અડગ રહે. એમાં તણાઈ ન જાય. સતી મયણરેહા તે જિનવચનની શ્રદધાવાળી હતી. કપડાંની અંદર મૂકેલી કસ્તૂરી કે અત્તરનું પૂમડું જેમ કપડાને સુવાસિત કરી દે છે તેમ જિનવચનની શ્રદ્ધાએ આ સતીની મતિના ખૂણે ખૂણાને સુવાસિત બનાવી દીધું હતું. અત્તરવાળા કપડાના કઈ પણ ભાગને સુંઘો તો એમાંથી સુગંધ સુગંધ મહેંકી ઊઠે છે તેમ આ સતી મયણરેહાની બુદ્ધિને, વિચારણાને કે એના મનોરથને કઈ પણ ભાગને તપાસવામાં આવશે તે એમાંથી જિનવચનની સુવાસ જ મહેકતી દેખાશે. રાજવૈભવમાં ઉછરી હોવા છતાં એના માતા પિતાએ બાળપણથી કેવા સંસ્કારનાં બીજ વાવ્યાં હશે! જ્ઞાનથી એના આત્માને કે પ્રકાશિત કરી દીધું હશે! એણે વિચાર કર્યો કે શીલભંગ કરીને રાજરાણી બનવાની કિંમત નથી. જ્યાં યૌવન અને આયુષ્યરૂપી ઘાસ નિરંતર કાળની ક્ષણ ક્ષણ રૂપી દાવાનળની પ્રબળ જવાળાના સમૂહથી સળગી રહ્યું છે ત્યાં આવા દુરાચારમાં રમણતા કેમ કરાય ? જે મનુષ્ય કામની પરવશતામાં પડે છે એને તે ત્રણે લેકમાં અપયશ મળે છે ને પિતાના જ હાથે નરકના દુખેને ખરીદી લઈને ઘોર નરકમાં જવું પડે છે.
મયણરેહાએ મણિરથને આપેલો જડબાતોડ જવાબ’:- દાસી મયણરેહાને સંદેશો લઈને મણિરથ પાસે ગઈ વાત સાંભળીને મણિરથની આશાના મિનારા તૂટી ગયા, પણ કઈ હિસાબે મયણરેહાને મેળવવી એ સાચી. એનું ચિત્ત રાજકાજમાં લાગતું નથી. એ લાગ શોધતો હતો કે કયારે મયણરેહાને મળું. એક દિવસ બપોરના સમયે યુગબાહુ મહેલમાં ન હતું. તે અવસર જોઈને મણિરથ મયણરેહાના મહેલમાં ગયે. જેઠને આવતા જોઈને એ સમજી ગઈ કે આ શા માટે આવ્યા છે? છતાં જેઠને વિનય વિવેક કર્યો. મણિરથે થોડી આડી અવળી વાત કર્યા પછી પિતાની કુવાસના પ્રગટ કરતા કહ્યું-આજની યુવરાજ પત્ની આવતી કાલની મહારાણી