________________
૩૧
શારદા સિદ્ધિ અતિ પ્રગટ કરીને જીવ સ્વતંત્રપણે વિચારી શકે છે. પછી એને કદી પરતંત્ર થવાને ભય નથી. આજે તમે જેને સ્વતંત્રતા માને છે એ સાચી સ્વતંત્રતા નથી. સાચી સ્વતંત્રતાને હજુ તમે સ્વપ્નમાં પણ જોઈ નથી, પણ નકલી સ્વતંત્રતાએ મનુષ્યને દિવાના બનાવી દીધા છે. “સાચી સ્વતંત્રતા તે એને જ કહેવાય કે જ્યાં બધું જ સ્વતંત્ર હોય, પરતંત્રતાને પડછાયો પણ ન હોય અને સ્વતંત્રતાને સૂર્ય કદી અસ્ત ન થાય. એનું નામ સાચી સ્વતંત્રતા.” આવી સ્વતંત્રતા સંસારમાં કદી સિદ્ધ થતી નથી. આ સ્વતંત્ર દેશ જે કઈ હેય તે તે એક નિર્વાણ નગરી એક્ષ જ છે.”
દેવાનુપ્રિયે! આત્મા ઉપરથી આઠે આઠ કર્મના લેપ ઉખાડીને મોક્ષમાં જવાય ત્યારે સાચી સ્વતંત્રતા કહે કે સાચી આઝાદી કહો તે મળે છે. આ સ્વતંત્રતાનો આનંદ અમર છે. આઝાદી એ હૈયાને આનંદ આપનારે કે મને હર શબ્દ છે! આઝાદી આવી ને મુક્તિના ગીત ગવાયા. ઉષા ઊગી ને તેજ કિરણે પ્રસરાયાં. સ્વરાજના નૂતન પ્રકાશમાં રંગભર રાચતા જ આઝાદીને આનંદ માનવા લાગ્યા, પણ ખરેખર આજે આઝાદી જીવનમાં આબાદી લાવી કે બરબાદી? સ્વતંત્રતા લાવી કે સ્વચ્છંદતા? ન્યાય પક્ષનું ધોરણ ઊંચું આવ્યું કે લાંચરુશ્વતખારી કે કાળાં બજારનું? આ બધી બાબતે ખૂબ વિચારવા જેવી છે. દુર્ગુણની દુર્વાસના જ્યારે દિલમાંથી દૂર થશે ને જીવનમાં દયા અને દિવ્યતાની દિવ્યજતિ ઝળહળી ઉઠશે ત્યારે આંગણે આવકાર નહિ આપવા છતાં આઝાદી અમર બનીને તમને વિજયમાળા પહેરાવશે. જ્યારે આત્મા કર્મથી મુક્ત બની સચ્ચિદાનંદી બનશે ત્યારે આઝાદીને સાચો પ્રકાશ પૂર્ણપણે પ્રકાશી ઊઠશે. એ આઝાદી જીવન અને મૃત્યુની સાંકળ ભેદી નાંખશે ત્યારે જ આઝાદીને અમર અને અપૂર્વ આનંદ અનુભવી શકાશે, માટે આઝાદી કે સ્વતંત્રતા મેળવે તે એવી મેળવો કે જે મહાન પુરુષે મેળવી ગયા છે, ને આત્માને અપૂર્વ આનંદ માણી રહ્યા છે.
આપણે ચિત્ત-સંભૂતિને અધિકાર ચાલે છે. એમાં ચુલની રાણી અને દીર્ઘરાજાએ પિતાનું ઉત્તમ ચારિત્ર ગુમાવી દીધું ચારિત્ર એ તે જીવનનો પ્રાણ છે. દેહમાંથી પ્રાણ ગમે એટલે તેને મડદું કહેવાય તેમ જેના જીવનમાંથી ચારિત્ર ગયું એનું જીવન મડદા જેવું છે. ચુલની રાણી અને દીર્ઘરાજા બંને ચારિત્રથી ભ્રષ્ટ થયા છે તેથી એમનું જીવન જીવતા છતાં મડદા જેવું છે. આગળની સતી સ્ત્રીઓએ મૃત્યુને વહાલું કર્યું છે પણ ચારિત્ર છેડ્યું નથી. ચારિત્ર માટે મયણરેહાએ કેટલું વધ્યું.
માલવા દેશમાં સુદર્શનનગરમાં મણીરથ રાજા હતા ને તેમને ના ભાઈ યુગબાહુ યુવરાજ હતો. એની પત્નીનું નામ મયણરેહા હતું. એક વખત કોઈ કારણસર મણીરથને પિતાના નાના ભાઈ યુગબાહુના મહેલે જવાનું બન્યું ત્યારે મયણરેહા પિતાના માથામાં તેલ નંખાવી રહી હતી. અચાનક જેઠ આવ્યા જોઈને તરત મયણરેહાએ પોતાના