________________
૩૧૪
શારદા સિદ્ધિ કરે છે ત્યાં સુધી તપ અને ત્યાગને તીક્ષણ કુહાડો લઈને ઘાતી કર્મોની મજબૂત ગાંઠને ચીરી નાખે.
દેવાનુપ્રિયે! મોરબીમાં કર્મરાજાએ કે કાળો કેર કર્યો? જ્યાં માણસના કર્મ રૂઠે ત્યાં કે કેને ફરિયાદ કરે? વેપારમાં કેઈએ કંઈ પડાવી લીધું હોય તે માણસ કેર્ટમાં ફરિયાદ કરે છે પણ જ્યાં માણસેના કર્મો રૂઠે ત્યાં પાણીની ને અગ્નિની હોનારત સર્જાય. લાખના જાનમાલની ખૂવારી થઈ જાય છે તે વખતે કેને ફરિયાદ કરવા જવાય છે? કાળ ગોઝારે કોને કયારે ઉપાડી જશે તેની ખાતરી નથી જીવે કેવા ચીકણાં કર્મો બાંધ્યાં હશે તે આ પરિસ્થિતિ સર્જાઈ ને? આવા કમના સ્વરૂપને સમજીને જીવનમાં ધર્મને અપનાવે ને કર્મને બાળીને સાફ કરી નાંખે. મહાન પુરુષે આ ઉત્તમ મનુષ્યભવ પામીને કમેં કેમ જલદી ખપે, ઘાતી કર્મની ગાંઠ કેમ જલદી ભેદાઈ જાય તે માટે સદા જાગ્રત રહીને પુરુષાર્થ ઉપાડે છે. કર્મના કાષ્ઠને બાળવા માટે તપની ધૂણી ધખાવે છે. આપણે ત્યાં ઉગ્ર તપસ્વીઓ તપ સાધના કરી રહ્યા છે.
ઉગ્ર તપસ્વીઓને જોઈને અમારા ઉગ્ર તપસ્વી પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની યાદ આવે છે. ખંભાત સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબ ઉગ્ર તપસ્વી હતા. એમને તપ તે કેવો હતો? કયારેક છઠ્ઠને પારણે છઠ્ઠ, અમના પારણે અઠ્ઠમ, ચારને પારણે ચાર ઉપવાસ કરતા હતા. એ તપ એક બે વર્ષને નહિ, વર્ષો સુધી એવી તપશ્ચર્યા ચાલુ રાખી હતી. એક વખત તેઓ અમદાવાદમાં ચાતુર્માસ બિરાજતા હતા ત્યારે તેના ચાર ઉપવાસના પારણના દિવસે ધેધમાર વરસાદ તૂટી પડે. બાર કલાકમાં ૨૪ ઇંચ પાણું પડયું. હવે પારણું કયાં થાય ? પૂ. ગુરૂદેવને પાંચમે ઉપવાસ થયો. છઠ્ઠા દિવસે વરસાદ બંધ થશે. શ્રાવક શ્રાવિકાઓને ખૂબ ચિંતા થઈ. અમુક જણાએ તો મનમાં નક્કી કર્યું કે પૂ. ગુરૂદેવ પારણું કરે પછી આપણે જમવું. આ છે ગુરૂભક્તિ. દેવ-ગુરૂ અને ધર્મની શ્રદ્ધા એ વ્યવહાર સમક્તિ પામવાનું લક્ષણ છે. છઠ્ઠા દિવસે શ્રાવક શ્રાવિકાઓ ભાવના ભાવે છે કે ભાગ્યશાળીને પારણુને લાભ મળશે. ગુરૂદેવે તે પાંચ ઉપવાસમાં ચાર ઉપવાસ ભેળવી દીધા. બધા ભાવના ભાવે છે. કોઈને ઉપવાસની ખબર નથી, એટલે બધા કહે છે: ગુરૂદેવ ! લાભ આપે, પણ એ તે મૌન રહ્યા. એમના તપના પારણની કોઈને જાણ કરતા નહિ. એવા ગુપ્ત તપસ્વી હતા, પછી શ્રાવકોને જાણ થઈ કે નવ ઉપવાસના પચ્ચખાણ થઈ ગયા છે, ત્યારે બધાની આંખમાં આંસુ આવી ગયા અને મુખમાંથી શબ્દો સરી પડયા “ધન્ય છે મહાન તપસ્વી ગુરૂદેવને !”
આ છેલ્લું ચાતુર્માસ એમણે અમદાવાદ કર્યું. ખૂબ ઉગ્ર તપશ્ચર્યાને કારણે શરીર ખૂબ અશક્ત થઈ ગયું હતું, પણ આત્મબળ અલૌકિક હતું. છેલ્લે કારતક સુદ બીજના દિવસે વ્યાખ્યાન આપતાં બી.પી. એકદમ ઘટી જવાથી પાટ ઉપર ઢળી પડયા. શ્રાવકે