________________
શારદા સિદ્ધિ
૩૧૩ જે જીવ અંતર્મુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વને સ્પર્શ કરી લે છે તેને અર્ધ પુદ્ગલ પરાવર્તન સંસાર બાકી રહે છે, એટલે કે તે આત્માને અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી વધારે કાળ સંસારમાં પરિભ્રમણ કરવું પડતું નથી. જ્યાં તડકે હોય ત્યાં છાયા રહી શકતી નથી. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર રહી શકતું નથી. એવી રીતે જ્યાં સમ્યક્ત્વને સૂર્ય ઉદયમાન થાય છે ત્યાં મિથ્યાત્વને ગાઢ અંધકાર ટકી શક્તા નથી. આ બધા એકબીજાના પ્રતિપક્ષી છે. જ્ઞાની પુરુષો કહે છે કે, હે આત્મા! જે તારે સાચું સુખ અને સ્વતંત્રતા જોઈતી હોય તે સૌથી પ્રથમ મિથ્યાત્વના મહાન રેગને નાબૂદ કરવાની જરૂર છે. મિથ્યાત્વ કોને કહેવાય? જે આત્માને સાચો માર્ગ સૂઝવા દે નહિ. સાચી વસ્તુને સાચી રીતે ઓળખવા દે નહિ અને આત્માને એના પિતાના વિષયમાં પણ ભ્રમ પેદા કરાવે તેનું નામ મિથ્યાત્વ. કહ્યું છે કે,
આત્મ બ્રાતિ સમ રેગ નહિ, સદગુરૂ વૈદ સુજાણ,
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન, આત્મબ્રાન્તિ જેવો બીજો કોઈ રોગ નથી. આજે આત્માના વિષયમાં ઘણુને શંકા છે. સૌ સૌની માન્યતા પ્રમાણે પ્રચાર કરવા લાગ્યા છે. કેઈ કહે છે એકલા જ્ઞાનથી મોક્ષ છે. કેઈ કહે છે એકલી ક્રિયાથી મોક્ષ છે, ઘણાને આત્મા છે કે નથી એ વિષયમાં પણ શંકા છે. કેઈ આત્માને એકાંત નિત્ય માને છે કોઈ આત્માને એકાંત અનિત્ય માને છે, કોઈ આત્માને ક્ષણિક માને છે. જે આત્મા ક્ષણિક હોય તે કરેલાં કર્મો ભગવે કોણ? આ બધી બ્રાન્તિઓરૂપ આત્માના રોગને કોણ મટાડી શકે ? “સદ્દગુરૂ દ સુજાણ”. આમાના રોગને પારખનાર સદ્ગુરુરૂપી વૈદે આ બધી જાતિઓ મટાડે છે, પણ તમને આત્માના ડકટરે પાસે આવવું ગમતું નથી. તમે વકીલ ફેમિલી રાખે, એન્જિનિયર ફેમિલી રાખે, ને ડૉકટર પણ ફેમિલી રાખે છે. તમે કહે છે ને કે આ અમારા ફેમિલી ડૉકટર છે, પણ કઈ દિવસ કહે છે કે મારા ગુરૂ ફેમિલી છે?
સદ્દગુરૂએ તમને એક જ ઉપદેશ આપે છે કે હે મહાનુભાવે ! આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને તમે પ્રમાદ ન કરે. ઘાતી કર્મો ઉપર ઘા કરે. કર્મો આઠ છે તેમાં ચાર ઘાતી કર્મો છે ને ચાર અઘાતી કર્મો છે. અઘાતી કર્મો આત્માને નડતર રૂપ નથી. ઘાતી કર્મોની ગાંઠ એવી મજબૂત ને ચીકણું છે કે તેને તેડવા માટે મંદ પુરુષાર્થ કામ નહિ આવે પણ તીવ્ર પુરુષાર્થ જોઈશે. જેમ લાકડાની કઈ મજબૂત ગાંઠને ચીરવી હોય તે બૂઠો કુહાડે અને વૃદ્ધ પુરુષ કામ આવતું નથી. ત્યાં તીર્ણ કુહાડો અને બળવાન યુવાન પુરુષ જોઈશે. લાકડાની ગાંઠ તે તીક્ષ્ણ કુહાડે લઈને બળવાન પુરુષ ચીરી નાંખશે પણ ઘાતી કર્મોની ગાંઠ તે એવી મજબૂત છે કે એને ચીરવા જબ્બર પુરુષાર્થ કરવો પડશે. જ્યાં સુધી તન સારું છે, ઈન્દ્રિયો બરાબર કામ શા. 19.