________________
શારદા સિદ્ધિ
મા
આપણા પગમાં પડે. એના બદલે તું એમના પગે લાગે છે. તુ' તા ખિલકુલ ગમાર છે ગમાર ! તેં તે ખાઈપીને શરીર તગડુ કરી જાણ્યુ' છે. બુદ્ધિનુ' તા તારામાં સાવ દેવાળુ છે. હવે હું તને મારે ત્યાં કેવી રીતે નાકરી રાખી શકું! ચાલ્યેા જા અહી'થી. શેઠના આવા કડક વચના સાંભળીને ભીમસેન ધ્રુજી ઉઠયા, અરેરે....શેઠ મને કાઢી મૂકશે તે હુ કયાં જઈશ ? નાકરી જવાના ભયથી ગળગળા થઈને શેઠના ચરણમાં પડી ગયા ને કહેવા લાગ્યા કે શેઠ! હું ગરીબ માણસ છુ', તમે તે દયાળુ છે. મારા મહાન ઉપકારી છે. તમે મને નોકરીમાંથી કાઢી મૂકશે। તે હું કયાં જઈશ ? મારુ શુ થશે ? હું તે આપના દીકરા છું. આપ મારા ઉપર ક્રોધ ન કરો. હવેથી હુ... બરાબર યાન રાખીને કામ કરીશ. આવા દીન વચને સાંભળીને શેઠને દયા આવી એટલે કહ્યુ ઠીક, હવેથી કામમાં ખરાખર ધ્યાન રાખજે અને કડક રીતે ઉઘરાણી કરજે.
ભીમસેન પછી કામમાં ખરાખર ધ્યાન રાખવા લાગ્યા. પોતાની કંઈ ભૂલ ન થાય તેની કાળજી રાખતા. હવે ઉઘરાણીમાં પણ ઉગ્ર થવા લાગ્યા, એટલે લોકો એને ઉઘરાણી આપવા લાગ્યા. તેથી એનુ' ગાડુ' તેા ઠીક ઠીક ચાલતુ. પણ કાંને એનુ ગાડુ' સીધું ચાલે તે પસંદ ન હતું. હજી તેા કર્યાં એની ઘણી કસેાટી કરવા માંગે છે. બિચારી સુશીલાનુ શરીર પણ કામ કરીને ઘસાઈ ગયુ. હતુ. એથી કયારેક ભીમસેનને કહેતી સ્વામીનાથ! હવે મારાથી કામ થતું નથી. કામ જરા ધીમેથી થાય કે ભૂલ થાય તેા શેઠાણી મારવા ઉઠે છે. આ સાંભળીને ભીમસેનની આંખમાં દડદડ આંસુ પડી જતા, પણ શું થાય ? એ સુશીલાને કહેતા, હું બધુ... સમજુ છું પણ જો આપણે નોકરી છેડી દઈ એ તે જશુ કયાં ? ભલે આપણને મારે છે, ગૂડે છે, કામ ખૂબ કરાવે છે છતાં એ ટક ખાવા તેા આપે છે ને ? અંગ ઢાંકવા ફાટયાં તૂટયાં કપડાં પણ આપે છે ને! અને રહેવા ઘર પણ આપ્યું છે ને ? દુઃખે સુખે આપણા કર્મી ભાગવી લેવાના. એમ કહીને સમજાવીને દિવસે ગુજારે છે ત્યાં એક દિવસ શું ખન્યું.
એક સમય ઘર મધ્ય ચાકમે, શેઠ બીરાજે આય, રાની પાની લાય.
કાઇક મેરા હાથ ધુલા દા,
શેઠ અપેારના સમયે સડાસ જવા ઘેર આવ્યા. શેઠ બહાર જઈને આવ્યા એટલે કહ્યું. મારા હાથપગ ધાવડાવા. ત્યારે નાકરની ફરજ છે ને ! એટલે સુશીલાએ પાણી લઈને શેઠના હાથ પગ ધાવડાવ્યા. ખરાબર આ સમયે શેઠાણીએ ઉપરની મારીમાંથી
આ દૃશ્ય જોયું. સુશીલા નીચી નજરે શેઠના હાથ પગ ધોવડાવતી હતી પણ તે સમયે પવનથી તેને ઘૂંઘટ ખસી ગયા. તેના નિસ્તેજ અને નિર્દોષ મુખ ઉપર શેઠની કરુણાભાવે ષ્ટિ પડી. આ ભદ્રા શેઠાણી જોઈ ગઈ, એટલે એના ક્રોધના પાર ન રહ્યો. એના દિલમાં ઈર્ષ્યાની આગ ફાટી નીકળી. હવે સુશીલાને માથે શેઠાણી કેવા આળ ચઢાવશે ને તેને કેવા દુઃખા પડશે તે અવસરે,