________________
શારદા સિદ્ધિ
૩૦૯
પશુ ખબર પડી કે પેાતાના જમાઈ તે ચક્રવતિ બનનાર છે, ત્રણ કાળમાં એમને કોઈ વાંકે વાળ કરી શકે તેમ નથી. તેથી ખુશ થયા ને મંત્રીની સૂચના મુજબ પેાતાની દાસીની એક સૌંદÖવાન કન્યાને તૈયાર કરીને વળાવી. નવ પિત પરણીને આવ્યાં. અતિ ભવ્ય લક્ષાગૃહના પટાંગણમાં ભવ્ય મડપ બાંધવામાં આવ્યેા હતા. ચારે દિશામાંથી હજાર લોકોએ આ રાજલગ્નમાં હાજરી આપી હતી. ચુલની રાણીનેા ઉત્સાહ અને આન' જોઈને લોકેાના મનમાં એમ થઈ ગયુ. કે શુ' બ્રહ્મદત્તકુમારની માતા છે ! માતા હૈ। તે આવી હાજો. દુનિયામાં અસલી વસ્તુ કરતાં નકલી વસ્તુ વધુ ચમકે છે તેમ સાચા પ્રેમ કરતા નકલી પ્રેમ વધુ ચમકી ઊઠે છે. જેના પેટમાં ઢગે! હાય તે મીઠું એલીને માણસને ગેાળગાળ કરી નાંખે છે. ચુલનીને બ્રહ્મદત્તકુમાર પ્રત્યે કેવા પ્રેમ છે તે તે તમે સાંભળ્યુ ને ? નવપતિ પરણીને આવ્યા એટલે માતા ચુલનીને પગે લાગ્યા ત્યારે માતાએ 'નેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે, બેટા ! તમે ઘણું જીવે! અને આ વિશાળ રાજ્યના તું સ્વામી બન.
બંધુએ ! હવે પેાતાના પુત્રને કેટલો જીવાડવા છે એ તે એ જાણે છે, પણ દગાબાજ માણુસને મીઠું ખેલતા બહુ આવડે છે. લગ્નના દિવસ વીતી ગયેા. જમીને સ્વજને પાતપાતાને ઘેર ગયા. રાત પડી એટલે નવ'પતિને રાજમાતાએ આશીર્વાદ આપીને લક્ષાગૃહમાં સૂવા માટે મોકલ્યાં. વધતુ પ્રધાનને પળેપળે પેાતાના મિત્રના રક્ષણુ માટે સજાગ મનવાનું હતું. વરધનુએ કહ્યુ: કુમાર ! હુ' તમારી સાથે મહેલમાં સૂવા આવીશ. કુમારે કહ્યું-ભાઈ! ત્યાં તારી શી જરૂર છે ? વરધનુએ કહ્યું–ભાઈ ! હવે મારે તારી સાથે જ રહેવુ છે. હુ' એક ક્ષણ તારા વિચાગ સહન કરી શકુ તેમ નથી. તમે તમારા શયનગૃહમાં સૂઈ જો. હુ· બહાર સૂઈ જઈશ એટલે તુ ઊઠે કે તરત મને તારા મુખના દર્શન થાય ને ? બ્રહ્મદત્તકુમારને એની માતા દીર્ઘરાજા સાથે ખરાબ થઈ છે એ ખબર હતી પણ આ મહેલ પેાતાને બાળી નાંખવા માટે મનાવ્યે છે તે વાતની ખખર ન હતી. આ કાવતરાની વાત તે ધનુપ્રધાન અને વરધનુ એ જ જાણતા હતા. આજે રાત્રે જ આગ લગાડશે એ તે વરધનુને પણ ખબર ન હતી, પણ વરધનુકુમાર સાવધાન મનીને જાગતા સૂતા છે. નવપતિ લગ્નજીવનના આનંદ માણીને શાંતિથી સૂઈ ગયા છે. હવે શું બનશે તે અવસરે
ચરિત્ર – ભદ્રા શેઠાણી સુશીલાને ખૂબ દુઃખ આપે છે. હવે બીજી ખાજુ ભીમસેન રાજાની શું પરિસ્થિતિ છે તે વિચારીએ. લક્ષ્મીપતિ શેઠ સ્વભાવે દયાળુ ને નમ્ર હતા. સામા માણુસના દુઃખ દર્દી અને શક્તિ-અશક્તિ જાણતા હતા. શેઠ–શેઠાણીમાં આસમાન જમીન જેટલું અંતર હતુ. તેમણે ભીમસેનને બધું કામ શીખવાડયુ'. ઘરાકોને માલ કેવી રીતે આપવા, દુકાનમાં માલ કેવી રીતે ગોઠવવા, ઘરાકો સાથે કેવી રીતે વત વુ', કયા માલની શુ' કિંમત અને કેટલા ભાવે વેચવા વગેરે અનેક વાત શીખવાડી.