________________
૩૦૮
શારદા સિદ્ધિ
હતે. લક્ષાગૃહનું કાર્ય દિવસે ધમધોકાર ચાલતું હતું ત્યારે ધનુમંત્રીએ પોતાના વિશ્વાસુ મજુરને તૈયાર કર્યા હતા. તેઓ ગુપ્ત રીતે રાતને દાનશાળાએ આવી જતા અને લક્ષાગૃહની નીચેની ભૂમિમાં ભેંયરું કે તરવાનું કામ શરૂ કરતા. થડા સમયમાં ભેંયરું પણ તૈયાર થઈ ગયું. એનું એક દ્વાર લક્ષાગૃહમાં નીચે બનાવીને મોટી પથ્થરની શીલાથી ઢાંકી દીધું હતું ને બીજું દ્વાર ઠેઠ જંગલમાં કાઢવામાં આવ્યું હતું. ધનુમંત્રીએ ભોયરું સુરંગ તૈયાર થઈ એટલે પિતાના પુત્ર વરધનુને બતાવી દીધું. સુરંગનું દ્વાર લક્ષાગૃહમાં કઈ જગ્યાએ છે, કયાંથી કેવી રીતે ખેલવું અને ક્યાં નીકળવું તે બધું ગુપ્ત રીતે બતાવી દીધું. આ તરફ ચુલની રાણી અને દીર્ઘરાજાએ પણ પ્રચાર કર્યો છે કે આ લક્ષાગ્રહ તે ખાસ કરીને બ્રહ્મદત્તકુમારને માટે જ બનાવ્યું છે. એમના લગ્ન થશે એટલે તેઓ એ મહેલમાં જ રહેશે.
બ્રહ્મદત્તકુમારની લગ્નની થતી તૈયારી” :- બ્રહ્મદત્તકુમારની સગાઈ પુષ્પગુલ રાજાની પુત્રી પુષ્પાવતી સાથે નકકી કરવામાં આવી. દીર્ઘરાજા અને ચુલની રાણી બંને બ્રહ્મદત્તકુમારના લગ્ન માટે ખૂબ હોંશથી બધી તૈયારીઓ કરવા લાગ્યા. સૌના દિલમાં એમ જ થતું કે રાજમાતાને પિતાના પુત્રને પરણાવવાને કેટલો હરખ છે! અને પાલક પિતા સમાન દીર્ઘરાજા પણ કુમારના લગ્નમાં કેટલો ભેગ આપે છે કે આ સમયે એના પિતાની યાદને ભૂલાવી દે. લગ્નના મુહૂર્ત જોવાયાં. બ્રહ્મદત્તકુમારના લગ્નોત્સવ માટે આખું નગર શણગારવામાં આવ્યું. સૌભાગ્યવંતી સ્ત્રીઓ મંગલ ગીતે ગાવા લાગી. ઠેરઠેર લગ્નના વાજા અને શરણાઈઓ વાગવા લાગી. આખું કપિલ્યપુર વાજાના દવનિથી અને લગ્નના મંગલ ગીતોથી ગાજી ઊઠયું હતું. દીર્ઘરાજા પણ લગ્નમહોત્સવમાં આવેલા રાજાઓ તેમ જ બીજાના મોઢે હર્ષ વ્યક્ત કરતા કહેતા હતા કે, હાશ...હવે હું મારા મિત્રના ઋણમાંથી મુક્ત થયો છું. બ્રહ્મદત્તકુમાર હવે રાજ્યકાર્ય સંભાળવામાં કુશળ થઈ ગયા છે. એના લગ્ન થઈ જાય એટલે એને રાજ્યાભિષેક કરીને હું મારા રાજ્યમાં ચાલ્યા જઈશ.
લગ્નને દિવસ આવી ગયે. ખૂબ ધામધૂમથી મોટા ઠાઠમાઠ સહિત બ્રહ્મદત્તકુમારની જાન ચાલી, ત્યારે રાજભક્ત ધનપ્રધાને વરધનુ સાથે બ્રહ્મદત્તના સસરાને ગુપ્ત સંદેશે કહેવડાવ્યું. તેમાં ચુલની રાણી અને દીર્ઘરાજાના કાવતરાની સંપૂર્ણ જાણ કરીને જણાવ્યું હતું કે તમે તમારી પુત્રીના સ્થાને કઈ દાસીની કન્યાને મેકલજે. બ્રહ્મદત્તકુમાર ચુલની માતા અને દીર્ઘરાજા વિગેરે વડીલોના આશીર્વાદ લઈને વિદાય થયા. પુષ્પગુલ રાજાને ત્યાં જાન પહોંચી. ધામધૂમથી બ્રહ્મદત્તકુમારના પુષ્પાવતી સાથે લગ્ન થઈ ગયા. લગ્નની તમામ વિધિ પૂર્ણ થયા પછી વરધનુકુમારે પિતાજીને સંદેશે પુષ્પગુલ રાજાને આપ્યો. આ સાંભળીને રાજા ધમધમી ઊઠયા. જે પહેલાં સમાચાર આપે તે વાત ફૂટી જાય એટલે પછી જ કહેવાય, પણ રાણીના કાવતરાની વાત જાણીને રાજાને ખૂબ ક્રોધ ચઢયે,