________________
૨૯૨
શારદા સિદ્ધિ ઘરમાં તે આટલું બધું કામ પડયું છે તેની તને કંઈ ખબર પડે છે કે નહિ? ભદ્રાએ વગર વાંકે સુશીલાને ધમકાવી નાંખી. શેઠાણીને કર્કશ અવાજ સાંભળીને સુશીલા તે થરથર ધ્રુજવા લાગી. એને ખૂબ દુ:ખ થયું. એને પિતાનું અપમાન થતું લાગ્યું, કારણ કે ગમે તેમ તેય રાજાની રાણી છે. એના મહેલમાં તે ઘણું નોકરચાકર અને દાસ દાસીઓ હતા. પિતે રાજરાણું હોવા છતાં એવી સરળ ને ભદ્ર પ્રકૃતિની હતી કે એ પોતાના
કરચાકરને પણ ઊંચા સાદે કંઈ કહેતી ન હતી એટલે એને તે દુઃખ થાય ને ! પણ અત્યારે એના ઘોર પાપકર્મને ઉદય હતું એટલે સ્વમાન સાચવવાનો પ્રશ્ન જ કયાં? એણે મૌનપણે શેઠાણીના કઠોર શબ્દો સાંભળી લીધા અને પોતાના બાળકોને કહ્યું બેટા! તમે અહીં રમે પણ આ છોકરાઓ તે રડવા જ લાગ્યા કે બા અમે તે તારી સાથે જ રહીશું, એકલા નહિ. સુશીલાએ સમજાવીને દૂર એકલી દીધા ને પછી ભદ્રાને કહ્યું: બા! મારે શું કામ કરવાનું છે તે કહે એટલે હું કરવાની શરૂઆત કરું.
સુશીલા ઉપર ભદ્રાને જુમ”:-તરત જ ભદ્રાએ બે મોટા માટલા આપીને કહ્યું, લે, અહીંથી એક માઈલ દૂર મીઠા પાણીને કૂવે છે ત્યાં જઈને પાણી ભરી આવ. રાજાની રાણીએ કઈ દિવસ પાણી ભર્યું નથી. બેડું હાથમાં કેમ ઉંચકાય એની ખબર નથી છતાં શેઠાણીના હુકમને માથે ચઢાવીને એક માટલું કાંખમાં ને એક માથે મૂકીને હાથમાં દેરડું લઈને પાણી ભરવા ચાલી. નવકારમંત્રનું સ્મરણ કરતી કૂવાના કાંઠે પહોંચી પણ દેરડું માટલાને કેવી રીતે ભરાવવું એની પણ ખબર નથી, એટલે કૂવે પાણી ભરવા આવેલી સ્ત્રીઓને કહે છે બહેન ! તમે મને દોરડું ભરાવી આપને. બાઈ એ કહે છે. બહેન! તમે કોણ છે? તમે જાણે રાજાની રાણી ન હો એવી તમારી મુખમુદ્રા છે. તમે કઈ દિવસ કંઈ કામ ન કર્યું હોય એવું લાગે છે, ત્યારે સુશીલા કહે છે બહેન ! હું રાજાની રાણી હોત તે શા માટે પાણી ભરત ! મારા કર્મે મને દાસી બનાવી છે. દયાળુ બહેને માટલાને દેરડું બાંધી આપ્યું. મહામુશીબતે બે માટલાં પાણી સીંચ્યું પણ રાજરાણીની હથેળીઓ તે સુંવાળી મખમલ જેવી હોય તેથી હાથમાં છાલાં પડી ગયા ને સખ્ત બળતરા થવા લાગી. માથે મોટા વજનદાર પાણીના ભરેલા બે માટલા મૂકીને ચાલવા લાગી. કોઈ દિવસ માથે પાણીનું બેડું મૂકીને ચાલી ન હતી. ચાલતાં ચાલતાં પાણી ઘણું છલકાઈ ગયું. એના મનમાં એમ થતું કે માથેથી બેડું પડી જશે તે? આવી બીકથી ધીમે ધીમે ચાલતી મહામુશીબતે પાણી ભરીને ઘેર આવીને બેડું ઉતાર્યું. એની કેડ અને ડેક ખૂબ દુઃખતા હતા એટલે વિસામો ખાવા બેઠી. એના મોઢા ઉપર થાક થાક તરી વળે છે. શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું છે પણ આ નિર્દય ભદ્રા શેઠાણીના દિલમાં દયાન છાંટો ન હતે, હવે એ સુશીલાને કેવી ધમકાવશે ને કેવા કઠોર શબ્દો કહેશે તેના ભાવ અવસરે.