________________
શારદા સિદ્ધિ
૩૦૫ ડૂલ થઈ જાય છે. આ માનવભવમાં તે દુર્ગણે છેડીને સદ્ગુણરૂપી અમૂલ્ય રત્ન ગ્રહણ કરી લેવાના છે, પણ મોટાભાગના જીને સ્વભાવ એ હોય છે કે પરનિંદા, ઈર્ષ્યા વગેરે અવગુણને ગ્રહણ કરે છે. જેમ કૂકડાને ઉકરડા ફીદવાની આદત હોય છે. ઉકરડે ફીદતા ફીદતા કદાચ હીરાકણી એને મળી જાય તે એને ફેકી દઈને એંઠવાડના કણ એ ગ્રહણ કરશે. કાગડો દ્રાક્ષના માંડવાને છેડીને લીંબોળીઓ ગ્રહણ કરે છે તેમ અજ્ઞાની આત્માઓ હીરાકણી જેવા સંપ-સદાચાર-શીયળ–દયા-ક્ષમા–નિર્લોભતા વિગેરે ગુણોરૂપી હીરાકણીઓને છોડી દઈને દુર્ગુણ ગ્રહણ કરે છે તેથી અસંતોષથી બળે છે ને તૃષ્ણાના પૂરમાં તણાય છે. તૃષ્ણા એવી છે કે વધતી જ જાય છે. કહ્યું છે કે, “મg: પૂર્ણતાનેતિgમળg રીતે ” જે તૃષ્ણાને પૂરતો નથી તેની તૃષ્ણાની ખાઈ ભરાઈ જાય છે. જે તૃષ્ણને પોષણ આપે છે તેની તૃષ્ણની ખાઈ ઊંડી થતી જાય છે, એટલે કે તૃષ્ણ વધતી જાય છે.
બંધુઓ! જે આત્માઓ તૃષ્ણાના પૂરમાં તણાયેલા છે તેવા આત્માઓ સુખી નહિ દેખાય કારણ કે તેને કેમ મેળવવું તે જ હાય બળતરા હોય છે. આજે તૃષ્ણને કારણે ખૂન કેટલા થાય છે? ચેરીઓ કેટલી બધી ? જૂઠ, પ્રપંચ, ઠગાઈ કેટલી ચાલે છે? તૃષ્ણાથી સુખ નથી વધતું પણ દુઃખ વધે છે. તૃષ્ણથી મળતાં બાહ્ય સુખના રસમાં આવું રૂડું વીતરાગ પ્રભુનું શાસન આપણને સ્પર્યા વિના બાજુએ રહી જાય છે. આયુષ્ય પૂરું થયા પછી બીજા ભવમાં વીતરાગ શાસનથી દૂર થઈ જવાશે તેનું ભાન છે? અફસોસની વાત છે કે આવું ઉત્તમ શાસન મળવા છતાં માનવી એના મહત્વને સમજતો નથી ને જીવન જુદા પ્રકારનું જીવી રહ્યો છે. જીવન તે વીતરાગ પ્રભુના શાસનની આજ્ઞા પ્રમાણે જીવવું જોઈએ. જીવનમાં તૃષ્ણનું રસાયણ ટળે તો જિનશાસનને પ્રકાશ મળે. આપણે તૃષ્ણાને નવપલ્લવિત નથી બનાવવી પણ સૂકાવી નાંખવી છે. કારણ કે વૈરાગ્યરસથી ભરપૂર ઉપદેશ સાંભળવા છતાં પણ ચારે તરફ ખૂબ વિસ્તૃત અને નવપલ્લવિત થયેલી પૌગલિક તૃષ્ણની વેલ હૃદયમાં મોક્ષ કે મોક્ષમાર્ગની સાધનાની લગની લાગવા દેતી નથી, માટે એને સૂકવી નાંખીએ તે જ મોક્ષ મેળવવાની લગની લાગે.
આપણે મુખ્ય વાત ઉપર આવીએ. ચુલની રાણી અને દીર્ઘરાજા વિચારે છે કે બહાદત્તકુમારનું મૂળ ઉખેડી નાંખીને કાંપિલ્યપુરનું રાજ્ય સુખેથી ભેગવીએ. મનુષ્યના મનમાં વિકાર જાગે છે ત્યારે એના વિવેકચક્ષુ બંધ થઈ જાય છે. જેને વિકાર નષ્ટ થઈ જાય છે તેના અંતરમાં વિવેકને દીપક પ્રગટે છે. મહાભારતને એક નાનકડો પ્રસંગ છે.
વ્યાસજીને શુકદેવ નામે એક પુત્ર હતે. શુકદેવને આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યા એટલે સાધુ બનવા તૈયાર થયા, ત્યારે એના પિતા વ્યાસજી કહે છે કે તું હમણાં સંસારમાં રહે. સંસાર સુખને અનુભવ કર, પછી સંસારને ત્યાગ કરજે પણ શુકદેવને એ વાત રુચતી નથી. એ તે ઘર છોડીને ચાલ્યા ત્યારે વ્યાસજી પુત્રને પકડવા એની શા, ૩૯