________________
વ્યાખ્યાન નં. - ૩૧ શ્રાવણ વદ ૭ ને મંગળવાર
તા. ૧૪-૮-૭૯ શાસ્ત્રકાર ભગવંતે કર્મબંધનમાંથી મુક્ત થવાને મહાન માર્ગ બતાવ્યો. સર્વજ્ઞ ભગવંતેને આપણું ઉપર એ મહાન ઉપકાર છે કે એમણે આત્માનું એવું સાયન્સ બતાવ્યું છે કે બંધને કેવી રીતે આત્માને બંધાય છે ને તે બંધને તેડવા આત્માએ કેવા ઉપાય કરવા જોઈએ. કેવળી ભગવંતેના જ્ઞાનમાં કંઈ જવામાં બાકી નથી. તેઓ તે સર્વદ્રવ્ય અને પર્યાને જાણે છે. જગતમાં સુવર્ણ બનાવી શકે તેવી ઔષધિઓ, મંત્ર ઈત્યાદિ બધું જાણવા છતાં તેમણે એ બતાવ્યું નથી પણ એ જરૂર બતાવ્યું છે કે આત્માના બંધન કેવી રીતે તૂટે? જગતના જડ પદાર્થો ઋદ્ધિ, માલમિલક્ત આદિ ક્ષણવાર ભપકાદાર સ્થિતિ સજીને દીર્ઘકાળ સુધી સંસારમાં રગદોળી નાંખનારા અને આત્માને કર્મના બંધનથી બાંધનાર છે. આ બધાં બંધને તેડે તે જ ઊંચી ગતિ મળે છે. સર્વજ્ઞ વિના આ ઉપાય બીજો કેણ બતાવી શકે? કારણ કે જેના જ્ઞાનમાં દરેક વસ્તુ અને વસ્તુના પરિણામે દેખાય તે જ એ વિવેક કરી શકે છે કે આ વસ્તુ જીવને ખરેખર લાભદાયી છે અને આ બીજી વસ્તુ દેખાવમાં લાભદાયી હોવા છતાં અંતે નુકસાનકર્તા છે.
જે આત્માને જ્ઞાનીના વચને પર શ્રદ્ધા થાય કે આત્મા નિત્ય છે, આત્માએ કરેલાં કર્મોના ફળ એને પોતાને ભોગવવા પડે છે તે એ આત્મા વિચારશે કે જે મહિના અને કર્મના બંધને ઊભાં રાખ્યાં તે એના ભયંકર કહુફળ મારે ભેગવવાં પડશે. માટે આ ભવમાં આત્માના બંધન તોડી નાંખવાં જોઈએ. નહિતર ભાવિમાં ઘણું કાળ સુધી ભટકવું પડશે. માનવજીવનની આજ વિશેષતા છે કે બીજા ભવેમાં આત્માને બંધનેથી બાંધવાનું બને છે ત્યારે આ ભવમાં એ બંધનેને ઓછાં કરી શકાય છે, અને મન-વચન કાયાની શક્તિને પૂર્ણ વિકાસ જે આત્મ સાધનામાં કરે તે સર્વ બંધનેને ક્ષય કરી વીતરાગતા અને મોક્ષની નજીક પણ પહોંચી શકાય. એ બંધનો તેડવાની કળા એજન્સીવાળા માનવભવમાં છોડીને બીજે ધંધો કરવો એ બિન સાવધાની છે. તેથી ચિંતામણીરત્નથી અધિક કિંમતી એ માનવભવ હારી જવાય છે. આ માનવજીવનને સફળ કરવા રાગદ્વેષ, અભિમાન, હર્ષ, ખેદ વગેરેના આવેશ અને આગ ઓછા કરવી પડશે અને અધ્યવસાયના સંક્લેશને બદલે અધ્યવસાયની વિશુદ્ધિ કરવા તરફ ખાસ લક્ષ આપવું પડશે.
સંકિલષ્ટ અધ્યવસાય એ સંસારવર્ધક છે. સુખ-દુઃખ કેવું ને કેટલું એને કોઈ હિસાબ નથી પણ જે ચિત્તના અધ્યવસાય સંકલેશવાળા હોય તે એનાથી સંસાર વધે છે, ભવના ફેરા વધે છે, દુર્ગતિની શેરીઓ ખુલ્લી થઈ જાય છે અને પછી હલકા જીવનમાં સંકલેશનું તાંડવ મચે છે પછી પાપમાં શું બાકી રહે ? એકલું