________________
શારદા સિદ્ધિ વાસણ તે કેટલા ચીકણા રાખ્યા છે! જરા ઘસીને માંજતા શીખ. તારા હાથની મેંદી સૂકાઈ નહિ જાય.
“ભદ્રાને વધેલ ત્રાસ” – આમ ભદ્રા ધમકાવે છે ત્યાં પેલા બે બાળકે રમતાં રમતાં માતાની પાસે દેડીને આવ્યા ને કહે છે બા! તું અમને મૂકીને કયાં ગઈ હતી? એમ કહીને સુશીલાને વળગી પડયા, એટલે ભદ્રા કહે છે, મટી રાજાની રાણી બનીને આવી છે? તારા છોકરાને સાચવવા હતા તે અહીં શા માટે આવી છે? તું મારા ઘરની નેકરડી બનીને કામ કરવા આવી છે, છોકરાં ઉછેરવા નથી આવી, સમજીને? આવી રીતે ભદ્રા કટકટ કરતી, અને સુશીલાને ન કહેવાના વેણ કહી નાંખતી ત્યારે સુશીલાને ખૂબ દુખ થતું એટલે છાનીમાની ખૂણામાં જઈને રડી લેતી. પોતે ભીમસેનને પણ વાત કરતી ન હતી. બધું સમભાવે સહન કરી લેતી. કયારેક બાળક એની માતાને
વતા, ખાવા માટે કજિયા કરતા ત્યારે ભદ્રા બાળકને મારતી ને કયારેક દેરડી લઈને થાંભલા સાથે બાંધી દેતી. આ જોઈને સુશીલાનું કાળજું કપાઈ જતું હતું.
જ્યારે ભદ્રા આવે કેર કરતી ત્યારે રાત્રે સુશીલા પિતાના બંને બાળકોને મેળામાં સુવાડી વહાલથી પંપાળીને ખૂબ રડતી કે, હે ભગવાન! આ મારા ફૂલ જેવાં બાળકોએ તારો શું ગુને કર્યો છે કે બિચારાને વગર વાંકે આવાં દુઃખ સહન કરવા પડે છે. મારાથી આ છોકરાંઓનું દુખ જોયું જતું નથી. આમ કરીને ખૂબ રડતી. થોડા દિવસોમાં તે ભદ્રાએ સુશીલા અને તેના બાળકની દશા અધમૂઓ જેવી કરી નાંખી.
“કાળી મજૂરી કરાવતી ભદ્રા”:- સવારમાં ઊઠે કે તરત સુશીલાને એ કામે જડી દેતી. સૌથી પ્રથમ દળણું દળવાનું કામ સોંપ્યું. દળીને ઊઠે કે તરત વાસી કચર કાઢવાને પછી તળાવે પાણી ભરવા જવાનું. એ પછી લખેસૂકો નાસ્ત કરવા આપતી. નાસ્ત કરે કે તરત નદીએ કપડાં ધોવા મોકલતી. કપડાં ધોઈને આવે એટલે તરત બપોરના વાસણ મંજાવતી. પછી ખાવા આપતી. બપોરના ભેજનમાં શું આપતી હતી? પતિ-પત્ની અને બે બાળકે એ ચાર વચ્ચે ગણીને લૂખીસૂકી ચાર ભાખરી આપતી ને સાથે ખાટી છાશ આપતી. શાક કે દૂધ-દહીં તે આટલા દિવસમાં જોવા પણું મળ્યા નથી. લુખી ભાખરી ભાવે નહિ છતાં સુખદુઃખે ખાઈ લેતા ને દિવસે પસાર કરતા. જમ્યા બાદ ભદ્રા સુશીલા તથા બાળકો પાસે કપડા વળાવતી. એ કામ પતે એટલે અનાજ સાફ કરવાનું કામ કાઢતી. મોડી રાત સુધી સુશીલા અને બાળકો પાસે પગ દબાવતી. પથારીઓ પથરાવતી. પછી મોડી રાત્રે એમને ઘેર સૂવા માટે મોકલતી. દરેક કામમાં એનું ગાળો દેવાનું ને વચ્ચે કટકટ કરવાનું કામ ચાલુ રહેતું હતું. કયારેક તે બિચારા બાળકે ખાલી રમતા હોય તે ધમકાવતી અને આંખો કાઢીને ડરાવતી. આ સુશીલાથી સહન થતું નથી. શરીર ચાલતું નથી. ભદ્રાની શેઠાઈ અને સુશીલાની ગુલામીના દિવસે પસાર થાય છે. હજુ કેવાં દુખે પડશે તે અવસરે.